ગુજરાત

gujarat

પોતાનાથી પાર્ટીને જીત મળતી હોવાના ખોટા સપનામાં ન રાચવાનુ: સી.આર પાટીલ

By

Published : Nov 19, 2021, 7:39 PM IST

પોતાનાથી પાર્ટીને જીત મળતી હોવાના ખોટા સપનામાં ન રાચવાનુ: સી.આર પાટીલ

અરવલ્લીના મોડાસા (modasa area of arvalli ) ખાતે જિલ્લા ભાજપ કાર્યલયનું ઉદધાટન (arvalli bjp office Inauguration) ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના હસ્તે કરવામાં આવ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો પહોંચ્યા હતા.

  • અરવલ્લીમાં સી.આર પાટીલે કમલમનું ઉદધાટન કર્યુ
  • સરકારમાં ભાજપના કાર્યકર્તાઓને મંત્રાલયમાં સારો આવકાર મળી રહ્યો
  • આંતરીક જૂથવાદને લઇ કેટલાક ટિકિટ ઇચ્છુક દાવેદારોને ઝાટક્યા

અરવલ્લી: જિલ્લા ભાજપ કાર્યલય કમલમનું ઉદધાટન (Inauguration of BJP office Kamalam) પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ (CR Patil inaugurated Kamalam in Aravalli ) દ્રારા કરવામાં આવ્યુ હતું. કાર્યાલયને ખુલ્લુ મુકી કાર્યકર્તાઓને સંબોધન કરતા તેમણે જણાવ્યુ હતું કે, હવે નવી સરકારમાં ભાજપના કાર્યકર્તાઓને મંત્રાલયમાં સારો આવકાર મળી રહ્યો છે.

પોતાનાથી પાર્ટીને જીત મળતી હોવાના ખોટા સપનામાં ન રાચવાનુ: સી.આર પાટીલ

પોતાનાથી પાર્ટીને જીત મળતી હોવાના ખોટા સપનામાં ન રાચવાનુ

અરવલ્લીમાં ચાલતા આંતરીક જૂથવાદ અને કલહને લઇને પણ નામ વિના કેટલાક ટિકિટ ઇચ્છુક દાવેદારોને ઝાટક્યા હતા. ટિકિટ મેળવવાની લ્હાયમાં કેટલાક આગેવાનો પોતાનાથી પાર્ટીને જીત મળતી હોવાના ખોટા સપનામાં ન રાચવાનુ કહી ઝાટકણી કાઢી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના છે તેથી ગુજરાતને વિષેશ લાભ થઇ રહ્યો છે.

અરવલ્લીમાં સી.આર પાટીલે કમલમનું ઉદધાટન કર્યુ

અરવલ્લીની ત્રણે વિધાનસભામાં ભાજપને વિજય અપાવવો પડશે

તો વળી જીલ્લાનો વિકાસ કરવો હોય તો અરવલ્લીની ત્રણે વિધાનસભામાં ભાજપને વિજય અપાવવો પડશેનો અડકારાતો ઈશારો કર્યો હતો.

આ પણ વાંચો:ડ્રગ્સ કાંડ કોંગ્રેસ સાશિત રાજ્યોમાં વધુ: વડોદરા ભાજપ સ્નેહમિલન કાર્યક્રમમાં પાટીલે કહ્યું

આ પણ વાંચો:પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆરપાટીલ જૂનાગઢની મુલાકાતે, 2022ના ભણકારા વાગ્યા

ABOUT THE AUTHOR

...view details