ગુજરાત

gujarat

શામળાજીમાં ગ્રેનેડથી બ્લાસ્ટ કરનારા આરોપીના ભાઈએ કરી આત્મહત્યા, પરિવારે કહ્યું- પોલીસ સતત દબાણ કરી રહી હતી

By

Published : Sep 3, 2021, 5:07 PM IST

શામળાજી બ્લાસ્ટના આરોપીના ભાઈએ ઝાડ સાથે લટકીને કરી આત્મહત્યા

અરવલ્લી જિલ્લામાં શામળાજીના ગોઢફુલ્લામાં 6 દિવસ અગાઉ બ્લાસ્ટ થયો હતો. ત્યારે પોલીસ તપાસમાં આ બ્લાસ્ટ હેન્ડ ગ્રેન્ડથી થયો હોવાનું સામે આવ્યું હતું. પોલીસ મૃતક અને અન્ય એક ઈજાગ્રસ્ત વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ કરી રહી છે. એવામાં મૃતકના નાના ભાઈએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

  • અરવલ્લીમાં 28 ઓગસ્ટના રોજ થયો હતો ગ્રેનેડના કારણે બ્લાસ્ટ
  • બ્લાસ્ટમાં 2ના મોત અને ત્રણેક લોકો થયા હતા ઈજાગ્રસ્ત
  • શુક્રવારે મૃતકના ભાઈએ ઝાડ પર લટકીને કરી આત્મહત્યા

અરવલ્લીઃ જિલ્લાના શામળાજીના ગોઢકુલ્લા ગામમાં હેન્ડ ગ્રેનેડના કારણે બ્લાસ્ટ થતા અફરાતફરી મચી હતી. ત્યારે બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે 2 બાળકી સહિત એક મહિલા ગંભીર ઈજાગ્રસ્ત થઈ હતી. આ મામલે હેન્ડ ગ્રેનેડ અને કથિત આતંકી કનેક્શન સામે આવતા મૃતકના નાના ભાઈએ આત્મહત્યા કરી લીધી છે.

પોલીસ દ્વારા સતત દબાણ અને અમાનુષી વર્તનથી આત્મહત્યા કરી: પરિવાર

મૃતકના નાના ભાઈએ આજે શુક્રવારે પોતાના ઘર પાસે આવેલા એક ઝાડ પર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી છે. પરિવારે આક્ષેપ કર્યો છે કે, પોલીસ દ્વારા તપાસના નામે સતત દબાણ કરવામાં આવી રહ્યું હોવાથી અને પરિવારના તમામ સભ્યો સાથે અમાનુષી વર્તન કરવામાં આવતું હોવાથી તેણે આ પગલું ભર્યું છે. આ આક્ષેપો સાથે પરિવારે પોલીસ વિરૂદ્ધ પોતાનો બળાપો ઠાલવ્યો હતો.

ગ્રેનેડ વડે બ્લાસ્ટ કરનારો આરોપી

યુવકે 6 મહિના પહેલો હેન્ડ ગ્રેનેડ પોતાની પાસે જ રાખ્યો હતો

શામળાજીના ગોઢફુલ્લામાં 6 દિવસ અગાઉ બ્લાસ્ટ થયો હતો, જે હેન્ડ ગ્રેનેડના કારણે થયો હોવાનો ખુલાસો થયો છે. આ યુવકને 6 મહિના પહેલા એક તળાવમાંથી હેન્ડ ગ્રેનેડ મળ્યો હતો. ત્યારથી તેણે આ ગ્રેનેડને પોતાની પાસે રાખ્યો હતો. જોકે, 28 ઓગસ્ટે સાંણસીથી આ ગ્રેનેડની પીન ખોલવા જતા બ્લાસ્ટ થયો હતો, જેના કારણે રમેશ લાલજી ફણેજા (હેન્ડ ગ્રેનેડની પીન ખોલનાર યુવક) અને 4 વર્ષની બાળકીનું મોત થયું હતું. જ્યારે 2 બાળકીને ઈજા પહોંચી હતી. આ ઉપરાંત 11 વર્ષની બાળકી અને તેની માતા જીવીત છે. મૃતક યુવકે તો હેન્ડ ગ્રેનેડને કમરમાં બાંધીને ફોટો પણ પડાવ્યો હતો. આ સાથે જ મૃતક યુવકનો રાઈફલ સાથે પણ ફોટો જોવા મળ્યો છે.

ટ્રાઈબલ વિસ્તારમાં હેન્ડ ગ્રેનેડ ક્યાંથી આવ્યો તે પોલીસ માટે મોટો પ્રશ્ન

ગોઢફુલ્લામાં ટ્રાઈબલ વિસ્તારમાં બ્લાસ્ટ થઈ હોવાની જાણ થતા અરવલલ્લી એસ.ઓ.જી પોલીસને હેન્ડગ્રેનેડથી બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે બ્લાસ્ટ સાઈડ પરથી લેવામાં આવેલા અવશેષોની, ફોરેન્સિક તપાસમાં કરવામાં આવતા હેન્ડ ગ્રેનેડ હોવાના પુરાવા મળ્યા છે. અત્યારે પોલીસ માટે શામળાજી ટ્રાયબલ વિસ્તારમાં હેન્ડ ગ્રેનેડ ક્યાંથી આવ્યા એ મોટો પ્રશ્ન છે. પ્રાપ્ત માહિતી અનુસાર, યુવકે છેલ્લા 6 માસથી ઘરમાં હેન્ડ ગ્રેનેડ મુકી રાખ્યો હતો. 28 ઓગસ્ટે સાંણસી વડે ગ્રેનેડની પીન કાઢતા બ્લાસ્ટ થયો હતો. ચાર દિવસ અગાઉ થયેલા બ્લાસ્ટમાં યુવક અને તેની 4 વર્ષની દિકરીનું મોત થયું હતું.

પોલીસે મૃતક યુવક અને અન્ય એક સામે આર્મ્સ એક્ટ અને એક્સપ્લોઝિવ એક્ટ અન્વયે ગુનો દાખલ કર્યો હતો

પોલીસ તપાસમાં મૃતક યુવકને તળાવમાંથી ગ્રેનેડ મળ્યો હોવાનું બહાર આવ્યું છે. યુવકના હેન્ડ ગ્રેનેડ અને બંદૂક સાથેના ફોટો પણ આવ્યા સામે આવ્યા છે. યુવકે કમરના ભાગે હેન્ડ ગ્રેનેડ બાંધી ફોટોગ્રાફી કરાવી હતી. પોલીસે મૃતક યુવક અને અન્ય એક વ્યક્તિ સામે આર્મ્સ એક્ટ અને એક્સપ્લોઝિવ એક્ટ અન્વયે ગુનો દાખલ કર્યો છે.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details