ગુજરાત

gujarat

ગટરમાં દારૂ, બુટલેગરની ટેકનીક જોઈ તમે પણ રહી જશો દંગ

By

Published : Dec 24, 2022, 11:00 PM IST

ગટરમાં દારૂ, બુટલેગરની ટેકનીક જોઈ તમે પણ રહી જશો દંગ

અમદાવાદની સરખેજ પોલીસે ગટરમાંથી દારૂનો જથ્થો (sewers Liquor caught in Ahmedabad) ઝડપી પાડ્યો છે. પોલીસે ગટરમાં છુપાવેલી દારૂની 189 બોટલો સાથે એક યુવકની પણ ધરપકડ કરી છે. આરોપીની પુછપરછમાં જાણવા મળ્યું કે, આરોપીઓએ બે દિવસ પહેલા દારૂ લાવીને ગટરમાં સંતાડ્યો હતો. (Sarkhej sewers Liquor caught)

સરખેજમાં ગટરમાંથી દારુ પકડાયો

અમદાવાદ : અત્યાર સુધી દારૂની હેરાફેરી કે પછી દારૂની છુપાવવા માટે અવનવા (sewers Liquor caught in Ahmedabad) પેંતરાઓ બુટલેગરો અજમાવતા હતા, ત્યારે આ વખતે બુટલેગરોએ દારૂની સાચી જગ્યા એટલે કે ગટરમાં તેને સંતાડ્યો હોવાનું સામે આવ્યું છે. સરખેજ પોલીસે ગટરમાં છુપાવેલી દારૂની 189 બોટલો સાથે એક યુવકની ધરપકડ કરી છે. (Ahmedabad Crime News)

આ પણ વાંચોભુજ એ ડિવિઝન ક્રાઈમ બ્રાન્ચે દારૂ સાથે એકને ઝડપી પાડયો

શું છે સમગ્ર મામલો સરખેજ પોલીસ સ્ટેશનના PI વી.જે ચાવડા તેમજ PSI ડી.પી સોલંકીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી હકીકતના આધારે સરખેજમાં SG હાઈવે પર રામદેવ હોટલની પાછળ ધનંજય ક્રિકેટ મેદાન સામે આવેલ ખુલ્લી જગ્યામાં ગટર લાઈનમાં ઢાંકણાની નીચેથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ મામલે સરખેજના રવિરાજસિંહ રાઠોડ નામના એક યુવકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂ પહોંચાડનાર નિતેશ ઉર્ફે રોહિત નામના આરોપીને વોન્ટેડ જાહેર કરી તેને પકડવા માટે પોલીસે ટીમો કામે લગાડી છે. (Sarkhej sewers Liquor caught)

આ પણ વાંચોદારુએ ભૂલાવ્યું ભાન: છોટા ઉદેપુરમાં દારૂ માટે પૈસાની ના પાડતાં કરી હત્યા

બે દિવસ પહેલા દારૂ સંતાડ્યો આરોપીની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે, બે દિવસ પહેલા જ ગટરમાં દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. જોકે આ ગુનામાં વોન્ટેડ આરોપી પકડાય પછી દારૂની હેરાફેરી અને આ ગુના અંગે વધુ ખુલાસાઓ સામે આવશે. આ અંગે સરખેજ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસ સ્ટેશનના PI વી.જે ચાવડાએ ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આરોપીઓએ બે દિવસ પહેલા દારૂ લાવીને સૂમસાન જગ્યામાં ગટરમાં સંતાડી દીધો હતો. જો કે આ ગુનામાં વોન્ટેડ આરોપી પકડાયા પછી વધુ ખુલાસાઓ સામે આવશે. (Sarkhej police seized liquor from gart)

ABOUT THE AUTHOR

...view details