ગુજરાત

gujarat

Amreli Rain: અમરેલીમાં સતત આઠ દિવસથી વરસાદી માહોલ, ખેતી પાકને મળ્યું નવું જીવનદાન

By ETV Bharat Gujarati Team

Published : Sep 26, 2023, 6:42 AM IST

અમરેલી જીલ્લામાં સતત આઠ દિવસથી પડી રહેલા વરસાદને કારણે ખેતીના પાકોને નવું જીવનદાન મળ્યું છે. રાજુલા, જાફરાબાદ, ખાંભા, ધારી વિસ્તારના ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થયો છે. ઉલ્લેખનીય છે કે વરસાદે વિરામ લેતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો હતો.

agricultural-crops-got-a-new-lease-of-life-due-to-rains-falling-for-eight-consecutive-days-in-amreli-district
agricultural-crops-got-a-new-lease-of-life-due-to-rains-falling-for-eight-consecutive-days-in-amreli-district

અમરેલીમાં સતત આઠ દિવસથી વરસાદી માહોલ

અમરેલી:રાજ્યભરમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. રાજ્યના અનેક વિસ્તારમાં હવામાન વિભાગ દ્વારા હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને પગલે સમગ્ર અમરેલી જિલ્લામાં છેલ્લા 8 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે બપોર બાદ ખાંભા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાંભામા ભારે વરસાદ આવતા 2 ઇંચ વરસી ગયો હતો.

ખેતી પાકને મળ્યું નવું જીવનદાન

ખાંભા વિસ્તારમાં ભારે વરસાદ: અમરેલી ખાંભાના ગીર વિસ્તારોમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘો ધોધમાર વરસતા ભારે વરસાદ બાદ ઠેર-ઠેર પાણી ભરાયા હતા. સાથે ઘણા વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું હતું. ખાંભા શહેરમાં રોડ રસ્તા પર પાણી ફરી વળ્યાં હતી. તેમજ ખાંભાની ધાતરવડી નદીમાં ફરી નવા નીરની આવક જોવા મળી હતી. ગામડાના ચેકડેમો અને તળાવોમાં ફરી નવા નીર આવ્યા હતા.

રસ્તા પર પાણી ફરી વળ્યા:રાજુલા તાલુકાના ચોત્રા ગામમાં અનરાધાર 2 કલાક વરસાદ ખાબકતા રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. જાફરાબાદ અને સાવરકુંડલા તાલુકાના કેટલાક ગામડામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ધારીના ગોપાલ ગ્રામ, દહીડા, ખીચા સહિત ગામડામાં વરસાદ ધીમીધારે જોવા મળ્યો હતો. વડીયાના મોરવાડા, ખડખડ, બાવળ બરવાળા, બાટવા દેવળી, સહિત ગામડામાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો.

ખેડૂતોને મોટો ફાયદો: શરૂઆતી વરસાદ બાદ જયારે ખેડૂતો ચિંતાતુર બન્યા હતા પરંતુ હાલ થોડા દિવસોથી વરસાદના આગમનથી ખેડૂતોને મોટો ફાયદો થયો છે. છેલ્લા 8 દિવસથી પડી રહેલા વરસાદના કારણે રાજુલા, જાફરાબાદ, ખાંભા, ધારી વિસ્તારના ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થયો છે. ખેતી પાકને જીવનદાન મળ્યું છે. મોટાભાગના પાકો માટે આ વરસાદ આશીર્વાદ રૂપ સાબિત થયો હોવાને કારણે ખેડૂતોને રાહત મળી છે.

  1. Ukai Dam water Increase : ઉકાઈ ડેમમાં ફરી પાણીનો આવરો વધ્યો, ડેમ સપાટી ભયજનક સપાટીથી એક જ ફૂટ ઓછી
  2. Inauguration of Six Lane Overbridge at Rajkot : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલએ માધાપર ચોકડી પર સિક્સલેન ઓવરબ્રિજનું ઇ-લોકાર્પણ કર્યું

ABOUT THE AUTHOR

...view details