ગુજરાત

gujarat

New Year 2022: દ્રવિડે કોહલી એન્ડ કંપની સાથે મોજથી વધાવ્યું 2022નું નવું વર્ષ

By

Published : Jan 1, 2022, 4:17 PM IST

New Year 2022: દ્રવિડે કોહલી એન્ડ કંપની સાથે વધાવ્યું 2022નું નવું વર્ષ
New Year 2022: દ્રવિડે કોહલી એન્ડ કંપની સાથે વધાવ્યું 2022નું નવું વર્ષ

ભારતીય ક્રિકેટ ટીમે મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને સમગ્ર સપોર્ટ સ્ટાફ સાથે સેન્ચુરિયન ખાતે નવા વર્ષની ઉજવણી કરી હતી. વિરાટ કોહલીએ આ સેલિબ્રેશનની (New Year 2022) તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

ન્યૂઝ ડેસ્કઃ નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે, દરેક જગ્યાએ નવા વર્ષની ઉજવણી થઈ રહી છે. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓએ પણ દક્ષિણ આફ્રિકામાં નવા વર્ષની ઉજવણી (New Year 2022) કરી છે.

2021નું સમાપન જીત સાથે

હાલમાં ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. ભારતે પ્રથમ ટેસ્ટ મેચ જીતીને વર્ષ 2021નો અંત કર્યો છે. આવી સ્થિતિમાં હવે ભારતીય ટીમ પણ નવા વર્ષની શરૂઆત વિજય સાથે કરવા ઈચ્છશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શ્રેણીની બીજી ટેસ્ટ મેચ 3 જાન્યુઆરીએ જોહાનિસબર્ગમાં રમાશે. ભારતે દક્ષિણ આફ્રિકામાં 3 ટેસ્ટ અને 3 વનડે રમવાની છે. અશ્વિને તેના સોશિયલ મીડિયા પર નવા વર્ષની ઉજવણીની તસવીર શેર કરી છે, જેમાં તમામ ખેલાડીઓ પાર્ટી (New Year 2022) કરતા જોવા મળે છે.

આ સેલિબ્રિટીઝે પણ આપી શુભેચ્છા

બીજી તરફ કોહલીની પત્ની અનુષ્કાએ નવા વર્ષ નિમિત્તે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરીને બધાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. અનુષ્કાએ શેર કરેલી તસવીર પર ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે.નવા વર્ષ નિમિત્તે BCIએ પણ ટ્વિટ કરીને ભારતીય ક્રિકેટના ચાહકોને શુભેચ્છા પાઠવી છે. બીસીસીઆઈએ ટ્વિટ કરીને ચાહકો માટે શુભેચ્છા સંદેશ લખ્યો છે.દરમિયાનમાં ભારતીય ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરે પણ દરેકને સ્વસ્થ અને નવા વર્ષ 2022ની શુભેચ્છા (New Year 2022) પાઠવી હતી.

રવિ શાસ્ત્રીનો વિડીયો વાઈરલ પણ થઇ ગયો

ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ ટ્વિટર પર બોલિવૂડ સ્ટાર રણવીર સિંહ સાથે ડાન્સિંગ વીડિયો પોસ્ટ કર્યો હતો. તેણે કેપ્શન આપ્યું, #HappyNewYear! 2022 માં પ્રવેશવાનું પસંદ છે. @RanveerOfficial ડાન્સ ટિપ્સ માટે આભાર. વર્ષ 2022 તમારા દરેક માટે અદ્ભુત, સ્વસ્થ અને પ્રેરણાદાયક વર્ષ બની રહે.

ભારતીય ટીમનું પ્રદર્શન સારું રહ્યું

આપને જણાવી દઈએ કે, વર્ષ 2021 ભારત માટે સારું રહ્યું. ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટમાં ભારતે ઘણું સારું પ્રદર્શન કર્યું. પરંતુ T20 વર્લ્ડ કપમાં ભારતના ખરાબ પ્રદર્શને ચોક્કસપણે ચાહકોના દિલ તોડી નાખ્યા. જોકે વર્ષના અંતે દક્ષિણ આફ્રિકામાં પ્રથમ ટેસ્ટ મેચજીતીને ભારતીય ક્રિકેટ ટીમે ચાહકોને ઉજવણીનો મોકો આપ્યો છે.

આ પણ વાંચોઃ Ravi Shastri New Year Celebration 2022 : પૂર્વ ભારતીય કોચે પોતાના મશહૂર અંદાજમાં નવા વર્ષને વધાવ્યું

2022ના વર્ષમાં પડકારો

હવે વર્ષ 2022 ભારતીય ક્રિકેટ માટે પણ પડકારરૂપ બનવાનું છે. આ વખતે પણ T20 વર્લ્ડ કપ રમાવાનો છે. એ જોવાનું રસપ્રદ રહેશે કે આ વખતે ભારતીય ટીમ T20ની ચેમ્પિયન બની શકશે કે નહીં.

આ પણ વાંચોઃ 90 મીટરનો આંકડો પાર કરવાથી નામ સર્વશ્રેષ્ઠમાં આવશેઃ નીરજ ચોપરા

ABOUT THE AUTHOR

...view details