ગુજરાત

gujarat

પાલનપુરની સબજેલના કેદીઓ દ્વારા સ્વાદિષ્ટ ભજીયાનો ધંધો શરૂ કરાયો

By

Published : Feb 29, 2020, 8:45 PM IST

સાબરમતી જેલના કેદીઓની જેમ હવે પાલનપુરની સબજેલના કેદીઓ ગરમાગરમ સ્વાદિષ્ટ ભજીયા બનાવીને તેનું વેચાણ કરશે. જેને લઈને પાલનપુરમાં ભજીયા હાઉસનું જિલ્લા કલેક્ટરના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.

પાલનપુરની સબજેલના કેદીઓ દ્વારા સ્વાદિષ્ટ ભજીયા શરૂ
પાલનપુરની સબજેલના કેદીઓ દ્વારા સ્વાદિષ્ટ ભજીયા શરૂ

બનાસકાંઠાઃ ખાણાં પીણાંની જયાફત માણવાના શોખીન એવા પાલનપુર વાસીઓ માટે મોઢામાં પાણી આવી જાય તેવા સમાચાર છે. હવે પાલનપુરવાસીઓને સ્વાદિષ્ટ ગરમા ગરમ ચટાકેદાર ભજીયા ખાવાની મજા પડે એવા ભજીયા હાઉસનો શુભારંભ કરવામાં આવ્યું હતો. જેનું ઉદ્ઘાટન જિલ્લા સમાહર્તા સંદીપ સાગલે કર્યું હતું.

પાલનપુરની સબજેલના કેદીઓ દ્વારા સ્વાદિષ્ટ ભજીયા શરૂ

અમદાવાદ જેલની જેમ પાલનપુરની જિલ્લા જેલના કેદીઓ જાતે જ સ્વાદિષ્ટ ગરમા ગરમ ભજીયા બનાવી તેનું વેચાણ કરશે. જિલ્લા મથક પાલનપુરમાં કાનુભાઈ મહેતા હોલની નજીક આવેલ સબજેલના કેદીઓ દ્વારા ભજીયા હાઉસને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. સવારથી સાંજ સુધી આ ભજીયા હાઉસમાં ગરમા ગરમ ભજીયા મળશે.

પાલનપુરની સબજેલના કેદીઓ દ્વારા સ્વાદિષ્ટ ભજીયા શરૂ

કેદી વેલફેર ફંડ અંતર્ગત કેદીઓને સુધારણાંની સાથે રોજગારી મળી રહે તે આશયથી પાલનપુરમાં પ્રથમવાર જેલના કેદીઓ ભજીયા હાઉસની શરૂઆત કરી છે કેદીઓના હાથના બનેલ ભજીયાનું સ્વાદ ચાખી જિલ્લા કલેકટર સંદીપ સાંગલેને પણ જેલના કેદીઓની મહેનતને બિરદાવી હતી.

સમગ્ર રાજ્યની જેલમાં કેદી સુધારાણા માટે જુદા જુદા કાર્યક્રમ થઈ રહ્યા છે, ત્યારે હાલ શરૂ થયેલ પાલનપુરની જિલ્લા જેલના કેદીઓના ભજીયા હાઉસમાંથી મળેલી નફાની 10 ટકા રકમ કેદી વેલફેર ફંડમાં જમા કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details