ગુજરાત

gujarat

ધારાસભ્ય આશાબેન પટેલનાં નિધન પર વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન શાહ સહિત અગ્રણી નેતાઓએ અર્પી શ્રદ્ધાંજલિ

By

Published : Dec 12, 2021, 1:13 PM IST

Updated : Dec 12, 2021, 3:45 PM IST

અમદાવાદની ખાનગી હોસ્પિટલનમાં આશા બહેન ડેન્ગ્યુની સારવાર લઇ રહ્યાં હતા અને જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. આશાબહેનના નિધનના સમાચારથી શોકનો માહોલ વ્યાપી ગયો છે. વડાપ્રધાન, મુખ્યપ્રધાન,રાજ્યપાલ તેમજ અન્ય તમામ રાજકીય નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે.

ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું સારવાર દરમિયાન થયું નિધન
ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું સારવાર દરમિયાન થયું નિધન

ન્યૂઝડેસ્ક: અમદાવાદની ખાનગી હોસ્પિટલનમાં ડેન્ગ્યુની સારવાર લઇ રહ્યાં હતા અને અંતે સારવાર દરમિયાન આજે બપોરે નિધન થયું. નિધનના સમાચારથી સમગ્રમાં હાલ શોકનો માહોલ વ્યાપી ગયો છે.

વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ આશા બહેનના મૃત્યુ પર દુખ વ્યક્ત કરતાં ટ્વિટ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સામાજીક અને શૈક્ષણિક ક્ષેત્રમાં આશા બહેનનું યોગદાન હંમેશા યાદ રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રભુના ચરણોમાં પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના..

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતશાહે પણ આશાબહેન પટેલના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો. શાહે આ નિધનને ગુજરાત ભાજપ માટે મોટી ખોટ ગણાવી હતી.

રાજ્યનાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ ભાજપનાં પ્રદેશ અગ્રણી ભરત પંડયા અને અન્ય રાજકીય નેતાઓએ ડો.આશા બહેન પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

રાજ્યપાલે વધુમાં જણાવ્યું હતું કે, આશા બેન પટેલ જાગૃત જનપ્રતિનિધિ તરીકે ઓળખ ધરાવતા હતા તેઓ હંમેશા યાદ રહેશે.

Last Updated :Dec 12, 2021, 3:45 PM IST

TAGGED:

ABOUT THE AUTHOR

...view details