ગુજરાત

gujarat

પેરાલિમ્પિક રમતના સમાપન સાથે ટોક્યોની આઠ વર્ષની ઓલમ્પિક ગાથાનો અંત

By

Published : Sep 5, 2021, 10:18 PM IST

પેરાલિમ્પિક રમતના સમાપન સાથે ટોક્યોની આઠ વર્ષની ઓલમ્પિક ગાથાનો અંત

ટોક્યો એલમ્પિક અને પેરાલિમ્પિક રમતોનું રવિવારે રંગારંગ કાર્યક્રમ સાથે સમાપન થયું. કોરોના દરમિયાન એક વર્ષ મોડા આયોજિત થયેલી રમતોનું પ્રતિકૂલ સમાપન થયું છે. આ પેરાલિમ્પિક રમતમાં રેકોર્ડ 4, 405 ખેલાડીઓએ ભાગ લીધો અને રેકોર્ડ સંખ્યામાં દેશોએ મેડલ જીત્યા.

  • જાપાનને 2013માં આ રમતોનું આયોજન કરવાનો અધિકાર મળ્યો હતો
  • સમાપન સમારોહમાં આ કલાકારો વચ્ચે ભારે સંવાદિતા જોવા મળી હતી
  • ઓલિમ્પિકની જેમ રમતવીરોને વારંવાર ચકાસણીમાંથી પસાર થવું પડ્યું

ટોક્યો:ટોક્યો ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સ જાપાનની રાજધાનીને ઓલિમ્પિક ગેમ્સનું હોસ્ટિંગ મળ્યાના લગભગ આઠ વર્ષ પછી રવિવારે રંગારંગ કાર્યક્રમ સાથે સમાપ્ત થયું. કોરોના વાયરસ સંક્રમણના કારણે એક વર્ષ મોડી યોજાયેલી રમતો પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સફળતાપૂર્વક આયોજીત કરવામાં આવી હતી. જાપાનને 2013માં આ રમતોનું આયોજન કરવાનો અધિકાર મળ્યો હતો.

13 દિવસ સુધી ચાલેલા આ રમતનું શાનદાર સમાપન

પેરાલિમ્પિક ખેલનું સમાપન જાપાનના સમ્રાટ નારુહિતોના ભાઇ ક્રાઉન પ્રિન્સ અકિશિનોની ઉપસ્થિતિમાં નેશનલ સ્ટેડિયમમાં રંગોથી ભરેલા, સર્કસ જેવા સમારોહ સાથે થયું. આ સાથે જ 13 દિવસ સુધી ચાલેલા આ રમતનું શાનદાર સમાપન થયું. સમાપન સમારંભનું નામ 'સામંજસ્યપૂર્ણ સુર-તાલ' હતું અને તેમાં સક્ષમ અને દિવ્યાંગ કલાકારનો સમાવેશ થતો હતો. સમાપન સમારોહમાં આ કલાકારો વચ્ચે ભારે સંવાદિતા જોવા મળી હતી. આયોજકોએ તેની થીમને 'પેરાલિમ્પિક્સથી પ્રેરિત વિશ્વ, જ્યાં ભિન્નતા પણ ચમકે છે' નાં રૂપમાં વર્ણવી હતી.

દેશમાં લગભગ 50 ટકા લોકોનું પૂર્ણ રસીકરણ થઇ ગયું છે

ઓલિમ્પિકની જેમ પેરાલિમ્પિક રમતોનું આયોજન પણ ટોક્યોમાં મહામારીના કારણે લાદવામાં આવેલી કટોકટીની સ્થિતિ વચ્ચે થયું હતું. અહીં પણ ઓલિમ્પિકની જેમ રમતવીરોને વારંવાર ચકાસણીમાંથી પસાર થવું પડ્યું અને બાયો-બબલમાં રહેવું પડ્યું. આ વચ્ચે જાપાનમાં કોવિડ-19ના કેસ વધતા રહ્યા પરંતું દેશમાં લગભગ 50 ટકા લોકોનું પૂર્ણ રસીકરણ થઇ ગયું છે.

કોઇ પણ અડચણ વગર રમતના અંત સુધી પહોંચી ગયા: સીકો હાશિમોતો

ટોક્યો આયોજન સમિતિના અધ્યક્ષ સીકો હાશિમોતોએ કહ્યું, મારું માનવું છે કે, આપણે કોઇ મોટી સમસ્યા વગર રમતોના અંત સુધી પહોંચી ગયા છે. તેમની વાત જોકે રાજનિતિક રીતે સાચી નથી કારણ કે જાપાની વડાપ્રધાન યોશિહિદે સુગાએ સમાપન સમારોહના બે દિવસ પહેલા શુક્રવારે ઘોષણા કરી હતી કે, તેઓ આગામી ચૂંટણી પછી પોતાના પદ પર નહી રહે.

રેકોર્ડ સંખ્યામાં દેશોએ મેડલ જીત્યા

કોવિડ-19 મહામારી વચ્ચે પણ રમતના આયોજનના કારણે જાપાનની જનતા તેમની સરકારની લોકપ્રિયતા ઓછી થઇ છે. આ પેરાલિમ્પિક રમતમાં રેકોર્ડ 4,405 ખેલાડીઓએ ભાગ લીધો અને રેકોર્ડ સંખ્યામાં દેશોએ મેડલ જીત્યા. આમાં અફઘાનિસ્તાનના બે એથલીટો પ્રતિસ્પર્ધા કરતા પણ જોવા મળ્યા હતા. તેઓ દેશ પર તાલિબાનના કબ્જા પછી કોઇ પણ રીતે અહી પહોંચવામાં સફળ રહ્યા.

અત્યાર સુધીની સૌથી મોંઘી રમતગમત સ્પર્ધા હતી

ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે, તે અત્યાર સુધીની સૌથી મોંઘી રમતગમત સ્પર્ધા હતી. મહામારીના કારણે, જાપાનને પણ તેનો ભોગ બનવું પડ્યું. સ્ટેડિયમમાં દર્શકો નહોતા. વિદેશથી આવતા ચાહકો પર પ્રતિબંધને કારણે દેશને મોટું આર્થિક નુકસાન થયું છે.

ABOUT THE AUTHOR

...view details