ગુજરાત

gujarat

પાયલોટની ટ્રેનિંગ પૂર્ણ કરી મીહાલી આવી પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં સેવા આપવા

By

Published : Jan 10, 2023, 7:38 AM IST

પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં (Pramukhswami Maharajs centenary festival) પાયલોટની ટ્રેનીંગ પૂર્ણ કર્યા બાદ પોતે નોકરીમાં અરજી ન કરીને એક મહિના માટે સેવામાં આવે છે.મિહાલી મોદીએ તેને જણાવ્યું હતું કે જો હું આ શતાબ્દી મહોત્સવમાં સેવા માટે આવી ન હોત તો મને જીવનભર અફસોસ થાત આવી સેવાનો મોકો જીવનમાં એક જ વખત મળે છે. જે સેવાનો લાભ મેં અહીંયા આવીને ઉઠાવ્યો છે

પાયલોટની ટ્રેનિંગ પૂર્ણ કરી મીહાલી આવી પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં સેવા આપવા
પાયલોટની ટ્રેનિંગ પૂર્ણ કરી મીહાલી આવી પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં સેવા આપવા

પાયલોટની ટ્રેનિંગ પૂર્ણ કરી મીહાલી આવી પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં સેવા આપવા

અમદાવાદ: પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ (Pramukhswami Maharajs centenary festival) ઉજવાઈ રહ્યો છે, ત્યારે અહીંયા અલગ અલગ હરીભક્તો સેવા છે ત્યારે ઘણા લોકો નોકરીમાંથી એક મહિનાની રજા લઈને આ નગરની અંદર સેવા માટે આવ્યા છે. તો ઘણા વિદ્યાર્થીઓ પણ પોતાનો અભ્યાસ સાથે પણ અહીંયા સેવા અનુકૂળ સમય કરી રહ્યા છે. ત્યારે મૂળ અમદાવાદની મીહાલી મોદી પણ પોતાના પાયલોટની ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ એક મહિના માટે અહીંયા સેવામાં આવી છે.

સેવા માટે નોકરીમાં અરજી ન કરી: મિહાલી મોદી ETV bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હું કોમર્શિયલ પાયલોટ લાઇસન્સ ની સ્ટુડન્ટ છુ. હું મૂળ વતન અમદાવાદની છું અને મારા પિતા એ આર્મીની અંદર કર્નલની પોસ્ટ પર નોકરી કરે છે. જે મેઘાલયમાં પોસ્ટિંગ છે.તે હાલમાં હું મેઘાલયથી અમદાવાદ સેવા માટે આવી છું. હું અત્યારે પાયલોટની જોબમાં અરજી આપી હોત તો હું છ મહિના સુધી રજા લઈ ન શક્યો હોત. આ શતાબ્દી મહોત્સવ ઉજવવાનો હોવાથી મેં જોબ માટે અરજી કરી નથી. પરંતુ હું અહીંયા એક મહિના માટે સેવા માટે અહીંયા આવી છું. સેવા માટે પણ મને મારા પરિવારે મદદ કરી છે. સેવા કરવાનો મોકો જીવનમાં એક જ વાર મળે છે.જો કે નોકરી તો બીજી પણ મળી શકે છે. મેં નોકરીમાં અરજી કરી નહીં પરંતુ અહીંયા સેવા માટે આવી પહોંચી છું.
પ્રમુખસ્વામી મહારાજના માટે બધા સરખા: વધુમા જણાવ્યું હતું કે, છેલ્લા બે મહિનાથી અહીંયા ગ્લો ગાર્ડનમાં (Glow Garden ahmedabad) ડેકોરેશન વિભાગમાં સેવા કરતી હતી. આ ગ્લો ગાર્ડન બનાવવા માટે અમે અંદાજિત દિવસના 10 કલાક જેટલી સેવા આપતા હતા. પ્રમુખસ્વામી મહારાજ (centenary festival of Pramukh Swami Maharaj) એવા હતા કે, કે તે ધર્મ સમાજ ભણતર કોઈ પ્રકારનું જોતા ન હતા. તેમના માટે તમામ લોકો એક સરખા હતા. પ્રમુખસ્વામી મહારાજએ બધાને એક સાથે હળી મળીને રહેવાનું શીખ્યું છે જે અહીંયા લોકો સેવામાં આવી રહ્યા છે. તે માત્ર અમદાવાદ નહીં પરંતુ સમગ્ર દેશ અને વિશ્વમાંથી પણ સેવા માટે આવી રહ્યા છે.તે બધા લોકો એક પરિવારની જેમ જ અહીંયા રહે છે.

શતાબ્દી મહોત્સવમાં ના આવી શકવાનો અફસોસ થાત: પાયલોટની નોકરી અરજી કર્યું હોત અને જો હું અહીંયા સેવામાં આવી શકી ન હોત તો મને આ શતાબ્દી મહોત્સવમાં ના આવી શકવાનો અફસોસ થયો હોત. આ મારા માટે વન્સ ઇન એ લાઈફ ટાઈમ આપચર્યુનીટી છે. મને વિશ્વાસ છે કે હું અહીંયા સેવા કરીને જે શીખી છું અને મારા ગુરુનું ઋણ અદા કરવાની મને જે તક મળી છે. એટલે મારા ગુરુને મેં રાજી કર્યા છે. આ જ મારી બેસ્ટ આપચર્યુનીટી છે. મારી નોકરીમાં પણ ફ્લાઈટમાં ક્રૂ મેમ્બર બદલાતા હોય છે. અહીંયા પણ અલગ અલગ સમય મુજબ લોકો સેવા આપી રહ્યા છે. જેથી અહીંયા જેવા લોકો સાથે હળી મળીને રહીએ છીએ તેવી રીતે જ મને ત્યાં પણ આ જ સેવા કામમાં (Mohali at the centenary festival of Pramukhswami Maharaj) આવશે.

ABOUT THE AUTHOR

...view details