- મોડાસાના વૉર્ડ નંબર 5માં વિકાસ પર રાજકારણ હાવી થયુ
- વૉર્ડ નંબર 5માં ભૂગર્ભ ગટરનું કામ અટકાવવામાં આવ્યું
- વોર્ડ નંબર 5ના રહિશોએ વોટિંગ નહીં કરવાની ચીમકી ઉચ્ચારી
અરવલ્લી : જિલ્લાના મોડાસાના વોર્ડ નંબર 5માં ભૂગર્ભ ગટરનું કામ બંધ થતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. આ વિસ્તારમાં દર વર્ષ ચોમાસામાં પાણી ભરાવવાની સમસ્યા હોવાથી ગત ઘણા વર્ષોથી ભૂગર્ભ ગટર યોજનાની માગ હતી. ગત શનિવારના રોજ ગટરનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું. તેવામાં એક રાજકીય નેતાએ આવીને સ્થળ પર હાજર સુપરવાઇઝરને કામ બંધ કરી દેવાનો આદેશ કર્યો હતો, તેવા આક્ષેપ આ વિસ્તારના રહિશો દ્વારા કરવામાં આવી રહ્યા છે.
બ્રેકર ખરાબ થઇ ગયુ છે : સુપરવાઇઝર
આ આદેશના પગલે તાત્કાલિક કામ બંધ કરી દેવામાં આવ્યુ છે. આ કામના સુપરવાઇઝર સાથે ટેલીફોનિક વાત કરતા જણાવા મળ્યુ છે કે, બ્રેકર ખરાબ થઇ ગયુ છે. હવે પ્રશ્ન એ થાય છે કે, રૂપિયા 138 કરોડનું કામ હાથ પર લીધું છે, તેમ છતા કંપની પાસે સ્પેર બ્રેકર નથી? કે ફક્ત બહાના છે? આ ઉપરાંત ગટરના કામ માટે રસ્તાની વચ્ચે ખોદકામ કરી છોડી દેતા લોકો મુશ્કેલીઓના સામનો કરી રહ્યા છે.