અમદાવાદઃ રાજ્યમાં ગરમીની સિઝનની શરૂઆત થઇ છે. ત્યારે બીજી બાજુ અમદાવાદ શહેરમાં પાણીજન્ય અને મચ્છર જન્ય(Increase disease in Ahmedabad) રોગના કેસમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.
મચ્છરજન્ય રોગની પ્રમાણ વધ્યું -અમદાવાદ શહેરમાં મચ્છર જન્ય રોગનું(Mosquito borne disease)પ્રમાણ ગત વર્ષ કરતા વધારે જોવા મળી રહ્યો છે. જેમ સાદા મેલેરિયાના કેસોમાં 15 કેસ, ઝેરી મેલેરિયા કેસમાં, 3 ડેન્ગ્યુના કેસ 29 અને ચિકનગુનિયા કેસ 95 જેટલા કેસ નોંધાયા છે. માર્ચ મહિના સુધીમાં 36,706 જેટલા લોહીના નમુનાની તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે ડેન્ગ્યુના 800 સિરમ સેમ્પલની તપાસ કરવામાં આવી છે.