આણંદઃ કોરોના વાઈરસને કારણે ગરીબ મજૂર અને મધ્યમ પરીવારના લોકો અનેક મુસીબતોનો સામનો કરી રહ્યા છે. તેવા સંજોગોમા આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ખેડૂતો સાથે આત્મા પ્રોજેક્ટ ખેતીવાડી આણંદના અધિકારી સુરેશભાઇ મહેરીયા જ્યારથી લોક ડાઉન જાહેર થયુ છે. ત્યારથી જ સતત ખેડૂતો સાથે સંપર્કમાં રહી લાયઝનીગ કરી સેવા ભાવી સંસ્થા તથા ગરીબ પરીવારોને વિના મૂલ્યે શાકભાજી મળી રહે તે માટે રોજે રોજ મહેનત કરી રહ્યા છે.
વડતાલ સ્વામિનારાયણ મંદીરમાં ખેડૂતો દ્વારા શાકભાજીની સેવા
કોરોના વાઈરસને કારણે ગરીબ મજૂર અને મધ્યમ પરીવારના લોકો અનેક મુસીબતોનો સામનો કરી રહ્યા છે. તેવા સંજોગોમા ખેતીવાડી આણંદના અધિકારી સુરેશભાઇ મહેરીયા સેવાભાવી સંસ્થાઓ તથા ગરીબ પરીવારોને આ પરીસ્થિતીમાં વિનામૂલ્યે શાકભાજી મળી રહે તે માટે રોજે રોજ મહેનત કરી રહ્યા છે.
વડતાલ સ્વામિનારાયણ મંદીરના આસિસ્ટન્ટ કોઠારી ડૉ. સંતસ્વામિ તેમજ શ્યામ વલ્લભસ્વામિના માર્ગદર્શન હેઠળ વડતાલ સ્વામિનારાયણ મંદીરમાં જરૂરીયાતમંદ ગરીબ પરીવારોને મફત ભોજન પૂરું પાડવા શુદ્ધ અને તાજુ શાકભાજી (ભીડા, દૂધી, રીગણ, ટામેટા, મરચા) વગેરે જુદા જુદા શાકભાજી પોતાના ખેતરમાંથી ખેડૂતોએ સ્વામિનારાયણ મંદીર વડતાલ ખાતે પૂરૂ પાડ્યું હતુ.
આ વડતાલ સ્વામિનારાયણ મંદીરમા માનવ સેવા કાર્યમાં રૂપારેલા(વડોદ) પ્રા.શાળામાં ફરજ બજાવતા શિક્ષક લાલજીભાઇ પુરબીયાએ મંદીરની સેવામા જાતે ખેતરે ખેતરે ફરીને શાકભાજી એકઠુ કરી વડતાલ સ્વામિનારાયણ મંદીર ખાતે લોકડાઉનના સમયમા તેમની સેવા આપી માનવ સેવા કરી વડતાલ ખાતે શાકભાજી પૂરું પાડવામાં મદદ કરી હતી.