ગુજરાત

gujarat

ડ્રગ્સના ખદબદતા કાળા કારોબારમાં 5 મહિનામાં 8 મહિલાઓ સામે કાર્યવાહી

By

Published : Dec 24, 2022, 10:58 PM IST

ડ્રગ્સના ખદબદતા કાળા કારોબારમાં 5 મહિનામાં 8 રુપસુંદરીઓ સામે કાર્યવાહી
ડ્રગ્સના ખદબદતા કાળા કારોબારમાં 5 મહિનામાં 8 રુપસુંદરીઓ સામે કાર્યવાહી

અમદાવાદમાં સફેજ ડ્રગ્સના કાળા કારોબારમાં છેલ્લા પાંચ મહિનામાં 8 મહિલાઓ (Drugs case in Ahmedabad) ઝડપાઈ છે. ઉલ્લેખનીય છે કે, શૈક્ષણિક સંસ્થાઓમાં યુવાધનમાં ડ્રગ્સનું (Ahmedabad Crime News) ચલણ વધારવા માટે યુવતીઓ શરીરને પણ અર્પણ કરી દેતી હોય છે. (Women peddlers Drugs case in Ahmedabad)

અમદાવાદ : શહેર સહિત ગુજરાતમાં દિવસેને દિવસે ડ્રગ્સનો કાળો કારોબાર (Ahmedabad Crime News) વધતો જતો હોય તેવું સામે આવ્યું છે. પોલીસ પણ સફેદ પાવડરના કાળા કારોબારમાં સામેલ આરોપીઓને પકડવાની કામગીરી કરી રહી છે. ત્યારે અત્યાર સુધી ડ્રગ્સના ધંધામાં પુરુષ આરોપીઓની સંડોવણી હોવાનું સામે આવતું હતું, પરંતુ હવે ડ્રગ્સના કાળા વેપારમાં મહિલાઓનો દબદબો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં પોલીસે ડ્રગ્સ પેડલર કે ડ્રગ સપ્લાયર અનેક મહિલાઓની ધરપકડ કરી છે. ડ્રગ્સની નાબૂદી માટે કામ કરતી શહેર SOG ક્રાઈમની ટીમે છેલ્લા છ મહિનામાં આઠ જેટલી મહિલા ડ્રગ્સ સપ્લાયરની ધરપકડ કરી છે. એટલે કહી શકાય કે દર મહિને એક મહિલા ડ્રગ્સ પેટલર ઝડપાય છે. (drugs case news)

અમદાવાદથી હરપ્રિત કૌર સહોતાસૌપ્રથમ વાત કરીએ તો 21 જુલાઈ 2022 ના રોજ અમદાવાદના SG હાઇવે પરથી SOG ક્રાઈમે 15 ગ્રામ 570 મિલિગ્રામ MD ડ્રગ્સ અને કાર સહિત 7,56,000 ના મુદ્દામાલ સાથે હરપ્રીતકૌર સહોતા નામની 32 વર્ષીય ચાંદખેડાની યુવતીની ધરપકડ કરી હતી. જે યુવતી પોતે ડ્રગ્સની બંધાણી હોવાનું સામે આવ્યું હતું. (drugs case in gujarat)

સોલૈયામાલ, શેલબી અને પૂજાજેના બીજા જ દિવસે 22 જુલાઈ 2022ના રોજ અમદાવાદ શહેરના ઘંટાકર્ણ માર્કેટના ગેટથી થોડે દૂર કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિરના ખાંચામાંથી SOG ક્રાઇમે સોલૈયામાલ સુબ્રમણ્યમ, શેલવી નાયડુ તેમજ પૂજા ગોયલ કુલ 3 મહિલાઓને 39 કિલો 600 ગ્રામ જેટલા ગાંજાના જથ્થા જેની કિંમત 3 લાખ 96 હજાર અને 7 મોબાઈલ ફોન રોકડ રકમ અને રિક્ષા સહિત 4,96,000ના મુદ્દામાલ સાથે ઝડપી હતી. બંને મહિલાઓમાંથી સોમૈયા લમાલ સુબ્રમણ્યમ તમિલનાડુની તેમજ શેલબી નાયડુ અને પુજા ગોયલ મુંબઈની રહેવાસી હોવાનું સામે આવ્યું હતું અને અમદાવાદમાં ડ્રગ્સના વેપાર માટે આવી હોવાનું ખુલ્યું હતું. (Drugs case in Ahmedabad)

