ગુજરાત

gujarat

Tokyo Olympics 2020: હાર જીતએ જીવનનો ભાગ છે, ભારતીય પુરુષ હોકી ટીમે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું: વડાપ્રધાન

By

Published : Aug 3, 2021, 10:02 AM IST

Tokyo Olympics 2020: હાર જીતએ જીવનનો ભાગ છે, ભારતીય પુરુષ હોકી ટીમે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું: વડાપ્રધાન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે, તેઓ ભારત અને બેલ્જિયમ વચ્ચેની આ હોકી સેમીફાઇનલ મેચ જોઈ રહ્યા છે. આ સાથે વડાપ્રધાને ટીમ ઇન્ડિયાને જીત માટે અભિનંદન પણ આપ્યા હતા.

  • ટોક્યો ઓલિમ્પિકમાં ભારત અને બેલ્જિયમ વચ્ચે હોકીની સેમીફાઇનલ મેચ
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી શુભેચ્છાઓ પાઠવી હતી
  • ભારત અને બેલ્જિયમ વચ્ચેની સેમીફાઇનલ મેચમાં ત્રીજો ક્વાર્ટર સમાપ્ત

નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકમાં ભારત અને બેલ્જિયમ વચ્ચે હોકીની સેમીફાઇનલ મેચ રમાઇ રહી છે. આખો દેશ આ રોમાંચક મેચ જોઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને માહિતી આપી છે કે તેઓ ભારતની આ મેચ જોઈ રહ્યા છે. આ સાથે વડાપ્રધાને ટીમ ઇન્ડિયાને જીત માટે અભિનંદન પણ આપ્યા છે. પીએમ મોદીએ ટ્વિટ કરી જણાવ્યું કે, હું ભારત અને બેલ્જિયમની હોકી મેન્ચ સેમીફાઈનલ જોઈ રહ્યો છું. મને ટીમ અને તેમની કુશળતા પર ગર્વ છે. તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પણ વાંચો: Tokyo Olympics 2020: ભારત અને બેલ્જિયમ વચ્ચે કાંટાની ટક્કરમાં ભારતની 5-2થી હાર

સેમિફાઇનલ માં વર્લ્ડ ચેમ્પિયન બેલ્જિયમ સામે ભારતનો પરાજય 2-5થી

ભારતીય પુરુષ હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સની સેમિફાઇનલમાં વર્લ્ડ ચેમ્પિયન બેલ્જિયમ સામે 2-5થી હાર્યા બાદ છેલ્લી 11 મિનિટમાં ત્રણ ગોલ ગુમાવ્યા હતા.વડાપ્રધાને ટ્વિટ કરી જણાવ્યું કે, જીત અને હાર જીવનનો ભાગ છે. હોકી ટીમે ટોક્યોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને તે જ મહત્વનું છે. આગામી મેચ માટે અને ભવિષ્ય માટે ટીમને શુભકામનાઓ આપી હતી. ભારતને તેના ખેલાડીઓ પર ગર્વ છે.

આ પણ વાંચો: Tokyo Olympics 2020, Day 11: ડિસ્કસ થ્રો ફાઇનલમાં કમલપ્રીત કૌર ઈતિહાસ રચવાથી ચૂકી

વડાપ્રધાને ટ્વવીટ કરી આપી માહિતી

ભારતીય ટીમ 49 વર્ષ બાદ ઓલિમ્પિકની સેમીફાઇનલમાં પહોંચી છે, તેથી દેશની નજર આજની મેચ પર હતી. ખુદ વડાપ્રધાને પણ આજની મેચ જોઈ હતી. તેમણે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details