ગુજરાત

gujarat

Independence Day: પોલીસ હેડક્વાર્ટર ખાતે સ્વતંત્રતા દિવસ ઉજવાયો, ઇસ્કોન બ્રિજના મૃતકોના પરિવારજનોને સહાયના અપાયા ચેક

By

Published : Aug 18, 2023, 4:01 PM IST

અમદાવાદ સહીત દેશભરમાં આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.તેવામાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ મલિક સહિત શહેરના ઉચ્ચ આઈપીએસ અધિકારી અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પોલીસ હેડક્વાર્ટર ખાતે સ્વતંત્રતા દિવસ ઉજવાયો, ઇસ્કોન બ્રિજના મૃતકોના પરિવારજનોને સહાયના અપાયા ચેક
પોલીસ હેડક્વાર્ટર ખાતે સ્વતંત્રતા દિવસ ઉજવાયો, ઇસ્કોન બ્રિજના મૃતકોના પરિવારજનોને સહાયના અપાયા ચેક

પોલીસ હેડક્વાર્ટર ખાતે સ્વતંત્રતા દિવસ ઉજવાયો

અમદાવાદ:અમદાવાદની સાથે દેશભરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાઈ હતી. ત્યારે અમદાવાદમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શહીદ વીરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમજ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મોતને ભેટેલા લોકોના પરિવારજનોને સરકાર દ્વારા જાહેર કરેલી આર્થિક સહાય ચેક પણ વિતરણ કરવામાં આવ્યા હતા.


"આજે ભારત આઝાદ થયો તેના 77 વર્ષ પૂર્ણ થયા છે. રાષ્ટ્રપતિ દ્વારા આજે શહેરના અનેક અધિકારીઓની ઉત્કૃષ્ટ કામગીરી માટે સન્માન કર્યું છે. સાયબર ક્રાઇમ નાં ગુનાઓ વધ્યા છે, જેને પહોંચી વળવા શહેર પોલીસ કામગીરી કરી રહી છે. શહેરમાં વસ્તી વધારાના કારણે ટ્રાફિકની સમસ્યા ઉભી થઇ છે, ટ્રાફિકની સમસ્યા માટે વિશેષ કામગીરી કરાઇ રહી છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં શહેર પોલીસ ઝડપી કામગીરી કરી છે. પોલીસે નિયમો પાળી લોકોને નિયમો પાળવા અનુરોધ કરવો જોઈએ. આગામી સમયમાં ગણેશ મહોત્સવ, નવરાત્રી, ક્રિકેટ મેચ આવી રહી છે. તે પણ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેવા પ્રયાસ રહેશે"--જી.એસ મલિક, (પોલીસ કમિશનર, અમદાવાદ)

3 પોલીસ જવાનો બેભાન: 15મી ઓગસ્ટની ઉજવણી ગાંધીનગરમાં પણ કરવામાં આવી હતી. પોલીસ પરેડમાં હાજર રહેલા 3 જવાનો ભારે બફારાને કારણે ઢળી પડ્યા હોવાની માહિતી મળી હતી. હાજર રહેલા અધિકારીઓએ તાત્કાલિક ધોરણે પાણીની વ્યવસ્થા કરી હતી. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. ગાંધીનગર જિલ્લા કક્ષાની 15મી ઓગસ્ટની ઉજવણી રામકથા મેદાનમાં કરવામાં આવી હતી. જેમાં રાજ્ય કક્ષાના પ્રધાન મુકેશ પટેલ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા.

  1. Independence Day 2023: 2047માં જ્યારે તિરંગો ફરકાવશે ત્યારે તે વિકસિત ભારતનો હશે - PM મોદી
  2. Independence Day 2023: સ્વતંત્રતા દિવસ પર દર વર્ષે અલગ લુકમાં દેખાય છે PM, જાળવી રાખી સાફાની પરંપરા
  3. Independence Day 2023: PM મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, મહાત્મા ગાંધીને આપી શ્રદ્ધાંજલિ

ABOUT THE AUTHOR

...view details