અમદાવાદથી અમીનબાનું ઉર્ફે ડોન પઠાણ23 ઓગસ્ટ 2022ના રોજ શહેર SOG ક્રાઇમે કાલુપુર વિસ્તારમાં ભંડેરી પોળ નજીક વાણીયા શેરીના નાકેથી શહેરની સૌથી મોટી ડ્રગ્સ ડીલર અમીનાબાનું ઉર્ફે ડોનની ધરપકડ કરી હતી. તેની પાસેથી 31.310 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો જેની કિંમત 3,13,000થી વધુ થાય છે તે કબજે કર્યો હતો. જે મામલે પોલીસ દ્વારા AMCની મદદથી તેણે ડ્રગ્સના વેપારમાંથી મેળવેલી રકમથી બનાવેલા મકાનને પણ તોડી પાડવામાં આવ્યું હતું અને પોલીસે ઉદાહરણ રૂપ કામગીરી કરી હતી. (Ahmedabad Crime News)

આ પણ વાચોવિપક્ષનો આક્ષેપ રિવરફ્રન્ટ પર બાળકો ડ્રગ્સ લઈ રહ્યા, મેયરે કહ્યું ખોટા આક્ષેપો

અમદાવાદથી નાઝીયા શેખ22 નવેમ્બર 2022ના રોજ શહેર SOG ક્રાઇમે દાણીલીમડા વિસ્તારમાંથી ગેરકાયદેસર કફ સીરપની સીલ બંધ 25 બોટલ સાથે નાઝિયા રહીશ હુસેન શેખની ધરપકડ કરી હતી. આરોપી મહિલા પોતાના ઘરની બહાર દુકાન લગાવીને ધરાવતી કફ સીરપનું વેચાણ કરતી હોવાનું સામે આવ્યું હતું. જે મામલે SOG ક્રાઇમે દાણીલીમડામાં બેરલ માર્કેટ પાસે અબ્બાસ ટેનામેન્ટ સામેથી તેની ધરપકડ કરી હતી. (drugs rate in ahmedabad 2022)

મુંબઇની રેહનુમા ઉર્ફે સિઝા 24 નવેમ્બર 2022ના રોજ શહેરમાં ખાનપુર વિસ્તારમાં જે.પી ચોક પાસેથી SOG ક્રાઇમે રેહનુમા ઉર્ફે સીઝા અસીમખાન નામની 33 વર્ષીય મુંબઈની યુવતીની ધરપકડ કરી હતી. જેની પાસેથી MD ડ્રગ્સનો 29 ગ્રામ 680 મિલીગ્રામ જથ્થો જેની કિંમત અંદાજે ત્રણ લાખ થાય તે કબજે કર્યો હતો. પકડાયેલી યુવતી વર્ષોથી મુંબઈથી ડ્રગ્સ લાવીને અમદાવાદમાં અલગ અલગ પેડલરોને સપ્લાય કરતી હોવાનું પણ સામે આવ્યું હતું. (Drug peddlers in Gujarat)

