ગુજરાત

gujarat

રાજ્યમાં સુરત અને અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા

By

Published : Mar 21, 2021, 9:49 PM IST

ગુજરાતમાં કોરોનાના કારણે સતત ચિંતામાં વધારો થઈ રહ્યો છે, તો આજે ફરી 1500થી વધારે કેસ સામે આવ્યા છે. રાજ્યના સુરત અને અમદાવાદમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે.

રાજ્યમાં સુરત અને અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા
રાજ્યમાં સુરત અને અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા

  • ગુજરાતમાં કોરોનાની વધી રહી છે રફ્તાર
  • અમદાવાદમાં 443 કેસ, ગ્રામ્યમાં 8 કેસ નોંધાયા
  • સુરતમાં 405 કેસ, ગ્રામ્યમાં 105 કેસ

અમદાવાદઃ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં કોરોનાના કેસમાં વધારો થતા કોરોના ટેસ્ટિંગ ડોમમાં પણ રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવવા માટે લાંબી લાઈનો લાગી રહી છે. શહેરીજનો મોટી સંખ્યામાં કોરોનાના ટેસ્ટ કરાવવા માટે બહાર નીકળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ટેસ્ટિંગ ડોમ પર લાગેલી લાઈનો જ શહેરની વાસ્તવિક્તા બતાવી રહી છે. હાલમાં અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1 હજારને પાર પહોંચી ગયો છે. ગુજરાતમાં કોરોના વાઇરસના કારણે સતત ચિંતામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે ફરી 1500થી વધારે કેસ સામે આવ્યા છે. રાજ્યના સુરત અને અમદાવાદમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે.

આપણ વાંચોઃખંભાતમાં કોરોનાથી વધુ બે લોકોનાં મોત, તાત્કાલિક ધોરણે શાળાઓ બંધ કરવા વાલીઓની માંગ

ભારતમાં દરરોજ નવો રેકૉર્ડ બનાવી રહ્યો છે કોરોના

કોરોનાના કેસમાં ફરી વધારો થઇ રહ્યો છે. રવિવારની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના 43,846 કેસ સામે આવ્યા છે. આ વર્ષના સૌથી મોટા દૈનિક આંકડા છે. સાથે જ દેશમાં એક્ટિવ કેસ 3 લાખને પાર પહોંચી ચૂક્યા છે. છેલ્લા 10 દિવસમાં 197 મોતની સાથે મૃતકોની સંખ્યા વધીને 1,59,755 પર પહોંચી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 22,956 લોકો સ્વસ્થ થવાની સાથે દેશનો રિકવરી રેટ 96.12 ટકા નોંધાયો છે, અત્યાર સુધીમાં કુલ 11,130,288 લોકો દેશભરમાં સાજા થયા છે. ત્યારે, ભારતમાં કોરોના વાઇરસના વધતા ખતરાને જોતા કેન્દ્ર સરકારે કોરોના વેક્સિનના 12 કરોડ ડોઝનો ઓર્ડર આપી દીધો છે.

સુરત અને અમદાવાદમાં કોરોનાનો હાહાકાર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. સુરત શહેરમાં 405 કેસ અને ગ્રામ્યમાં 105 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 443 નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 8 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 112 કેસ, જ્યારે ગ્રામ્યમાં 20 કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં 109 કેસ અને ગ્રામ્યમાં 21 કેસ નોંધાયા છે.

ABOUT THE AUTHOR

...view details