ગુજરાત

gujarat

અમરેલીના શિયાળબેટમાં વાવાઝોડાને કારણે તૂટેલી પાઈપલાઈન રીપેર ન થતાં લોકો પીવાના પાણીથી વંચિત

By

Published : Jul 24, 2021, 10:56 PM IST

Amreli News

અમરેલીના શિયાળબેટમાં વાવાઝોડાને કારણે પીવાના પાણીની પાઈપલાઈન (Drinking water pipeline) તૂટી જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. લોકો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યાં છે. જેના કારણે લોકોને જૂના કૂવામાંથી દોરડા સીંચીને પાણી લેવું પડે છે.

  • શિયાળબેટમાં વાવાઝોડાને કારણે તૂટી પાઈપલાઈન
  • પાઈપલાઈન રીપેર ન થતાં લોકો પીવાના પાણીથી વંચિત
  • શિયાળબેટના લોકો જૂના કુવામાંથી દોરડા વડે પાણી ઉલેચવા મજબૂર

અમરેલી: જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ગામે વાવાઝોડામાં પીવાના પાણીની પાઈપલાઈન (Drinking water pipeline) તુટી ગઈ હતી. જેના કારણે લોકોને પીવાનું પાણી મળતું નથી અને લોકો ગામના જૂના કુવામાંથી દોરડા વડે પાણી ઉલેચવા મજબૂર બન્યા છે. આ અંગે આગેવાનોએ મુખ્યપ્રધાનને રજૂઆત કરી છે. બે દિવસમાં પાણી પુરવઠાપ્રધાન (Minister of Water Supply) શિયાળબેટની મુલાકાત (visit) લે તેવી સંભાવના જોવા મળી રહી છે.

આ પણા વાંચો: પોરબંદર કડિયાપ્લોટ વિસ્તારમાં 20 દિવસથી પીવાના પાણીની પાઈપલાઈન તુટી, તંત્ર બેખબર

ગ્રામજનો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે

વાવઝોડા દરમિયાન શિયાળબેટમાં આવતી પીવાના પાણીની પાઈપલાઈન (Drinking water pipeline) તૂટી પડી હતી. તેનું આજ દિન સુધી સમારકામ કરવામાં આવ્યું નથી. જેના કારણે ગ્રામજનો પીવાના પાણી (drinking water) માટે વલખા મારી રહ્યા છે. આ ઉપરાંત લોકો પોતાની તરસ છીપાવવા માટે ગામના જૂના કૂવામાંથી પાણી સિંચવા મજબૂર બન્યા છે.

આ પણા વાંચો: સુરતમાં ઉધનામાં પાણીની પાઈપલાઈનની સફાઈના કારણે રસ્તા પર હજારો લીટર પાણી ભરાયું

ગ્રામજનોએ પૂર્વ ધારાસભ્ય હિરાભાઈ સોલંકીને રજૂઆત કરી

આગામી દિવસોમાં શિયાળબેટ ગામમાં ખારવા સમાજના લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં સમયસર પાઈપલાઈનનું સમારકામ નહી થાય તો લોકોને મુશ્કેલી વેઠવી પડશે. પાઈપલાઈનના રીપેરીંગ માટે ગ્રામજનોએ પૂર્વ ધારાસભ્ય (Ex. MLA) હિરાભાઈ સોલંકીને રજૂઆત કરી હતી. આમ પાઇપલાઇન રીપેર કરી પાણી આપવા માગ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details