ગુજરાત

gujarat

ETV Bharat / sports

Tokyo Olympics 2020, Day 7: પીવી સિંધુએ ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ડને 2-0થી હરાવી ક્વોટરફાઈનલમાં કર્યો પ્રવેશ

બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ મહિલા સિંગલના નોકઆઉટ મેચમાં ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ડને 21-15, 21-13થી હરાવી છે. આ સાથે જ સિંધુએ હવે ક્વોટરફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.

પીવી સિંધુ
પીવી સિંધુ

By

Published : Jul 29, 2021, 7:42 AM IST

  • પીવી સિંધુએ ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ડને હરાવી
  • ડેનમાર્કની ખેલાડીને 21-15, 21-13થી હરાવી
  • ક્વોટરફાઈનલમાં સ્થાન મેળવ્યું

ટોક્યોઃ Tokyo Olympicsનો આજે ગુરૂવારે 7 મો દિવસ છે. ભારત માટે આજના દિવસની શરૂઆત ખુબ સારી થઈ છે. ભારતની બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ મહિલા સિંગલના નોકઆઉટ મેચમાં ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ડને 21-15, 21-13થી હરાવી દીધી છે. આ સાથે જ સિંધુએ ક્વોટરફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે.

આ પહેલા સિંધુએ હોન્ગ કોંગની ચેઉંગને હરાવી હતી

આ પહેલા સિંધુએ તેના ગત મેચમાં હોન્ગ કોંગની ચેઉંગને 21-9, 21-16થી હરાવી હતી. આ સાથે જ સિંધુએ ગ્રુપના તેના બન્ને મેચ જીતી લીધા હતા. સિંધુએ આ જીત સાથે જ નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. જે બાદ આજનો મેચ જીતીને ક્વોટરફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્વિત કરી લીધુ છે. હોંગ કોંગની ચેઉંગ ગાન યી પ્રથમ સેટથી જ આક્રમક નજર આવી રહી હતી. જોકે, સિંધુએ મજબુત પકડ બનાવીને ને પ્રથમ સેટ પોતાના નામે કર્યો હતો. પ્રથમ સેટમાં સીધું એ છેલ્લે સુધી લડત આપીને ક્રોસ સ્મૈશ અને ડ્રોપ શોર્ટસનો ભરપૂર ઉપયોગ કર્યો હતો.

આ પણ વાંચોઃ Tokyo Olympics 2020 Day 7 : 28 જુલાઇનો ભારતનો કાર્યક્રમ

સિંધુએ તેની પ્રથમ મેચમાં ઈઝરાઈલની સેનિયા પોલીકારપોવાને હરાવી

આ પહેલા પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં શરૂઆત કરીને મહિલા સિંગલના ગ્રુપ-જેનો તેનો પ્રથમ મેચમાં ઈઝરાઈલની સેનિયા પોલીકારપોવાને હરાવી હતી.

આ પણ વાંચોઃ દિગ્ગજ બેડમિંટન ખેલાડી નંદુ નાટેકરનું નિધન

ABOUT THE AUTHOR

...view details