ગુજરાત

gujarat

Tokyo Olympics 2021 : અચંતા શરત કમલની મિક્સ્ડ ડબલ્સમાં મેડલ તરફ મીટ

By

Published : Jun 28, 2021, 4:11 PM IST

અચંતા શરત કમલ

કોરોના મહામાહરી વચ્ચે યોજાઇ રહેલી ટોક્યો ઓલિમ્પિક્સ 2021 (Tokyo Olympics 2021)માં ભારત તરફથી ભાગ લઇ રહેલા ટેબલ ટેનિસ ખેલાડી અચંતા શરથ કમલ મિક્સ્ડ ડબલ્સમાં મેડલ જીત તેવી શક્યાતા છે. અચંતા શરથ કમલે ટેબલ ટેનિસ રમવાની શરૂઆત 16 વર્ષની ઉમરે કરી હતી.

  • અચંતા શરત કમલ ટોક્યો ઓલિમ્પિક મેડલ માટે આશાવાદ
  • શરત રમતના મિક્સ્ડ ડબલ્સમાં મેડલ જીતવા માટે રમશે
  • અચંતા શરત કમલે 16 વર્ષની ઉંમરે ટેબલ ટેનીસ રમવાનું શરૂ કર્યું હતું

હૈદરાબાદ : અચંતા શરત કમલ સોનીપત રાષ્ટ્રીય શિબિરમાં દરરોજ 12 કલાકની પ્રેક્ટિસ કરતો હતો. તેના એડમિશન દરમિયાન દોહામાં એશિયન ઓલિમ્પિક ક્વોલિફાયરમાં અચંતા શરથ કમલે ટોચનું સ્થાન મેળવ્યું છે. કોરોના મહામારી વચ્ચે અચંતાએ સગા સંબધીઓથી દૂર રહીને પોતાના બેસ્ટ પ્રદર્શન માટે સતત પ્રેક્ટિસ કરતો હતો. ટેબલ ટેનિસમાં ભારતનો સર્વશ્રેષ્ઠ ખેલાડી 38 વર્ષીય અચંતા શરત કમલ ટોક્યો ઓલિમ્પિક્સ 2021 (Tokyo Olympics 2021) મેડલ માટે આશાવાદ છે. અચંતા શરત કમલે 16 વર્ષની ઉંમરે ટેબલ ટેનીસ રમવાનું શરૂ કર્યું હતું.

મણિકા બત્રાની સાથે ભારત અને શરત રમતના મિક્સ્ડ ડબલ્સમાં મેડલ જીતવા માટે રમશે

અચંતા શરત કમલે ETV BHARAT સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, તે ટોક્યો ઓલિમ્પિક્સ 2021 (Tokyo Olympics 2021)માં સિલેક્ટ થવા અને સારા પ્રદર્શન માટે ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા (TTFI)ને શ્રેષ્ઠ અને યુવા ખેલાડીઓની સંભાવનાને અવકાશ આપવાના વ્યવસ્થિત અને માળખાકીય ફેરફારો માટે શ્રેય આપે છે, ત્યારે શારતને મણિકા બત્રા સાથેના મિક્સ્ડ ડબલ્સમાં મેડલ જીતે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે.

ABOUT THE AUTHOR

...view details