ગુજરાત

gujarat

ઇટાલિયન ઓપન: સ્વિતેકે પ્લિસકોવાને હરાવી ખિતાબ મેળવ્યો

By

Published : May 17, 2021, 7:13 AM IST

ઇટાલિયન ઓપન: સ્વિતેકે પ્લિસકોવાને હરાવીને ખિતાબ મેળવ્યો

ઇગા સ્વિતેકે ફાઇનલમમાં પ્લિસકોવાને સતત સેટમાં 6-0, 6-0થી હરાવીને ખિતાબ મેળવ્યો હતો.

  • પ્લિસકોવાએ 44.4 ટકા પોઇન્ટ બનાવ્યા હતા
  • સ્વિતેકે તેનું પ્રથમ ડબ્લ્યુટીએ 1000 ખિતાબ મેળવ્યો
  • 1983માં હંગેરીની આન્ડ્રીયા તેમેસ્વારીએ એકતરફી મેચમાં અમેરિકાની બોની ગાડુસેકને 6-1, 6-0થી હરાવી હતી

રોમ: પોલેન્ડની ઇગા સ્વિતેકે ચેક ગણરાજ્યની કૈરોલિના પ્લિસકોવાને હરાવી ઇટાલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં મહિલા સિંગલ્સનો ખિતાબ મેળવ્યો હતો. સ્વિતેકે 46મી મિનિટ સુધઈ ચાલેલી એકપક્ષીય ફાઇનલ મેચમાં સતત નવમી ક્રમાંકિત પ્લિસકોવાને સતત 6-0, 6-0થી હરાવીને ખિતાબ મેળવ્યો હતો.

આ પણ વાંચોઃઈટલીમાં ATP ટૂર્નામેન્ટની પહેલી મેચમાં ભારતના સુમિત નાગલની હાર

19 વર્ષીય સ્વિતેકે પ્રથમ સર્વિસમાં 93.3 ટકા પોઇન્ટ બનાવ્યા હતા

19 વર્ષીય સ્વિતેકે પ્રથમ સર્વિસમાં 93.3 ટકા પોઇન્ટ બનાવ્યા હતા, જ્યારે પ્લિસકોવાએ 44.4 ટકા પોઇન્ટ બનાવ્યા હતા. આ જીત સાથે સ્વિતેકે તેનું પ્રથમ ડબ્લ્યુટીએ 1000 ટાઇટલ જીત્યું, જ્યારે તેની કારકિર્દીનું આ ત્રીજું ટાઇટલ છે. તેણે ગયા વર્ષે ફ્રેન્ચ ઓપન અને ફેબ્રુઆરીમાં એડિલેડનું બિરુદ મેળવ્યું હતું. ડબલ્યુટીએ રેન્કિંગમાં 15માં ક્રમે સ્વિતેકનું આ સિઝનનું બીજું ટાઇટલ છે અને આ જીત સાથે તે ટોપ-10માં સામેલ થઇ ગઇ છે.

1983 પછી ઇટાલિયન ઓપનની એકપક્ષીય મેચ રહી છે

સ્વિતેકે મેચમાં 17 વિનર્સ લગાવ્યા અને માત્ર પાંચ ભૂલો કરી. 1983 પછી ઇટાલિયન ઓપનની એકપક્ષીય મેચ રહી છે. 1983માં હંગેરીની આન્ડ્રીયા તેમેસ્વારીએ એકતરફી મેચમાં અમેરિકાની બોની ગાડુસેકને 6-1, 6-0થી હરાવી હતી. અગાઉ સ્વિતેકે 2019માં લુગાનોમાં પ્લિસકોવાની બહેન ક્રિસ્ટિનાને 6-0, 6-1થી હરાવીને પ્રથમ વખત ડબ્લ્યુટીએ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

આ પણ વાંચોઃચેલ્સીને હરાવીને લેસ્ટર સિટી પ્રથમ વખત FA કપ ચેમ્પિયન બન્યું

પ્લિસકોવાની કારકિર્દીમાં બીજીવાર તે આખી મેચમાં એક પણ રમત જીતી શકી નથી

પ્લિસકોવાની કારકિર્દીમાં આ બીજીવાર તે આખી મેચમાં એક પણ રમત જીતી શકી નથી. આ અગાઉ, 2009માં તેણે લાતિના નાસકોસા આઇટીએફની ક્વાર્ટર ફાઇનલમાં પોલેન્ડની એના કોર્ઝેનીઆક સામે 0-6, 0-6થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details