ગુજરાત

gujarat

IPL 2021:પંજાબ કિંગ્સના ફાસ્ટ બોલર ક્રિસ જોર્ડને કહ્યું પ્લેઓફમાંથી બહાર થવું પણ અમારા માટે નિરાશા જનક

By

Published : Oct 8, 2021, 6:06 PM IST

IPL 2021:પંજાબ કિંગ્સના ફાસ્ટ બોલર ક્રિસ જોર્ડને કહ્યું પ્લેઓફમાંથી બહાર થવું પણ અમારા માટે નિરાશા જનક
IPL 2021:પંજાબ કિંગ્સના ફાસ્ટ બોલર ક્રિસ જોર્ડને કહ્યું પ્લેઓફમાંથી બહાર થવું પણ અમારા માટે નિરાશા જનક

પંજાબ કિંગ્સના(PUNJAB KINGS ) ફાસ્ટ બોલર ક્રિસ જોર્ડને(Jordan) મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "અમે એક ટીમના રૂપમાં સારું રમ્યા છીએ પરંતુ પ્લેઓફમાંથી બહાર થવું પણ અમારા માટે દુર્ભાગ્યપૂર્ણ છે."

  • પંજાબ કિંગ્સના ફાસ્ટ બોલર ક્રિસ જોર્ડન
  • IPL 2021 માંથી બહાર થવું નિરાશાજનક
  • જોર્ડને CSK સામે 20 રનમાં ચાર વિકેટ ઝડપી હતી

ન્યૂઝ ડેસ્ક: પંજાબ કિંગ્સના ફાસ્ટ બોલર ક્રિસ જોર્ડન(Jordan)નું માનવુ છે કે, તેના માટે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021 માંથી બહાર થવું ખૂબ જ નિરાશાજનક છે. આ ટૂર્નામેન્ટમાં પુનરાગમન કરવામાં અમે ઘણો સમય લીધો, જે દુર્ભાગ્યપૂર્ણ છે. પંજાબે ગુરુવારે ત્રણ વખતના IPL વિજેતા ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ને સાત ઓવરથી હરાવી હતી. તે પછી પંજાબ પ્લેઓફમાં પહોંચવાની આશાઓ કોલકાતાએ રાજસ્થાન રોયલ્સને હરાવીને પુરી કરી છે.

અમે એક ટીમના રૂપમાં સારું રમીએ છીએ

જોર્ડને મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, "અમે એક ટીમના રૂપમાં સારું રમીએ છીએ, પરંતુ પ્લે ઓફમાંથી બહાર રહેવું અમારા માટે દુર્ભાગ્યપૂર્ણ છે."

આખી ટુર્નામેન્ટ આ રીતે રમવાનો પ્રયાસ કરી રહ્યા હતા

જોર્ડને કહ્યું કે, આજની મેચ જે રીતે રમી તે રીતે રમવાની યોજના બનાવી હતી પરંતુ તે ખૂબ જ નિરાશાજનક છે કે તે અમારા માટે ખૂબ પાછળથી થયું. જે શૈલી સાથે અમે આજે રમ્યા હતા તે આખી ટુર્નામેન્ટ આ રીતે રમવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ આવું થયું નહીં .

જોર્ડને CSK સામે 20 રનમાં ચાર વિકેટ ઝડપી હતી

જોર્ડને કહ્યું કે, "હવે જલદી અમે અહીંથી આગળ વધીશું તે અમારા માટે સારૂં રહેશે. આ ટૂર્નામેન્ટમાં ઘણા ખેલાડીઓએ અમારી ટીમ માટે સારું પ્રદર્શન કર્યું છે, અમે આશા રાખીએ છીએ કે તે ભવિષ્યમાં પણ સારૂં પ્રદર્શન બતાવવાનું ચાલુ રાખશે."

જોર્ડને કેપ્ટન લોકેશ રાહુલની પ્રશંસા કરી

જોર્ડને કેપ્ટન લોકેશ રાહુલની પ્રશંસા કરી અને કહ્યું, "તે વર્લ્ડ ક્લાસ ખેલાડી છે. તેને બેટિંગ કરતા જોવું ખૂબ જ રોમાંચક છે. 2016 માં જ્યારે હું બેંગ્લોર માટે રમતો હતો ત્યારે હું તેની સાથે રમ્યો છું."

આ પણ વાંચોઃઅંશુ મલિકે સિલ્વર મેડલ જીતીને રચ્યો ઈતિહાસ

આ પણ વાંચોઃT20 World cup: આઈસીસીએ ટી20 વર્લ્ડ કપ માટે સત્તાવાર જાહેરાત કરી

ABOUT THE AUTHOR

...view details