ભુવાલ ગામના લક્ષ્મણ સવા ડામોર પોતાનુ નવીન ઘર બનાવવા લાકડાની વડીઓ લાવ્યા હતા. જેમાં કેટલીક વડીઓ ચોરાઈ ગઈ હતી. જે અંગે લક્ષ્મણ સવા ડામોર સહિતના કેટલાંક લોકોએ પૂર્વગ્રહ રાખી બદઈરાદો પૂરો કરવા બુધવાર રાત્રે એકજૂથ થઈ હાથમાં લાકડીઓ અને કુહાડીઓથી ભેમાભાઈ ડામોર સાથે ઝઘડો કર્યો હતો. જેમાં 32 વર્ષીય ભીખાભાઈ ડામોરને કુહાડીની મુદર અને લાકડીથી માર મારતાં તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે મણીબેન ડામોર અને હીરાબેન ડામોરને પણ કુહાડી અને લાકડીઓથી માર મારતા તેમને ગંભીર ઈજા થઈ હતી.
મેઘરજના ગામમાં નજીવી બાબતમાં યુવકની હત્યા થતાં ચકચાર
અરવલ્લીઃ મેઘરજ તાલુકાના ભુવાલ ગામે નજીવી બાબતે એક યુવકની હત્યા થતાં ચકચાર મચી હતી. આરોપી પોતાનું ઘર બનાવવા માટે લાકડાની વડીઓ લાવ્યો હતો. જેની ચોરી થઈ હોવાનો વહેમ રાખી તેણે બુધવાર રાત્રે પાંચ લોકો સાથે મળીને એક યુવકને કુહાડી અને લાકડીથી માર માર્યો હતો. જેમાં યુવકનું મોત થયું હતું. જ્યારે બે મહિલા સહિત ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે મામલે પોલીસે આરોપી વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી તેઓને જેલ ભેગા કર્યા હતાં.
arvalli
આ ઘટના અંગે મણીબેન ડામોરો મેઘરજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા મેઘરજ પોલીસ સ્ટેશનના IP એન.કે.રબારીએ હત્યા અને હુમલા અંગેની ફરિયાદ નોંધી હતી. ત્યારબાદ પાંચેય આરોપીઓની ગુરૂવાર સાંજે પાંચ કલાકે ધરપકડ કરી હતી. તેમજ આરોપી વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.