ગુજરાત

gujarat

રાજ્યના નવનિયુક્ત કૃષિને ઉર્જા પ્રધાન મુકેશ પટેલ આજે અંબાજી દર્શનાર્થે પહોંચ્યા

By

Published : Sep 18, 2021, 2:05 PM IST

રાજ્યના નવનિયુક્ત કૃષિને ઉર્જા પ્રધાન મુકેશ પટેલ આજે અંબાજી દર્શનાર્થે પહોંચ્યારાજ્યના નવનિયુક્ત કૃષિને ઉર્જા પ્રધાન મુકેશ પટેલ આજે અંબાજી દર્શનાર્થે પહોંચ્યા

ગુજરાત રાજ્યની નવી સરકારમાં કેબિનેટ પ્રધાનોની નવનિયુક્તિ બાદ પ્રધાનો હવે દેવદર્શને પહોંચી રહ્યા છે. ત્યારે રાજ્યના નવનિયુક્ત કૃષિને ઉર્જા પ્રધાન મુકેશ પટેલ જે ઓલપાડ વિસ્તારના ધારાસભ્ય છે ને તેમને પ્રધાન બનાવ્યા બાદ તેઓ આજે યાત્રાધામ અંબાજી ખાતે દર્શનાર્થે પહોંચ્યા હતા.

  • નવી સરકારમાં પ્રધાનોની નવનિયુક્તિ બાદ પ્રધાનહવે દેવદર્શને પહોંચી રહ્યા છે
  • રાજ્યના નવનિયુક્ત કૃષિને ઉર્જા પ્રધાન મુકેશ પટેલ આજે અંબાજી દર્શનાર્થે પહોંચ્યા
  • મંદિરના ગર્ભગૃહમાં બેસી મુખ્ય પૂજારીએ તેમને પૂજા અર્ચના કરાવી

બનાસકાંઠા: નવી સરકારમાં પ્રધાનોની નવનિયુક્તિ બાદ પ્રધાનહવે દેવદર્શને પહોંચી રહ્યા છે ત્યારે રાજ્યના નવનિયુક્ત કૃષિને ઉર્જા પ્રધાન મુકેશ પટેલ આજે અંબાજી દર્શનાર્થે પહોંચ્યા આ પ્રંસગે મંદિરના વહીવટદાર એસ જે ચાવડાએ સ્મૃતિચિન્હ સ્વરૂપે ભેટ અર્પણ કરી હતી, ત્યાર બાદ મુકેશ પટેલે મહાદેવજીના મંદિરમાં શિવ અર્ચના પણ કરી હતી. માતાજીને ગાદી પર ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવી રક્ષાપોટલી પણ બંધાવી હતી.

રાજ્યના નવનિયુક્ત કૃષિને ઉર્જા પ્રધાન મુકેશ પટેલ આજે અંબાજી દર્શનાર્થે પહોંચ્યા

આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલે નડીયાદના રામજી મંદિર અને સુપ્રસિદ્ધ સંતરામ મંદિરના દર્શન કર્યા

અકસ્માતમાં મોત નીપજેલ આપી શ્રદ્ધાંજલિ

તેમજ અંબાજી મંદિરના શિખરે ધજા ચઢાવી ધન્યતા અનુભવી હતી સાથે પોતાની આસ્થા અનુસાર પૌત્રના નામે 50 ગ્રામ સોનુ અંદાજે કિંમત 2.40 લાખનું મંદિર ટ્રસ્ટને સુવર્ણમય કામગીરી માટે અર્પણ કર્યું હતુ. અંબાજી પહોંચેલા પ્રધાન મુકેશ પટેલે જણાવ્યું હતું કે, ભાજપ સામાન્ય કાર્યકરની પણ કદર કરે છે. તેમને અંબાજીમાં ગતમોડી રાત્રીએ ત્રણ પદયાત્રીઓના અકસ્માતમાં મોત નીપજેલ તેમને પણ શ્રદ્ધાંજલિ આપી હતી અને વાહન ચાલકોને સાવચેતીથી વાહન ચલાવા અપીલ કરી હતી. પૌત્રના નામે 50 ગ્રામ સોનુ અંદાજે કિંમત 2.40 લાખનું મંદિર ટ્રસ્ટને સુવર્ણમય કામગીરી માટે અર્પણ કર્યું હતુ.

ABOUT THE AUTHOR

...view details