ગુજરાત

gujarat

વિદેશી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પહેલી પસંદ GTU ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટી

By

Published : Nov 11, 2021, 2:25 PM IST

વિદેશી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પહેલી પસંદ GTU ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટી
વિદેશી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પહેલી પસંદ GTU ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટી

ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીએ સારી સવલતો મળતા કેન્દ્ર સરકારની સ્કોલરશિપ(Central Government Scholarship) અંતર્ગત સરકારી યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. જ્યારે ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન અંતર્ગત 2021-22માં ગુજરાતમાં 324 વિદેશી વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. જ્યારે અગાવ 2019-20માં વિદેશથી આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 120 હતી. જો કે, સૌથી વધુ વિદ્યાર્થીઓએ GTUમાં પ્રવેશ લે છે પરતું GTU બાદ ગુજરાત યુનિવર્સિટીમાં(Gujarat University) પ્રવેશ મેળવે છે.

  • વિદેશી વિદ્યાર્થીઓની પહેલી પસંદ ગુજરાત બન્યું
  • GTUમાં સૌથી વધુ વિદેશી વિદ્યાર્થી, ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીામં
  • વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધતી જાય છે

અમદાવાદઃ ICCR(ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ) અંતર્ગત કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત દર વર્ષે વિવિધ 60 જેટલા દેશોના વિદ્યાર્થીઓ ગુજરાતમાં અભ્યાસ(Study in Gujarat) માટે આવે છે. જ્યારે તમામ વિદ્યાર્થીઓની ફી કેન્દ્ર સરકાર સ્કોલરશિપ રૂપે આપે છે. ગુજરાતના શિક્ષણ અને સંસ્થાઓની સુવિધાને કારણે વિદેશથી આવનારા વિદ્યાર્થીઓની પહેલી પસંદ ગુજરાત બની રહ્યું છે. આ વર્ષે આફ્રિકન દેશો ઉપરાંત અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવશે. જ્યારે સૌથી વધુ વિદ્યાર્થીઓએ GTU કોલેજોની પસંદગી કરે છે. ત્યારે આવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં હજુ પણ વધારો થઇ શકે તેવી શક્યતા છે.

GTUમાં ચાલુ શૈક્ષણિક વર્ષે 1240 વિદેશ વિદ્યાર્થીઓની અરજી આવી

GTUના કુલપતિ નવીન શેઠે જણાવ્યું હતું કે, GTUમાં ચાલુ શૈક્ષણિક વર્ષે વિવિધ એન્જિનિયરિંગ બ્રાન્ચમાં એડમિશન માટે વિદેશના 1240 વિદ્યાર્થીઓની અરજી આવી છે જે ગયા વર્ષે આ સંખ્યા માત્ર 200 હતી.

વિદેશી વિદ્યાર્થીઓ ગુજરાતને પસંદ કરવાનું કારણ

ICCRના રિજનલ ડાયરેકટર જિગર ઇનામદારે જણાવ્યું હતું કે, અન્ય રાજ્યોની તુલનામાં વિદેશી વિદ્યાર્થીઓને અહીંયા સારી સુવિધા મળે છે. જ્યારે વિદેશી વિદ્યાર્થીઓને ગુજરાતમાં સલામતી પણ સારી મળે છે. તેમજ યુનિવર્સિટીઓમાં(Gujarat University) શિક્ષણ પણ સારું આપવામાં આવે છે. તેથી જ વિદેશી વિદ્યાર્થીઓ ગુજરાતને પેહલા પસંદ કરે છે.

કઈ યુનિવર્સિટીમાં કેટલા વિદેશી વિદ્યાર્થીઓ

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત- 0

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી- 107

ગુજરાત યુનિવર્સિટી- 82

હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી - 6

આઇઆઇટી ગાંધીનગર- 1

MS યુનિવર્સિટી ઓફ વડોદારા- 80

NFS યુનિવર્સિટી- 29

એનઆઇટી સુરત- 0

સરદાર પટેલ યુનિ- 8

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી- 1

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી- 10

GTUમાં સંસ્કૃત ભાષા પણ શીખવાડવામાં આવશે

GTUમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થશે કરણ કે હવે GTUમાં સંસ્કૃત ભાષા પણ શીખવાડવામાં આવશે. જ્યારે હવે આગામી સમયમાં વિદેશી વિદ્યાર્થીઓ ગુજરાતમાં અભ્યાસ કરવા માટે પ્રેરાઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ તમામ અફઘાન વિદ્યાર્થી અહીં સુરક્ષિત છે : GTU કુલપતિ નવીન શેઠ

આ પણ વાંચોઃ ભારતીય પ્રાચીન સંસ્કૃત્તિ , ઈતિહાસ અને ભારતીય વારસા ભણશે વિદેશીઓ, ભારત સહિત અન્ય 5 દેશોમાંથી કુલ 889 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો

ABOUT THE AUTHOR

...view details