અફસાનાબાનુ શેખ28 નવેમ્બર 2022ના રોજ અમદાવાદમાં કુબેરનગર સરદારનગર વિસ્તારમાંથી અફસાનાબાનુ શેખ નામની 27 વર્ષીય યુવતીની SOG ધરપકડ કરી હતી. તેની પાસેથી રૂપિયા 1,41,000થી વધુની કિંમતનો 14 ગ્રામ 120 મિલિગ્રામ MD ડ્રગ્સનો જથ્થો મોબાઈલ ફોન રોકડ સહિત 1 લાખ 56 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જે મામલે યુવતીની તપાસ કરતા તે ઘણા સમયથી એમની ટ્રકનો વેપાર કરતી હોવાનું કબૂલ્યું હતું. (Women drug peddlers in Ahmedabad)

મુંબઇની અમરીન ખાન9 ડિસેમ્બર 2022ના રોજ શહેર SOG ક્રાઇમે બાતમીના આધારે રામોલમાં જનતાનગર પાણીની ટાંકી પાસેથી 12 લાખ 44 હજારથી વધુની કિંમતના 124 ગ્રામ 460 મિલિગ્રામ MD ડ્રગ્સનો જથ્થો અને અન્ય વસ્તુઓ મળીને 14 લાખ 23 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જે ગુનામાં પણ મુંબઈની અમરીન ખાન નામની યુવતીનું નામ સામે આવતા પોલીસે તેને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લગાડી છે. જોકે આ ગુનામાં હજુ પણ આરોપી યુવતી પકડવાની બાકી હોય તેને પકડવા માટેના પ્રયાસો પોલીસે તેજ કર્યા છે. (Women drug peddlers in Gujarat)

આ પણ વાચોટીબીની સારવાર માટે મહિલાએ ડ્રગ્સ વેચવાનું ચાલુ કર્યું, પછી થયુ કઈક આવુ...

પરવીન બાનુ બલોચ23 ડિસેમ્બર 2022ના રોજ SOG ક્રાઇમએ જુહાપુરા વિસ્તારમાંથી 3.56 લાખની કિંમતના 34.900 ગ્રામ MD ડ્રગ્સ સાથે પરવીન બાનુ બલોચ નામની યુવતીની ધરપકડ કરી હતી. જે યુવતી ચાર મહિનાથી ઘરે રહીને ડ્રગ્સનું વેચાણ કરતી હોવાનું સામે આવ્યું હતું. 20,000 રૂપિયામાં ખરીદેલા ડ્રગ્સથી 50 હજાર રૂપિયા સુધીની આવક મેળવવાની પણ તેણે તૈયારી કરી હતી, જોકે પોલીસ છે તેને ઝડપી પાડી હતી.

ડ્રગ્સ માટે યુવતીઓ શરીરને વહેચ? દેશની જાણીતી કોલેજ અને શૈક્ષણિક સંસ્થાઓમાં યુવાધનમાં ડ્રગ્સનું ચલણ વધારવા માટે અલગ અલગ જગ્યાઓ પસંદ કરતા હોય છે. તેવામાં પહેલા યુવતીઓને ડ્રગ્સના રવાડે ચડાવી અને તે બાદ યુવતીઓ મારફતે ડ્રગ્સના વેપારને આગળ વધાવવામાં આવે છે. જેના કારણે જ યુવતીઓ ડ્રગ્સ પેડલર અને ધીમે ધીમે સપ્લાયર બનતી જાય છે. જેમાં ઘણી વાર યુવતીઓ ડ્રગ્સ માટે પોતાના શરીરને પણ અર્પણ કરી દેતી હોય છે.

પોલીસ વિભાગે શું કહ્યું આ અંગે શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના DCP જયરાજસિંહ વાળાએ ETV Bharat ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ડ્રગ્સના કારોબારમાં મહિલાઓ પણ ભોગ બનતી હોય તેવું જોવા મળી રહ્યું છે. અમુક કિસ્સાઓમાં મુંબઈ કનેક્શન પણ ખુલી રહ્યું છે. તેવામાં SOG આ મામલે આવનારા દિવસોમાં પણ કડક કાર્યવાહી કરતું રહેશે.

ABOUT THE AUTHOR

...view details