- ભારતીય ક્રિકેટ ટીમે હવે ટી -20 વર્લ્ડ કપ 2021 ની તૈયારીઓ શરૂ
- એમએસ ધોનીએ ફરી એક વખત ટીમ ઈન્ડિયા સાથે મેદાનમાં ઉતર્યા
- વર્ષ 2013 થી ભારતીય ટીમે કોઈ પણ આઈસીસી ખિતાબ જીત્યો નથી
ન્યૂઝ ડેસ્ક: આઈપીએલ 2021 સીઝન પૂરી થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમે હવે ટી -20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રવિવારે વર્લ્ડકપની શરૂઆત સાથે, ભારતીય ટીમે પણ પ્રથમ વખત એક સાથે મેદાને દાખાઈ. ટ્રેનિંગ સેશન સુધી ટીમ હડલથી શરૂ કરીને, ભારતીય ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ તૈયારીઓમાં વ્યસ્ત જોવા મળ્યા હતા.
સૌથી મોટું આકર્ષણ એક ખાસ વ્યક્તિની એન્ટ્રી
આ દરમિયાન સૌથી મોટું આકર્ષણ એક ખાસ વ્યક્તિની એન્ટ્રી બની, જેણે બે દિવસ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સને ચોથી વખત આઈપીએલનો ખિતાબ જીતાડ્યા બાદ પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીએ ફરી એક વખત ટીમ ઈન્ડિયા સાથે મેદાનમાં ઉતર્યા અને બે વર્ષ બાદમાં ધોની ભારતીય ટીમની વાદળી ટ્રેનિંગ કીટમાં દેખાયો.
ધોની ટી- 20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયા સાથે જોડાયેલો
ધોની ટી- 20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયા સાથે મેન્ટર તરીકે જોડાયેલો છે. બે વર્ષ બાદ ટીમ ઈન્ડિયા સાથે 2007 માં પોતાની કેપ્ટનશીપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ધોનીનો આ પહેલો દિવસ હતો.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટને સંપૂર્ણ વિદાય આપી