અમદાવાદઃઆ મામલે કૃષ્ણનગર પોલીસે હિતેશ ચુનારા દશરથ ચુનારા પ્રકાશ ઉર્ફે ચંગો ચુનારા જયેન્દ્ર ઉર્ફે સાગર ચુનારા તેમજ વિજય ચુનારા નામના આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટનાની વિગતવાર વાત કરીએ તો કૃષ્ણનગરમાં સૈજપુર બોઘામાં રહેતો યુવક જગદીશ ચુનારા રાત્રિ દરમિયાન એક્ટિવા પર જઈ રહ્યો હતો. તે દરમિયાન સૈજપુર ભઠ્ઠામાં રાધેશ્યામ ચાલીની અંદર એક્ટિવા ચલાવતા સમયે અચાનક તેની એક્ટિવા આગળ બકરી આવી હતી.
બકરીને ઈજા પહોંચીઃ જેના કારણે બકરીને ટક્કર વાગતા તેને ઈજા પહોંચી હતી. બકરીના માલિક આરોપી હિતેશ ચુનારા તેના પિતા દશરથ ચુનારા અને ભાઈઓ ઘરેથી બહાર આવ્યા હતા. જગદીશ ચુનારા સાથે ઝઘડો કર્યો. આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે, ઉશ્કેરાયેલા આરોપીઓ લાકડીઓ અને લોખંડની પાઇપોથી હુમલો કરી દીધો હતો. જગદીશ જમીન પર ઢળી પડ્યો હતો. હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા ડોક્ટર મૃત જાહેર કર્યો હતો.
મારામારી કરીઃઆ મામલે ઝડપાયેલા આરોપીઓ છૂટક મજૂરી કામ કરે છે. પકડાયેલો આરોપી હિતેષ ચુનારા ઘરે બકરીઓનો ઉછેર કરે છે. ઘર નજીક બકરી ફરી રહી હતી ત્યારે જગદીશની એક્ટિવાથી બકરી ઈજાગ્રસ્ત થતા પરિવાર ઉશ્કેરાઈ ગયો હતો.આ બકરી બાળપણથી ઉછેરી હોવાથી લાગણીના કારણે મારામારી કરી દીધી હોવાનો આરોપી બચાવ કર્યો. કૃષ્ણનગર પોલીસે હત્યા કેસમાં 5 આરોપીઓની ધરપકડ કરી છે. જે અંગે સ્પષ્ટતા કરતા પોલીસ અધિકારીએ આખી વિગત કહી હતી.
આ અંગે ગુનો દાખલ થતાં જ પહેલા હિતેશ ચુનારાની અને બાદમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલ પકડાયેલા આરોપીઓએ ખરેખર બકરી માટે જ આ હત્યાને અંજમ આપ્યો કે અન્ય કોઈ કારણ છે તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે.---એ.જે ચૌહાણ (કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇ )
કસ્ટડીમાં આરોપીઃઆ સમગ્ર કેસ અંગે ક્રુષ્ણનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી હિતેષની ધરપકડ કરી છે. હિતેષ ચુનારા પોતાની ઘરે બકરીઓનો ઉછેર કરે છે. ભોગ બનનાર યુવક જગદીશની એક્ટિવાથી બકરી ઘાયલ થતા પરિવાર ઉશ્કેરાઈ ગયો હતો. આરોપીએ પોલીસ સામે પોતાનો બચાવતો કર્યો પરંતુ મહત્વનુ છે કે, એક સામાન્ય ઝઘડામાં યુવકની હત્યા કરી દેતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ હતી. કૃષ્ણનગર પોલીસે યુવકની હત્યાના ગુના હેઠળ કુલ 5 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. આ ઘટનામાં પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરીને અન્ય બાકીના ચારની શોધખોળ પોલીસે શરૂ કરી છે.
- Rajkot Crime: વૃદ્ધનું મોત થતા પરિવારજનોનો આક્ષેપ, પોલીસના મારથી થયું મૃત્યુ
- Ahmedabad Crime : ભારતીય પાસપોર્ટ હોવા છતાં પોર્ટુગલ પાસપોર્ટથી અમદાવાદમાં યુવક આવ્યો, નોંધાયો ગુનો