બનાસકાંઠા: બિપરજોય વાવાઝોડાએ ગુજરાત સહિત રાજસ્થાનને પણ તબાહ કરી નાખ્યું છે અને ભારે તબાહી મચાવી છે. બનાસકાંઠામાં પણ આ બિપરજોય વાવાઝોડાને લઈ જિલ્લાના દરેક તાલુકામાં ભારે નુકસાન કર્યું છે. બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો છે અને રાજસ્થાનમાં પણ બિપરજોય વાવાઝોડાએ ભારે તબાહી સર્જી હતી. રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે રાજસ્થાનની સરહદે અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાના જડિયા ગામમાં રાજસ્થાનનું વરસાદી પાણી આ ગામમાં ભારે તબાહી બોલાવી છે.
જડિયા ગામમાં તબાહી:જિલ્લાના પાડોશી રાજ્ય ગણાતા રાજસ્થાનમાં પણ બિપરજોય વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી. રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદના કારણે રાજસ્થાનમાંથી વરસાદનું પાણી રાજસ્થાની સરહદને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાના જડિયા ગામમાં ફરી વળ્યું હતું. આ ગામમાં 17 તારીખે રાત્રે 12 વાગ્યાના સમયે અચાનક વરસાદી પાણી આવતા લોકો ઘર બાર છોડી પોતાનો જીવ બચાવી ભાગ્યા હતા. રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાં વરસાદી પાણીનો વહેણ આવતા મોટું નુકસાન સર્જ્યું છે.
સરકારી સહાયની રાહ:જડિયા ગામના લોકોએ જણાવ્યું હતું કે રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે રાજસ્થાનનું પાણી આ ગામમાં ફરી વળતા આ ગામના લોકો પોતાનું ઘર-બાર છોડી નીકળ્યા હતાં. ત્રણ દિવસ બાદ આ ગામમાં વરસાદી પાણી ઓસરતા આ ગામના અનેક તારાજીના દ્રષ્યો સામે આવ્યા હતા. અનેક ઘરો ધરાશાયી થયા હતા તેમજ ઘર વખરીનો સામાન તેમજ પશુ પણ તણાઈ ગયા હતા. તેમના ઘરોમાં 2 થી 3 ફૂટ જેટલા માટીના થર જોવા મળી રહ્યા છે. ખેતી કરી મેળવેલો પાક પણ નષ્ટ થયો હતો. આ ગામના લોકોના ઘરોમાં કંઈ જ રહ્યું નથી જેથી આ ગામના લોકો સરકાર પાસે યોગ્ય સહાય રાહ જોઈને બેઠા છે.
સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત: ઉલ્લેખનીય છે કે ધાનેરાનું જડિયા ગામ એ રાજસ્થાનની સરહદને અડીને આવેલું ગામ છે. આ ગામમાં 8થી 9 હજાર થી વધુની સંખ્યામાં લોકો વસવાટ કરે છે. આ ગામના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ભારે વરસાદથી સર્જાયેલી તારાજીએ લોકોનું સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું.
- Biparjoy impact in Rajasthan: ચક્રવાત બિપરજોય તો ગયું પરંતુ છોડી ગયું તબાહીની નિશાનીઓ
- Biparjoy Cyclone affect : ગુજરાતમાં બિપરજોય અસરગ્રસ્ત વિસ્તારમાં બચાવ કામગીરી