ગુજરાત

gujarat

Tokyo Olympics Day 9: વાંચો, 9માં દિવસે ક્યા ભારતીય ખેલાડીઓ ઉતરશે મેદાનમાં...

By

Published : Jul 30, 2021, 10:55 PM IST

Tokyo Olympics Day 9
Tokyo Olympics Day 9

ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં 30 જુલાઈ શુક્રવારનો દિવસ ભારત માટે ખાસ હતો. કારણ કે આ દિવસે ભારત માટે બીજુ મેડલ કન્ફર્મ થયુ છે. ભારતીય મહિલા મુક્કેબાજ લવલીના બોરગોહેને સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. લંડન ઓલિમ્પિક -2012 પછી બોક્સિંગમાં ભારતનું આ પહેલું મેડલ હશે.

  • મહિલા બોકસર લવલીના બોરગોહેને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો
  • 9માં દિવસે અપાવશે પીવી સિંધુ મેડલ
  • તીરંદાજ દીપિકા કુમારી બહાર

ન્યૂઝ ડેસ્ક: ભારતે ટોક્યો ઓલિમ્પિકના આઠમા દિવસે મેડલની ખાતરી આપી છે. મહિલા બોકસર લવલીના બોરગોહેને 69 કિગ્રા વર્ગની ક્વાર્ટર ફાઇનલમાં ચાઇનીઝ તાઈપાઇની નિએન ચિન ચેનને હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. શટલર પીવી સિંધુએ પણ આશ્ચર્યજનક પ્રદર્શન કર્યું છે. તે જાપાનની અકાને યમાગુચીને હરાવીને સેમિફાઇનલમાં પહોંચી હતી. બીજી તરફ મહિલા ક્વાર્ટર ફાઇનલ મેચ હારીને તીરંદાજ દીપિકા કુમારી બહાર થઈ ગઈ છે.

  • DAY 9: 31 જુલાઈ શનિવારનું શેડ્યૂલ

ગોલ્ફ:4:15 AM

મેન્સ ઈન્ડિવિજ્યુઅલ સ્રોક પ્લે રાઉન્ડ-2 (અનિર્બાન લાહિડી)

એથ્લેટિક્સ: 6:00 AM

મહિલા ડિસ્ક થ્રો ક્વોલિફિકેશન- ગ્રુપ A(સીમા પૂનિયા)

ગોલ્ફ:6:00 AM

મેન્સ ઈન્ડિવિજ્યુઅલ સ્રોક પ્લે રાઉન્ડ-3 (અનિર્બાન લાહિડી-ઉદયન માને)

તીરંદાજી: 7:18 AM

પુરુષ સિંંગલ્સ 1/8 એલિમિનેશન (અતાનુ દાસ v/s ફૂરૂકાવા)

એથ્લેટિક્સ: 7:52 AM

મહિલા ડિસ્ક થ્રો ક્વોલિફિકેશન- ગ્રુપ B (કમલપ્રિત કૌર)

બોક્સિંગ:7:30 AM

મેન્સ ફ્લાઈ (48-52 કિગ્રા) - રાઉન્ડ ઓફ 16(અમિત પંઘાલ v/s યુબજેન હર્ની, કોલંબિયા)

શૂટિંગ:8:30 AM

50 મીટર રાઈફલ 3 પોઝિશન મહિલા ક્વોલિફિકેશન (તેજસ્વિની સાવંત, અંજુમ મૌદગિલ)

સેઈલિંગ: 8:35 AM

મેન્સ સ્કિફ- 49 ઈઆર- રેસ 10 (ગણપતિ કેલપાંડા- વરૂણ ઠક્કર)ત્યાર બાદ રેસ 11, રેસ 12

હોકી:8:45 AM

મહિલા પૂૂલ-A (ભારત v/s દક્ષિણ આફ્રિકા)

શૂટિંગ:12:30 PM

50 મીટર રાઈફલ 3 પોઝિશન મહિલા ફાઈનલ (યોગ્યતા અનુસાર)

બેડમિંટન:3:20 PM

મહિલા સિંગલ સેમીફાઈનલ (પી.વી. સિંધુ v/s તાઈપે કી તાઈ ત્જુ-યિંગ )

બોક્સિંગ: 3:36 PM

મહિલા મિડલ (69-75 કિગ્રા) ક્વોર્ટફાઈનલ 4 (પૂજા રાનીv/s ચીન કી કિયાન લી)

એથ્લેટિક્સ:3:40 PM

પુરુષોની લાંબી કૂદ ક્વોલિફીકેશન ગ્રુપ-B (શ્રીશંકર)

ABOUT THE AUTHOR

...view details