ગુજરાત

gujarat

પાકિસ્તાન સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરવા માટે ઉતરશે

By

Published : Nov 1, 2021, 5:00 PM IST

સતત ત્રણ મેચ જીતીને ઉત્સાહિત પાકિસ્તાન(Pakistan Cricket) મંગળવારે નામિબિયા(Namibia Cricket) સામે તેનું બરકરાર પ્રદર્શન જારી રાખીને T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા પર રહેશે.

પાકિસ્તાન સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરવા માટે ઉતરશે
પાકિસ્તાન સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરવા માટે ઉતરશે

  • બાબર આઝમની આગેવાની હેઠળ ટીમનું શાનદાર પ્રદર્શન રહ્યું છે
  • પાકિસ્તાન ટીમની બોલિંગ જોરાવર પ્રત્યક્ષ છે
  • નામિબિયા માટે આ એક મોટી મેચ હશે

અબુધાબીઃ વર્લ્ડ કપ માટે પાકિસ્તાન(Pakistan Cricket)ની તૈયારીઓ સારી રહી ન હતી. ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડે પાકિસ્તાનનો પ્રવાસ રદ કર્યો હતો, જેના કારણે પાકિસ્તાનની ટીમને પ્રેક્ટિસ કરવાની તક મળી ન હતી. પરંતુ બાબર આઝમ(Babar Azam)ની આગેવાની હેઠળની ટીમે તમામ પ્રતિકૂળતાઓ વચ્ચે પણ અત્યાર સુધી T20 વર્લ્ડ કપ(T20 World Cup)માં શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારત સામે ઐતિહાસિક જીત બાદ પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. આ બંને ટીમો સામે તેની કેટલીક નબળાઈઓ સામે આવી હતી. પરંતુ તેનાથી તેની જીતનો સિલસિલો તૂટ્યો નહીં.

પાકિસ્તાનનું મિડલ ઓડર અસરકારક

જો પાકિસ્તાનના ઓપનર બાબર અને મોહમ્મદ રિઝવાન ક્રિજ પર વઘુ સમય નો રમી શકે તો તેમનો મિડલ ઓર્ડર જવાબદારી સંભાળવા તૈયાર છે. આવી સ્થિતિમાં જો તે પણ કામ નો કરે તો લાંબા શોટ મારવામાં અનુભવી માહિર આસિફ અલી પાસેથી સારા સ્કોરની આશા છે. ટોપ સિક્સમાં તે એકમાત્ર બેટ્સમેન છે જેણે અત્યાર સુધી ઉપયોગી યોગદાન આપ્યું નથી. પાકિસ્તાનની બોલિંગ સામે નામીબિયાના બેટ્સમેનો સામનો કરી શકશે એવું લાગતું નથી. તેના બોલરોએ અફઘાનિસ્તાનને વાપસીનો મોકો આપ્યો હતો. પરંતુ નામિબિયા સામે તે આવી કોઈ ભૂલ કરવાનું પસંદ કરશે નહીં.

નામિબિયાના કેપ્ટન ગેરહાલ્ડ ઇરાસ્મસે આત્મવિશ્વાસ મજબૂત

નામિબિયા(Namibia Cricket)એ પહેલાથી જ સુપર-12માં સ્થાન મેળવીને દિલ જીતી લીધું છે પરતું નામિબિયા માટે આ એક મોટી મેચ હશે, જે અગાઉની મેચમાં અફઘાનિસ્તાન સામે હાર્યું હતું અને તેઓ ટોચની ટીમને સખત પડકાર આપવામાં કોઈ કસર છોડશે નહીં. અફઘાનિસ્તાન સામે નામિબિયાની છ વિકેટ ઝડપી બોલરોએ લીધી હતી. પરતું પાકિસ્તાન સામે ચોક્કસપણે નામિબિયા માટે ચિંતાનો વિષય હશે. પરંતુ કેપ્ટન ગેરહાલ્ડ ઇરાસ્મસે સ્પષ્ટ કર્યું છે કે તેની ટીમ એક ફરક પાડવા માંગે છે. ઇરાસ્મસે કહ્યું, અમે પડકારથી વાકેફ છીએ. આપણે આ સ્તરે પહોંચવાનો લાભ લેવો પડશે. ભવિષ્ય માટે આ એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.

પાકિસ્તાન ટીમ

બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન, આસિફ અલી, હરિસ રઉફ, હસન અલી, ઈમાદ વસીમ, મોહમ્મદ હાફીઝ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ વસીમ જુનિયર, શાહીન આફ્રિદી, ફખર ઝમાન, હૈદર અલી, સરફરાઝ અહેમદ, શોએબ મલિક.

નામિબિયાની ટીમ

ગેરહાર્ડ ઇરાસ્મસ (કેપ્ટન), સ્ટીફન બાર્ડ, જેજે સ્મિત, કાર્લ બિર્કેનસ્ટોક, જેન ફ્રીલિંક, બેન શિકોન્ગો, બર્નાર્ડ શોલ્ટ્ઝ, ક્રેગ વિલિયમ્સ, માઈકલ વાન લિંગેન, રુબેન ટ્રમ્પેલમેન, ઝેન ગ્રીન, ડેવિડ વિઝ, પિક્કી યા ફ્રાન્સ, મિચો ડુ પ્રીઝ અને જેન નિકોલ લોફ્ટી-ઈટન.

ભારતીય સમય અનુસાર મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.

આ પણ વાંચોઃ IND vs NZ: આ હારથી ભારત માટે આગળ પહોંચવું મુશ્કેલ, વિરાટ કોહલી

આ પણ વાંચોઃ T20 World Cup 2021 : કીવી સામે કારમી હાર, ભારત સેમીફાઈનલમાંથી આઉટ

ABOUT THE AUTHOR

...view details