ગુજરાત

gujarat

આણંદના ખંભાતમાં નગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ શરૂ

By

Published : Feb 7, 2021, 7:44 PM IST

ચૂંટણી માટે કર્મચારીઓની ટ્રેનિંગ

ખંભાતની BV પટેલ હાઈસ્કૂલ ખાતે ચૂંટણીલક્ષી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓને માસ્ટર ટ્રેનર દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી.

  • નગરપાલિકા તથા જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી
  • પ્રિસાઇડિંગ ઓફિસરો તથા આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરોને ટ્રેનિંગ
  • નગરપાલિકાની ચૂંટણીમાં 66 બૂથની ફાળવણી
    ચૂંટણી માટે કર્મચારીઓની ટ્રેનિંગ

ખંભાત : નગરપાલિકા તથા જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. માસ્ટર ટ્રેનર અંકિત બ્રહ્મભટ્ટ દ્વારા BV પટેલ હાઈસ્કૂલ ખાતે પ્રિસાઇડિંગ ઓફિસરો તથા આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અને મહિલા પોલીંગ ઓફિસરને તાલીમ આપવામાં આવી. નવ વોર્ડની ખંભાત નગરપાલિકાની ચૂંટણીમાં 66 બૂથની ફાળવણી કરાઇ છે. નગરપાલિકા ચૂંટણીમાં 350થી વધુ શૈક્ષણિક કર્મચારીઓ આ કામગીરીમાં રોકાયેલ હોવાથી આ કર્મચારીઓને માસ્ટર ટ્રેનર્સ દ્વારા EVMનું પ્રત્યક્ષ નિરૂપણ કરી સચોટ માર્ગદર્શન પૂરું પાડી ટ્રેનિંગ હાથ ધરાઈ.

350થી વધુ કર્મચારીઓ ચૂંટણી કામગીરીમાં

ખંભાત નાયબ મામલતદાર પ્રદીપ પ્રજાપતિના જણાવ્યા મુજબ, બે દિવસમાં નગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં રોકાયેલા કર્મચારીઓની ટ્રેનિંગ આપવાની હોવાથી BV પટેલ હાઈસ્કૂલ ખાતે ખંભાત નગરપાલિકામાં રોકાયેલા કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ખંભાત નગરપાલિકાના નવ વોર્ડની ચૂંટણીમાં 66 જેટલા બૂથની ફાળવણી કરવામાં આવી છે. જેમાં 350થી વધુ કર્મચારીઓ ચૂંટણી કામગીરીમાં રોકાયેલા છે. જેમાંથી પરિસાઈડીંગ ઓફિસર આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર મહિલા પોલીંગ જોનલ આસિસ્ટન્ટ ઝોનલ માસ્ટર ટ્રેનર રીસીવિંગ સેન્ટર ઉપર રોકાયેલા કર્મચારીઓનો આમાં સમાવેશ થાય છે.

ચૂંટણી માટે કર્મચારીઓની ટ્રેનિંગ

વિવિધ કામગીરીઓ અંગે ટ્રેનિંગ

માસ્ટર ટ્રેનર અંકિત બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, તારીખ 28 ફેબ્રુઆરી 2020 ના રોજ નગરપાલિકા તથા તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાનાર હોય જેમાં સવારે સાતથી 6 સુધી મતદાન કરવાનું રહેશે. પાવર માસ્ટર ટ્રેનરે ટ્રેનિંગ લેવા આવનાર કર્મચારીઓને આગામી ચૂંટણીના અગાઉના દિવસની કામગીરી, ચૂંટણી અગાઉના દિવસે મતદાન મથકે પહોંચ્યા પછીની કામગીરી, ચૂંટણીના દિવસની કામગીરી, કામગીરી નિયંત્રણ એકમને સીલ કરવાની કામગીરી, મતદાન સમયની કામગીરી જેમાં પ્રથમ મતદાન અધિકારી, બીજા પોલીંગ અધિકારી, ત્રીજા પોલીસ અધિકારી તથા મતદાન મથકના પ્રમુખ અધિકારીને કઈ કામગીરી બજાવવાની છે. તેમજ ચૂંટણીના દિવસે મતદાર અધિકારીઓ પાસેથી જે સામગ્રી મેળવવાની છે. ત્યારબાદ મતદાન પૂર્ણ કરવા સમયની કામગીરી અંગે વિસ્તૃતમાં સમજ આપી હતી.

ચૂંટણી માટે કર્મચારીઓની ટ્રેનિંગ

ABOUT THE AUTHOR

...view details