ગુજરાત

gujarat

બનાસકાંઠાના તીડ આતંક બાબતે પુરુષોત્તમ રૂપાલાએ આપ્યું નિવેદન

By

Published : Jan 19, 2020, 8:21 PM IST

ડીસાઃ રવિવારે આણંદ જિલ્લાની મુલાકાતે આવેલા કેન્દ્રીય રાજ્ય કૃષિપ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ આયોજીત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. જેમાં આણંદ શહેરમાં જીર્ણોદ્ધાર પામેલા રોકડીયા હનુમાનજી મંદિરના દ્વિ-શતાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ તકે તીડ અંગે તેમણે નિવેદન આપ્યું હતું.

ff
ff

રાજય કૃષિ પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ આણંદ જિલ્લામાં આયોજીત વિવિધ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. આણંદ શહેરમાં ઉજવાઈ રહેલા પોલિયો રવીવારમાં બાળકોને પોલિયોના ટીપા પીવડાવી તેમણે મીડિયા સાથે વાત કરી હતી. જેમાં પુરુષોત્તમ રૂપાલાએ બનાસકાંઠામાં રહેલા તીડના આતંક મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગ્લોબલ વોર્મીંગ અને ક્લાઈમેંટ ચેન્જની અસરો જે રીતે વરસાદ ઉપર, ઠંડી ઉપર, તાપમાન પર આવે છે. એ જ રીતે તીડમાં બીહેવીરીયલ ચેન્જ જોવા મળી રહ્યો છે.

બનાસકાંઠાના તીડ આતંક બાબતે પુરષોત્તમ રૂપાલાએ આપ્યું નિવેદન

વધુમાં તેમણે કહ્યું કે, આ સમય તીડને આવવાનો નથી. છતાં તેનો આતંક વધતો જાય છે. જેના પર બે મહિનાથી સમગ્ર તંત્ર નજર રાખી રહ્યું છે. રાજ્ય સરકાર અને ભારત સરકારના સંસાધનો તેનો ચોકસાઈ પૂર્વક સામનો કરી રહ્યા છે.

Intro:રવિવારે આણંદ જિલ્લાની મુલાકાતે આવેલ કેન્દ્રીય રાજ્ય કૃષિ મંત્રી પુરષોત્તમ રૂપાલા દ્વારા આણંદ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો માં હાજરી આપી હતી જેમાં આણંદ શહેર માં જીર્ણોદ્ધાર પામેલા રોકડળીયા હનુમાનજી મંદિર ના દ્વિ-શતાબ્દી મહોત્સવ માં ભાગીદાર થઈ આણંદ શહેર માં ઉજવાઈ રહેલા પોલિયો રવીવારમાં બાળકોને પોલિયો ના ડ્રોપ પીવડાવી ને મીડિયા સાથે વાત કરી હતી.Body:આણંદ ની મુલાકાતે આવેલા કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પુરુષોત્તમ રૂપાલા એ બનાસકાંઠામાં આવેલા તીડ મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે ગ્લોબલ વોમીંગ અને કલાઈમેંટ ચેન્જની અસરો જે રીતે વરસાદ ઉપર ,ઠંડી ઉપર ,તાપમાન પર આવે છે એજ રીતે તીડ માં બીહેવીરીયલ ચેન્જ જોવા મળી રહ્યો છે આ સમય તીડ ને આવવાનો નથી બે મહિનાથી સમગ્ર તંત્રની નજર છે , રાજ્ય સરકાર અને ભારત સરકાર ના સંસાધનો તેનો ચોકસાઈ પૂર્વક સામનો કરી રહ્યા છે.

બાઈટ : પુરષોત્તમ રૂપાલા (કૃષિ મંત્રી)Conclusion:

ABOUT THE AUTHOR

...view details