ગુજરાત

gujarat

Aravalli Fire Accident : અરવલ્લીની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, 60થી વધુ કેમિકલ ટેન્કર થયા ભસ્મીભૂત

By ANI

Published : Oct 25, 2023, 2:13 PM IST

અરવલ્લી જિલ્લામાં એક કેમિકલ ફેક્ટરીમાં આજ સવારે ભીષણ આગ લાગી છે. આ આગ દુર્ઘટનામાં કેમિકલથી ભરેલા 60થી વધુ ટેન્કર બળીને ખાખ થઈ ગયા છે.

Aravalli Fire Accident
અરવલ્લીની એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ દુર્ઘટના

Aravalli Fire Accident

અરવલ્લીઃ જિલ્લાની એક કેમિકલ ફેક્ટરીમાં આજ સવારે આગ દુર્ઘટના ઘટી છે. આ દુર્ઘટનામાં આગે ભીષણ સ્વરુપ ધારણ કર્યુ છે. ઘટનાસ્થળેથી ખૂબ દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. આ દુર્ઘટનામાં કેમિકલથી ભરેલા 60થી વધુ ટેન્કર્સ બળીને ખાખ થઈ ગયા છે.

60થી વધુ ટેન્કર ખાકઃ આજ વહેલી સવારે અરવલ્લીની કેમિકલ ફેક્ટરીમાં જે આગ અકસ્માત થયો તેમાં કેમિકલ ભરેલા 60થી વધુ ટેન્કર્સ આગની ઝપટમાં આવી ગયા હતા. આ બધા ટેન્કર બળીને ખાક થઈ ગયા છે. આ ભયંકર આગ અકસ્માતનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. કેમિકલ ફેક્ટરીમાં રહેલો માલસામાન પણ બળીને ખાખ થઈ ગયો છે. આ કેમિકલ ફેકટરીમાં લાગેલી ભયાનક આગથી ઘણા મોટા પાયે નુકસાન થયું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. આગ અટેલી ભીષણ છે કે આ ફેક્ટરીની આસપાસના વાતાવરણના તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. આ ભીષણ આગને કાબુમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.

ફાયર બ્રિગેડ ઘટનાસ્થળેઃ એએનઆઈ(ANI) અનુસાર કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ એટલી ભીષણ છે કે તેના ધુમાડા દૂર દૂર સુધી દેખાય છે. આ આગ દુર્ઘટનાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ફાયર ડિપાર્ટમેન્ટ આગને કાબુમાં લાવવા મથી રહ્યું છે. આગની ભીષણતાને પારખીને ફાયર બ્રિગેડે 10 ફાયર એન્જિન ઘટના સ્થળે કામે લગાડી દીધા છે. આ આગને કાબુ કરવા માટે ખૂબ જ લાંબી કવાયત હાથ ધરવી પડશે તેવું લાગી રહ્યું છે. (ANI)

  1. Surat Fire Accident : કામરેજ ટોલ પ્લાઝા પાસે CNG કારમાં લાગી આગ
  2. Fire Accident: ઈ બાઈકના શો રૂમમાં આગ ભભૂકતા લાખો રૂપિયા સ્વાહા, આગનું કારણ અકબંધ

ABOUT THE AUTHOR

...view details