ગુજરાત

gujarat

Gujarat ATS: ઝડપાયેલા આતંકીઓના પ્લાનનો પર્દાફાશ, કાશ્મીરમાં ISKP ક્નેક્શન ખુલ્યું

By

Published : Jun 10, 2023, 1:06 PM IST

Updated : Jun 10, 2023, 1:46 PM IST

Gujarat ATS: શું હતો પોરબંદરમાંથી ઝડપાયેના આતંકીઓનો પ્લાન, પૂછપરછમાં થયો મોટો ખુલાસો
Gujarat ATS: શું હતો પોરબંદરમાંથી ઝડપાયેના આતંકીઓનો પ્લાન, પૂછપરછમાં થયો મોટો ખુલાસો

સુરત અને પોરબંદરમાંથી ગુજરાત ATS દ્વારા ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્રાસવાદી સંગઠન સાથે જોડાયેલા ચારેય કોઈ મોટા પ્લાનને અંજામ આપવાની ફિરાકમાં હતા. ગુજરાત ATS દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. ચારેયનુ ત્રાસવાદી સંગઠન ISKP સાથે કનેક્શન મળી આવ્યું હતું. કાશ્મીરમાંથી હેન્ડલર તેમને આદેશ આપતો હતો.

અમદાવાદ/ પોરબંદરઃસુરત અને પોરબંદરમાંથી ત્રાસવાદી સંગઠન સાથે જોડાયેલા ચાર વ્યક્તિઓની ધરપકડ ગુજરાત ATSએ કરી હતી. જેમાં ચારેય કોઈ મોટા પ્લાનને અંજામ આપવાની ફિરાકમાં હતા. પોરબંદરના દરિયાકાંઠેથી તેઓ અફઘાનિસ્તાન ભાગવાના પ્લાન હતા. આ અંગેના ચોક્કસ ઈનપુટ ગુજરાત ATSને મળેલા હતા.

પૂછપરછમાં મળી માહિતી:ગુજરાત ATSને એવી વિગત પ્રાપ્ત થઈ હતી કે, ચારેય શખ્સો પોરબંદર રેલવે સ્ટેશનની આસપાસ છે. રેલવે સ્ટેશન પરથી સમગ્ર ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ ચારેય શખ્સોમાં ઉબેદ નાસિર, હનાન હૈયાત શોલ, હજીમ શાહની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ હેન્ડલર અમઝા દ્વારા કટ્ટરપંથી બની ગયા હતા. એ પછી તેઓ ISKP માં જોડાયા હતા. આ શખ્સોની પૂછપરછમાંથી જાણવા મળ્યું હતું કે, ઝુબેર અને સુમેરાબાનું બન્ને ISKPના સભ્ય છે. જ્યારે સુમેરા સુરતમાં રહેતી હતી.

આ હતો આતંકીઓનો પ્લાન:પોરબંદરથી પકડાયેલા આરોપીઓ મૂળ કાશ્મીર શ્રીનગરના રહેવાસી છે. જેઓની તપાસ કરતા ડેટા, લેપટોપ, ફોન, ટેબલેટ, છરી, જેવી વસ્તુઓ મળી આવી હતી. આ ઉપરાંત ISKPના બેનર, ફોટા, કાશ્મીરી યુવકના વીડિયો તેમનો ઉલ્લેખ કરતી ફાઈલ જોવા મળી હતી. હેન્ડલર હમઝાએ એમને જણાવ્યું હતું કે, ભાગવા માટે પોરબંદર પહોંચવાનું છે. ત્યાંથી તેઓ મજૂર તરીકે ફિશિંગ બોટમાં નોકરીમાં રહેવાના હતા. બોટના કેપ્ટનનો ઉપયોગ કરીને પૂર્વ નિર્ધારિત GPSના લોકેશન સુધી પહોંચવાના હતાં. પછી નકલી પાસપોર્ટ પણ આપવાનો હતો. જેનો ઉપયોગ કરીને તેઓ હેરાત થઈને ખોરાસન પહોંચવાના હતાં. પછી તેઓ અફઘાનિસ્તાન જવાના હતા.

કાશ્મીરનો હતો હેન્ડલર: ATS દ્વારા 4 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. એ તમામ એકબીજા સાથે છેલ્લા ઘણા સમયથી સંપર્કમાં હતા. આ માહિતીના આધારે ગુજરાત ATS ની એક ટીમ સુરત પહોંચી હતી. પછી યોજના તૈયાર કરીને સુમેરાબાનુના ઘરે પોલીસે દરોડા પાડ્યા હતા. મહિલાના આખા ઘરમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. પૂછપરછમાં તેમણે ખુલાસો કર્યો હતો કે, તે કાશ્મીરમાં રહેલા હેન્ડલરના સંપર્કમાં રહી હતી. ઝુબેર કાશ્મીરનો રહેવાસી છે. એના ઘરેથી ISKPની લેખિત સામગ્રી મળી આવી છે. ઝુબેર મુનશીની તપાસ ચાલુ છે.

  1. Gujarat ATS: ATS નું પોરબંદર-સુરતમાં મોટું ઓપરેશન, સુરતમાંથી એક મહિલાનું IS ક્નેક્શન મળ્યું
  2. Gujarat ATS Operation : ગેરકાયદે ખનીજ ચોરી કરતાં 6 આરોપી હથિયારોના જથ્થા ઝડપાયાં, ગુજરાત એટીએસની કાર્યવાહી
Last Updated :Jun 10, 2023, 1:46 PM IST

ABOUT THE AUTHOR

...view details