ગુજરાત

gujarat

ISKP Module: ATS એ ઝડપેલા ISKP મોડ્યુલ મામલે કાશ્મીર અને હૈદરાબાદ કનેક્શન સામે આવતા તપાસ શરૂ

By

Published : Jun 28, 2023, 12:08 PM IST

ગુજરાત ATS ની ટીમે તાજેતરમાં જ પોરબંદર અને સુરતમાંથી ISKP સંગઠન સાથે સંકળાયેલા ચાર શખ્સોની ધરપકડ કરી હતી. તેઓની પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા થયા છે. આ આંતકીઓના કનેક્શન કાશ્મીર અને હૈદરાબાદ સુધી પહોંચ્યા છે. ત્યારે વધુ તપાસ માટે ATS ટીમ હૈદરાબાદ પહોંચી છે.

ISKP Module : ATS એ ઝડપેલાં ISKP મોડ્યુલ મામલે હૈદરાબાદ કનેક્શન સામે આવતા તપાસ શરૂ
ISKP Module : ATS એ ઝડપેલાં ISKP મોડ્યુલ મામલે હૈદરાબાદ કનેક્શન સામે આવતા તપાસ શરૂ

અમદાવાદ : ગુજરાત ATS એ રથયાત્રા પહેલા ISKP જૂથ સાથે સંકળાયેલા આરોપીઓની પોરબંદર અને સુરતથી ધરપકડ કરી હતી. ATS ના સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં ATS હૈદરાબાદના કોલપટ્ટરમાં આતંકવાદી જૂથ સાથે જોડાયેલા બે લોકોની પૂછપરછ કરી રહી છે. હૈદરાબાદમાં કોલપટ્ટરરમાં મેડિકલ શોપ ચલાવતા ફઝી હુલ્લા નામના શખ્સની તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે ATSની ટીમ એક કેસમાં સાક્ષીનું નિવેદન નોંધી સૈયદ ફઝીઉલ્લાની પૂછપરછ કરી રહી છે. આ કેસમાં ફઝીઉલ્લા નામનો શખ્સ પકડાયેલ લોકોના સંપર્કમાં હોવાનું સામે આવતા આ મામલે એક ટિમ હૈદરાબાદમાં જઈ ત્યાં પણ તપાસમાં લાગી છે.

ATS ઓપરેશન : ગુજરાત ATS ની ટીમે હાલમાં જ પોરબંદર અને સુરતમાંથી ISKP સંગઠન સાથે સંકળાયેલી એક મહિલા સહિતના ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. આ મામલે ગુજરાત ATSની ટીમે મૂળ કાશ્મીરના અને પોરબંદરમાં રહેતા ઉબેદ નાસીર મીર, હનાન હયાત સોલ, મહમદ હાજીમશાહ અને સુમેરાબાનું મહમદ હનીફ મલેકની ધરપકડ કરી હતી. સુરતમાંથી ઝડપાયેલી સુમેરાબાનુંની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે, તે સુરતની કોર્ટમાં ફિદાઇન હુમલો કરવા તૈયાર હતી. તે માટે તેણે રેકી પણ કરી રાખી હતી. બસ કમાન્ડન્ટના આદેશની રાહ જોઈ રહી હતી.

હુમલાનો ટાર્ગેટ :ધોરણ 12 સુધી ભણેલી સુમેરાબાનુના લગ્ન દક્ષિણ ભારતમાં થયા પછી તેણે અંગ્રેજી બોલવાનું શીખ્યું હતું. તેના પતિ સાથે મનમેળ ન થતા બે બાળકો સાથે સુરત રહેવા આવી ગઈ હતી. કોર્ટમાં કેસ ચાલતો હોવાથી કેસની સુનાવણી સમયે કોર્ટમાં જવાનું રહેતું હતું. તેણે કોર્ટની સુરક્ષા વ્યવસ્થાથી લઈને જજ અને વકીલોની અવરજવરની પણ રેકી કરી હતી. હાલમાં શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે તે લોકોની તપાસમાં શું ખુલાસા થાય છે તે અંગે ATS દ્વારા આગામી સમયમાં માહિતી આપવામાં આવશે.

હૈદરાબાદ કનેક્શન : આ ગુનાનો માસ્ટરમાઈન્ડ ઝુબેર અહેમદ મુનશીને શ્રીનગરમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે આરોપીઓ આતંકી સંગઠન સાથે સંકળાયેલા હતા અને ઘણા સમયથી ગુજરાતમાં રોકાયા હતા. ત્યારે તેઓની પૂછપરછ કરવા માટે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી NIA અને RAW સહિત સેન્ટ્રલ IB અને કાશ્મીર ATS સહિત અનેક એજન્સી જોડાઈ હતી. ATS ના સૂત્રો દ્વારા અપાયેલી માહિતી અનુસાર હવે આ કેસમાં હૈદરાબાદ કનેક્શન સામે આવતા ATS ટીમ ત્યાં પહોંચી છે.

  1. ISKP Module: ISKPના આતંકીઓની પૂછપરછમાં મોટા ખુલાસા, મુંબઈમાં થયેલા 26/11 જેવો હુમલાનો પ્લાન, કમાન્ડન્ટના આદેશની હતી રાહ
  2. Gujarat ATS: ઝડપાયેલા આતંકીઓના પ્લાનનો પર્દાફાશ, કાશ્મીરમાં ISKP ક્નેક્શન ખુલ્યું

ABOUT THE AUTHOR

...view details