ગુજરાત

gujarat

Tokyo Olympics: 'ગોલ્ડ' ટેગથી એક કદમ દૂર દહિયા, બ્રોન્ઝ માટે રમશે દીપક અને હોકી ટીમ

By

Published : Aug 4, 2021, 11:04 PM IST

ટોક્યો ઓલિમ્પિક 2020 નો 13 મો દિવસ ભારત માટે મિશ્ર રહ્યો હતો. જ્યાં લવલીનાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. રવિ દહિયાએ ફાઇનલમાં પહોંચીને પોતાનો સિલ્વર મેડલ કન્ફર્મ કર્યો હતો.

Tokyo Olympics
Tokyo Olympics

  • મહિલા હોકી ટીમ સેમીફાઈનલ મેચમાં હારી
  • ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)ના 14માં દિવસે ભારત હોકીમાં નિરાશ
  • ભારતને કુસ્તીમાં મોટી સફળતા મળી

હૈદરાબાદ: ટોક્યો ઓલિમ્પિક(Tokyo Olympics)ના 14માં દિવસે જ્યાં ભારત હોકીમાં નિરાશ થયું ત્યાં કુસ્તીમાં મોટી સફળતા મળી. મહિલા હોકી ટીમ સેમીફાઈનલ મેચમાં હારી ગઈ છે. આર્જેન્ટિનાએ તેને 2-1થી હરાવ્યો. ટીમ ઇન્ડિયા હવે બ્રોન્ઝ મેડલ માટે રમશે.

રવિ કુમાર દહિયાએ ભારતના ખાતામાં વધુ એક મેડલ સુનિશ્ચિત કર્યો

આ સાથે જ રેસલર રવિ કુમાર દહિયા (Ravi kumar dahiya)એ ભારતના ખાતામાં વધુ એક મેડલ સુનિશ્ચિત કર્યો છે. તેણે ફાઇનલમાં જગ્યા બનાવી છે. જોકે, દીપક પૂનિયા સેમીફાઇનલ મેચ હારી ગયો હતો. જેવલિન થ્રોમાં નીરજ જોપડાએ ટેબલમાં ટોપ પર રહી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ આ સિવાય દીપક પૂનિયા અને મહિલા હોકી ટીમ હારથી નિરાશ છે. આ બંને હવે બ્રોન્ઝ મેડલ માટે રમશે.

5 ઓગસ્ટના રોજ રવિ દહિયાની નજર ગોલ્ડ મેડલ પર રહેશે

5 ઓગસ્ટના રોજ રવિ દહિયાની નજર ગોલ્ડ મેડલ પર રહેશે. જ્યારે દીપક પૂનિયા અને મેન્સ હોકી ટીમ બ્રોન્ઝ મેડલ માટે લડશે. કુસ્તીબાજ રવિ કુમાર દહિયા ભારતીય કુસ્તીબાજ રવિ કુમાર દહિયા ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચી ગયો છે. સેમિફાઇનલ મેચમાં તેણે કઝાકિસ્તાનના નુરીસ્લામ સનાયેવને હરાવ્યો હતો. હવે તે ગોલ્ડ મેડલથી માત્ર એક કદમ દુર છે.

રવિ દહિયાએ કઝાકિસ્તાનના કુસ્તીબાજને હરાવીને જોરદાર વાપસી કરી

હવે ફાઇનલ ગુરુવારે યોજાશે. જ્યાં રવિનો મુકાબલો રશિયન કુસ્તીબાજ ઝાવુર ઉગ્યુવ સાથે થશે. જો આપણે સ્પર્ધાની વાત કરીએ તો ચોથા ક્રમાંકિત કુસ્તીબાજ રવિ એક સમયે 2-9થી પાછળ હતા, પરંતુ તેણે કઝાકિસ્તાનના કુસ્તીબાજને હરાવીને જોરદાર વાપસી કરી.

આ પણ વાંચો:Tokyo Olympics Day 14: 5 ઓગસ્ટનું સમયપત્રક, મેડલ જીતવાની સોનેરી તક

ભારતીય પુરુષ હોકી ટીમએ જર્મની સામે પોતાનો બચાવ મજબૂત રાખવો પડશે

ભારતીય પુરુષ હોકી ટીમ સેમીફાઇનલ હારને ભૂલીને ભારતીય પુરુષ હોકી ટીમે લગભગ ચાર દાયકા પછી ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું સપનું પૂરું કરવા માટે ગુરુવારે (5 ઓગસ્ટ) જર્મની સામે પોતાનો બચાવ મજબૂત રાખવો પડશે. ભારતીય ટીમ રિયો ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા જર્મની સામે પ્લેઓફ મેચમાં પેનલ્ટી કોર્નરની ભૂલો ટાળવા માગે છે.

આ પણ વાંચો:ટોકિયો ઓલમ્પિકને લઈ હીરા ઉદ્યોગપતિની જાહેરાત : જો મહિલા હોકી ટીમ મેડલ લાવશે તો ખેલાડીઓને મળશે 11 લાખનું મકાન

બેલ્જિયમનું ધ્યાન પેનલ્ટી કોર્નર પર સ્કોર કરવા પર હતું

વિશ્વની ત્રીજા નંબરની ટીમ ઇન્ડિયાને સેમિફાઇનલમાં વર્લ્ડ ચેમ્પિયન બેલ્જિયમે 5-2થી હરાવ્યું હતું. બેલ્જિયમનું ધ્યાન પેનલ્ટી કોર્નર પર સ્કોર કરવા પર હતું અને ટુર્નામેન્ટના સૌથી વધુ ગોલ કરનાર એલેક્ઝાન્ડર હેન્ડ્રીક્સે હેટ્રિક ફટકારી હતી.

ABOUT THE AUTHOR

...view details