ગુજરાત

gujarat

ગુજરાતના તમામ ઝોનમાં ડિપોઝિટ જપ્તી કેટલી થઈ જાણો, આ ઝોનમાંથી સૌથી વધુ ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી

By

Published : Dec 9, 2022, 8:36 PM IST

Updated : Jan 16, 2023, 4:31 PM IST

ગુજરાતના તમામ ઝોનમાં ડિપોઝિટ જપ્તી કેટલી થઈ જાણો, આ ઝોનમાંથી સૌથી વધુ ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી

ગુજરાત વિધાનસભા ચૂંટણીમો (Gujarat Assembly Election Results 2022 )પહેલા અને બીજા એમ બંને તબક્કાના કુલ 1621 ઉમેદવારોમાંથી 75.94 ટકા ઉમેદવારો એટલે કે 1231 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત (Forfeited Deposits of the Candidates )થઇ ગઇ છે. સૌથી વધુ 76.92 ટકા ડિપોઝિટ જપ્તી મધ્ય ઝોનમાંથી (Zone wise Deposit Forfeited )સામે આવી છે.

અમદાવાદપહેલા અને બીજા એમ બંને તબક્કાના કુલ 1621 ઉમેદવારોમાંથી 75.94 ટકા ઉમેદવારો એટલે કે 1231 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત (Forfeited Deposits of the Candidates )થઇ ગઇ છે.ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામો(Gujarat Assembly Election Results 2022 )માં મોટી સંખ્યામાં ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થતી (Forfeited Deposits of the Candidates )જોવા મળી છે.

ઝોન દીઠ ડિપોઝિટ જપ્તીની ટકાવારી

ચૂંટણીમાં ઉમેદવારી કરનાર વ્યક્તિની ડિપોઝિટ જપ્ત થવી તે જે પક્ષ માટે પણ નાલેશીભરી હાર લેખવામાં આવે છે તેથી આ પ્રતિષ્ઠાનો પ્રશ્ન હોય છે. ચૂંટણી પંચ દ્વારા વિધાનસભા ચૂંટણીમાં ડિપોઝિટ પેટે 10,000 રુપિયા લેવામાં આવે છે. આ આંકડો કેટેગરી પ્રમાણે અલગઅલગ હોય છે. જો ઉમેદવાર કુલ મતદાનના 16.6 ટકા મત ન મેળવી શકે તો તેની ડિપોઝિટ જપ્ત થઇ જતી હોય છે એટલે કે પરત મળતી નથી.ચૂંટણી પંચ દ્વારા ઉપલબ્ધ માહિતીના આધારે ગુજરાતના ચાર ઝોનની દ્રષ્ટિએ જોઇએ તો સૌથી વધુ ડિપોઝિટ મધ્ય ઝોનમાંથી જપ્ત ( Zone wise Deposit Forfeited ) થઇ છે.

કુલ પરિણામની દ્રષ્ટિએ ડિપોઝિટ જપ્તી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની ચૂંટણી પ્રક્રિયા બે તબક્કામાં યોજાઇ હતી. જેની મતગણતરી 8 ડીસેમ્બર 2022ના રોજ યોજાઇ. આ પરિણામો(Gujarat Assembly Election Results 2022 )માં કુલ પરિણામની દ્રષ્ટિએ જોઇએ તો પહેલા અને બીજા એમ બંને તબક્કાના કુલ 1621 ઉમેદવારોમાંથી 75.94 ટકા ઉમેદવારો એટલે કે 1231 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત (Forfeited Deposits of the Candidates )થઇ ગઇ છે.

મધ્ય ગુજરાતમાંથી ડિપોઝિટ જપ્તી મધ્ય ગુજરાતમાં બીજા તબક્કામાં મતદાન યોજાયું હતું. જેમાં કુલ 61 બેઠકનો સમાવેશ થાય છે. વડોદરા, દાહોદ, આણંદ, અમદાવાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ અને છોટાઉદેપુરની આ બેઠકો પર કુલ 546 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. તેમાંથી 420 ઉમેદવારોની ડિપોઝિટ સફાચટ (Central Zone Deposit Forfeited )થઇ ગઇ છે. જેની ટકાવારી 76.92 ટકા થાય છે.

ઉત્તર ગુજરાતમાંથી ડિપોઝિટ જપ્તીઆ ઝોનમાં કુલ 32 બેઠકો પર ચૂંટણી જંગ લડાયો. તેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના કુલ 287 ઉમેદવારો ઊભાં રહ્યાં હતાં. તેમાંથી 75. 26 ટકા એટલે કે 216 ઉમેદવારોની ડિપોઝિટ સફાચટ (North Zone Deposit Forfeited )થઇ છે.

સૌરાષ્ટ્ર કચ્છમાંથી ડિપોઝિટ જપ્તી પહેલા તબક્કામાં અહીં ચૂંટણી યોજાઇ હતી. આ બંને વિસ્તારના કુલ 54 બેઠકો છે જેમાં કુલ 507 ઉમેદવારોએ ગુજરાત વિધાનસભા ચૂંટણી લડી હતી. આમાંથી 75.94 ટકા એટલે કે 385 ઉમેદવારોની ડિપોઝિટ સફાચટ (Saurashtra Kutch Zone Deposit Forfeited ) થઇ ગઇ છે.

દક્ષિણ ગુજરાતમાંથી ડિપોઝિટ જપ્તી દક્ષિણ ગુજરાતમાં કુલ 35 બેઠકનો સમાવેશ થાય છે. તેમાં સુરત, તાપી, ડાંગ, નવસારી, ભરુચ, વલસાડ અને નર્મદા જિલ્લાનો સમાવેશ થાય છે. તેમાં કુલ 281 ઉમેદવારો મેદાનમાં હતાં. અહીં (South Zone Deposit Forfeited )કુલ 74.73 ટકા ડિપોઝિટ સફાચટ થઇ જેમાં 120 ઉમેદવારોનો સમાવેશ થાય છે.

કેટલા રુપિયા ડિપોઝિટરુપે ગયાં ચૂંટણીપંચમાં જપ્ત થયેલી ડિપોઝિટોના કુલ 1,23,10,000 રુપિયા જમા થઇ ગયાં છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના આ પરિણામો(Gujarat Assembly Election Results 2022 )નું તથ્ય જોઇને આવનારી ચૂંટણીઓમાં મેદાનમાં આવનારા ઉમેદવારોને નાણાંકોથળીમાંથી 10,000 રુપિયા ગયા ખાતે નાંખવાની તૈયારીઓ પણ રાખવી પડશે.

Last Updated :Jan 16, 2023, 4:31 PM IST

ABOUT THE AUTHOR

...view details