ગુજરાત

gujarat

સાવધાન: વિદ્યાનગરમાં વૃદ્ધ મહિલા રિક્ષામાં બેઠા અને સોનાનો દોરો ચોરાયો!

By

Published : Dec 20, 2022, 4:27 PM IST

Old lady gold thread stolen in a rickshaw

વિદ્યાનગરમાં એક વૃદ્ધ મહિલાનો(crime in Vidyanagar anand) સોનાનો દોરો ચોરાયો હોય તેવી ઘટના સામે આવી(Old lady gold thread stolen in a rickshaw) છે. આ અંગે વિદ્યાનગર પોલીસે ચોરીનો ગુનો દાખલ (Vidyanagar police registered a case of theft)કરીને તેઓના વર્ણનના આધારે તપાસ હાથ ધરી છે. ચોરોએ 60 હજાર રૂપિયાની કિંમતનો સોનાનો દોરો તોડીને મહિલાને અધવચ્ચે ઉતારીને ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે.

આણંદ: વિદ્યાનગરમાં(crime in Vidyanagar anand) વૃદ્ધ રિક્ષામાં બેઠા અને સોનાનો દોરો ચોરાયો હોય તેવી ઘટના સામે આવી (Old lady gold thread stolen in a rickshaw)છે. એક વૃદ્ઘ મહિલાને રીક્ષામાં બેસાડીને જાણી જોઈને ભીડ કરી તેણીએ પહેરેલો 60 હજાર રૂપિયાની કિંમતનો સોનાનો દોરો તોડીને મહિલાને અધવચ્ચે ઉતારીને ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે વિદ્યાનગર પોલીસે ચોરીનો ગુનો દાખલ કરીને તેઓના વર્ણનના આધારે તપાસ હાથ ધરી (Vidyanagar police registered a case of theft)છે.

આ પણ વાંચોઉછીના પૈસા પરત ન મળતા આત્મહત્યા, મુંબઈ ક્નેક્શન સામે આવતા ખળભળાટ

મળતી વિગતો અનુસારસહજાનંદ એલીગન્સમાં રહેતા દેવ્યાનીબેન રાજેન્દ્રભાઈ પટેલ ગત 7મી તારીખના રોજ બપોરના પોણા એક વાગ્યાના સુમારે વિદ્યાનગરના પ્રગતિ મંડળ ખાતે જવાનું હોય એક રીક્ષામાં સવાર થઈને જવા નીકળ્યા હતા. રીક્ષામાં અગાઉથી જ ડ્રાયવર સહિત પાછળના ભાગે બે મુસાફરો બેઠા હતા. રીક્ષા કામ્યા હોસ્ટેલ પાસે પહોંચી એ સાથે જ ત્રીજો શખ્સ પણ રીક્ષામાં પાછળ બેસી ગયો હતો. જેની સાથે પેલા ત્રણેય શખ્સોએ તેમને શાંતિથી બેસી રહેવાની વાત કરી હતી. દરમ્યાન આ શખ્સોએ દેવ્યાનીબેને ગળામાં પહેરેલો સોનાનો દોઢ તોલા વજનનો દોરો કે જેની કિંમત 60 હજાર રૂપિયા જેટલી થવા જાય છે તે તોડીને ચોરી કરી લીધો હતો.

આ પણ વાંચોવર્ષોથી પડતર પડેલા કેસોને ઝડપથી નિકાલની કાર્યવાહી કરો, HCનું નીચલી કોર્ટને અલ્ટિમેટમ

પોલીસ એક્શનમાં:રીક્ષા વિદ્યાનગરના રબારીવાસ પાસે આવેલા ખોડીયાર મંદિરે પહોંચી એ સાથે જ પાછળથી બેઠેલો શખ્સ તેમાંથી ઉતરીને જતો રહ્યો હતો. રીક્ષા કસુંબલ હોટલ આગળ પહોચતા જ ડ્રાયવરે દેવ્યાનીબેનને નીચે ઉતારી દીધા હતા અને જણાવ્યું હતુ કે આ બે પેસેન્જરને ઉતારીને પરત આવું છુ તેમ જણાવીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. 15 મિનિટ સુધી દેવ્યાનીબેને રાહ જોઈ હોવા છતાં રીક્ષાચાલક પરત ના આવતાં દેવ્યાનીબેન પોતાના ઘરે જતા રહ્યા હતા અને તપાસ કરતા સોનાનો દોરો ગાયબ હતો. જેથી શોધખોળ કરવા છતાં પણ રીક્ષા કે તેમાં સવાર શખ્સો ના મળી આવતાં વિદ્યાનગર પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપી હતી. પોલીસે ગુનો દાખલ કરીને દેવ્યાનીબેન પાસેથી મળેલા ચારેય શખ્સોના વર્ણનના આધારે તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details