ગુજરાત

gujarat

આણંદ: સરદાર પટેલ યુનિવર્સિટીમાં ટેકનિકલ ખામીના કારણે 101 વિદ્યાર્થીઓના PHDમાં પ્રવેશ રદ થયા

By

Published : Dec 2, 2020, 6:29 PM IST

આણંદના વલ્લભ વિદ્યાનગરમાં આવેલી સરદાર પટેલ યુનિવર્સિટીમાં વર્ષ 2020-21 માં PHDમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભર્યા હતા, જેમાંથી PHD માટે એમ.ફિલ અને નેટ સ્લેટની પરીક્ષા પાસ કરેલા 101 વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હોવા છતાં સર્વરની ટેકનિકલ ખામીના કારણે તેમને ઓનલાઇન દર્શાવતા ન હોવાનો આક્ષેપ કર્યો હતો. આ અંગે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના કુલપતિ શિરીષ કુલકર્ણીને લેખિતમાં રજૂઆત કરવા છતાંય કોઈ કાર્યવાહી ન થતા ઢીલી નીતિના આક્ષેપ સાથે સિન્ડિકેટના સભ્યોએ આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહીની માગ કરી હતી.

સરદાર પટેલ યુનિવર્સિટીમાં ટેકનિકલ ખામીના કારણે 101 વિદ્યાર્થીઓના PHDમાં પ્રવેશ રદ થયા
સરદાર પટેલ યુનિવર્સિટીમાં ટેકનિકલ ખામીના કારણે 101 વિદ્યાર્થીઓના PHDમાં પ્રવેશ રદ થયા

  • સરદાર પટેલ યુનિવર્સિટીમાં 101 વિદ્યાર્થીઓના PHD પ્રવેશ રદ થયા
  • ટેકનિકલ ખામીના કારણે વિદ્યાર્થીઓના એડમિશન રદ થતાં આવેદનપત્ર
  • અપલોડ કરેલા ડોક્યુમેન્ટ સર્વર પર ન દેખાયા
    સરદાર પટેલ યુનિવર્સિટીમાં ટેકનિકલ ખામીના કારણે 101 વિદ્યાર્થીઓના PHDમાં પ્રવેશ રદ થયા

આણંદ: વલ્લભ વિદ્યાનગરમાં આવેલી સરદાર પટેલ યુનિવર્સિટીમાં PHDની પ્રવેશ પ્રક્રિયાઓ યોજવા માટે ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ, એડમીશન ડિટેલ્સ વગેરે ઓનલાઈન મંગાવવામાં આવ્યા હતા, પરંતુ વિદ્યાર્થીઓના જણાવ્યાનુસાર 101 વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી પણ સર્વરમાં ખામીના કારણે દેખાયા ન હતા. આથી તમામ 101 વિદ્યાર્થીઓના એડમિશન રદ થતા આ વિદ્યાર્થીઓએ કુલપતિને આવેદન આપી યોગ્ય કાર્યવાહી કરવા માટે માગણી કરી હતી.

સરદાર પટેલ યુનિવર્સિટીમાં ટેકનિકલ ખામીના કારણે 101 વિદ્યાર્થીઓના PHDમાં પ્રવેશ રદ થયા

ઓનલાઈન સિસ્ટમ યોગ્ય રીતે કાર્યરત નથી: કુલપતિ

સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર શિરીષ કુલકર્ણીએ PHD માટે 101 વિદ્યાર્થીઓની એપ્લિકેશન સબમિટ ન થયાની રજૂઆત સંદર્ભે જણાવ્યું હતું કે ગત વર્ષે પણ 200 ઉપરાંત વિદ્યાર્થીઓના ઓનલાઇન ડૉક્યુમેન્ટ સબમીટ કર્યા હતા, પરંતુ તેમની અરજી યુનિવર્સિટી દ્વારા ફગાવી દેવામાં આવી હતી. આ વર્ષે યુનિવર્સિટીની ઓનલાઈન સિસ્ટમ યોગ્ય રીતે કાર્યરત નથી, જેથી PHD પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કર્યા બાદ તાજેતરમાં જ 634 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આથી વિદ્યાર્થીઓને સર્વર અંગેની ફરિયાદ માન્ય રાખી શકાય નહી. છતાં પણ યુનિવર્સિટીના કોમ્પ્યુટર વિભાગના હેડ સાથે આ વિદ્યાર્થીઓની મુલાકાત કરાવીને સંભવિત ખામી ક્યાંથી હતી તે અંગે સ્પષ્ટતા દર્શાવવામાં આવશે તેવી હૈયાધારણા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે આપી હતી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે PHD જેવા ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓ દ્વારા પણ જો આ પ્રકારની ભૂલ કરવામાં આવે તો તે યોગ્ય માની શકાય નહીં, જ્યારે ફક્ત બારમું ધોરણ પાસ થયેલા વિદ્યાર્થીઓ ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયામાં સફળતાપૂર્વક ડોક્યુમેન્ટ મૂકી શકતા હોય તો PHDના વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારની ચૂક ચલાવી લેવા જેવી ન ગણાય.

સરદાર પટેલ યુનિવર્સિટીમાં ટેકનિકલ ખામીના કારણે 101 વિદ્યાર્થીઓના PHDમાં પ્રવેશ રદ થયા

ABOUT THE AUTHOR

...view details