ગુજરાત

gujarat

રાજસ્થાનમાં થયેલા અકસ્માતમાં ડીસાના એક જ પરિવારના 4 સભ્યોના મોત

By

Published : Oct 19, 2021, 9:20 AM IST

ડીસાના લક્ષ્મીપુરા ગામના એક જ પરિવારના રાજસ્થાનમાં 4 સભ્યોના કમકમાટી ભર્યો મોત
ડીસાના લક્ષ્મીપુરા ગામના એક જ પરિવારના રાજસ્થાનમાં 4 સભ્યોના કમકમાટી ભર્યો મોત ()

બનાસકાંઠા જિલ્લાના(Banaskantha district) ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામના સુથાર પરિવાર(Suthar Parivar)ના સભ્યો રાજસ્થાન બાડમેર જિલ્લામાં આવેલ જસોલ ખાતે માજિસા મંદિરે દર્શન કરી પરત ફરતા હતા. તે દરમિયાન રાજસ્થાન(Rajasthan)ના સિણદરી પાસે ટ્રકે બોલેરોને જોરદાર ટક્કર મારતા અકસ્માત(Accident) સર્જાયો હતી. જેમાં સુથાર પરિવારના ચાર સભ્યોના ઘટના સ્થળે મોત થયા છે.

  • ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામના સુથાર પરિવારનો રાજસ્થાનમાં અકસ્માત
  • બાડમેર પાસે અકસ્માતમાં ડીસાના લક્ષ્મીપુરાના એક જ પરિવારના ચારના મોત
  • ભગતસિંહ મેગા હાઇવે પર બોલેરો કારને ટ્રકે ટક્કર મારી

બનાસકાંઠાઃ રાજસ્થાનના(Rajasthan) બાડમેર જિલ્લાના સીણધરી નજીક આવેલા ભુકા ગામ પાસે ભગતસિંહ મેગા હાઇવે(Bhagat Singh Mega Highway) પર બપોરે બોલેરો કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત (Accident)થયો હતો. જેમાં બોલેરો જીપનો સંપૂર્ણ ભુક્કો થઈ ગયો હતો. જ્યારે અકસ્માતથી રસ્તાની બાજુમાં આવેલા ઝાડ પણ ધરાશાયી થયું હતું. બોલેરો જીપમાં સવાર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના સુથાર પરિવારના (Suthar Parivar) ચાર સભ્યોના મોત નિપજ્યા હતા. સીણધરી પોલીસ(Sihdhari police) ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ઇજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

એક જ પરિવારના 4 લોકોના મોતથી શોક છવાયો

ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામના સુથાર પરિવારના એક જ પરિવારના ચાર લોકોના કરૂણ મોત નિપજતા જ પિતાના લક્ષ્મીપુરા ગામ(Lakshmipura village)માં પણ શોકનો માહોલ છવાયો હતો. સીણધરી પોલીસ અધિકારી બલદેવરામના જણાવ્યા મુજબ ડીસાના લક્ષ્મીપુરા ગામનો સુથાર પરિવાર જસોલ માજીસા મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યા હતા. ત્યારે ભગતસિંહ મેગા હાઇવે પર અકસ્માત સર્જાયો છે. ઘટના સ્થળે ચાર વ્યક્તિના મોત થયા છે. જ્યારે 5 જેટલા ઇજાગ્રસ્ત લોકોને જિલ્લા સરકારી હોસ્પિટલમાં તેમજ ડીસા ખાતે સારવાર અર્થે લઈ જવાયા છે.

ડીસા પાલનપુર નેશનલ હાઈ-વે પર અકસ્માત

ડીસા પાલનપુર હાઈવે પર ભોયણ ગામના પાટિયા પાસે થોડી સમય પહેલા વિચિત્ર અકસ્માત સર્જાયો હતો, જેમાં ભોયણ ગામના પાટિયા પાસે હાઈવે પર ડીવાઈડર વચ્ચે પડેલા કટમાં એક ટ્રક વળાંક લેવા જતા તેની સાઈડમાં રીક્ષા પણ ઊભી રહી ગઈ હતી. આ સમયે પાલનપુર તરફથી પથ્થર ભરીને આવતા ટ્રેલરે બન્ને વાહનોને અડફેટે લેતા 2 વાહનો વચ્ચે રિક્ષા ચગદાઈ જવા પામી હતી, જ્યારે ડીસાથી પાલનપુર તરફ જતી ઇકો વાન પણ ટ્રકને ધડાકાભેર અથડાઈ હતી. આમ 4 વાહનોનો અકસ્માત થયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે વાહનો બળીને ખાખ થઇ ગયા હતા, જ્યારે ઇકો ગાડીને ટક્કર લાગતા તે સાઈડમાં ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં 4 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા, જ્યારે 5થી વધુ લોકોને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે ડીસાની ભણસાલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ ભાવનગરના મહુવામાં માતાજીને આપેલા વચનના કારણે આજે પણ કલાકારોએ જાળવી રાખ્યો છે ભવાઈનો વારસો

આ પણ વાંચોઃ Priyanka Gandhi બહરાઈચમાં ખેડૂત પરિવારને મળી પાછાં આવી પ્રદેશ પદાધિકારીઓ સાથે રણનીતિ ઘડશે

ABOUT THE AUTHOR

...view details