ગુજરાત

gujarat

IPL 2021: દિલ્હીએ 3 વિકેટથી ચેન્નઈને હરાવ્યું, CSK વિરૂદ્ધ સતત ચોથી જીત સાથે દિલ્હી પોઈન્ટ ટેબલમાં નંબર-1

By

Published : Oct 5, 2021, 8:09 AM IST

IPL 2021 ની 50 મી મેચમાં દિલ્હી કેપિટલ્સે ચેન્નઈ સુપર કિંગ્સને બે બોલ બાકી રાખીને ત્રણ વિકેટે હરાવી હતી. આ જીત સાથે દિલ્હીની ટીમે 20 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર પણ કબજો જમાવી લીધો છે.

IPL 2021: દિલ્હીએ 3 વિકેટથી ચેન્નઈને હરાવ્યું, CSK વિરૂદ્ધ સતત ચોથી જીત સાથે દિલ્હી પોઈન્ટ ટેબલમાં નંબર-1
IPL 2021: દિલ્હીએ 3 વિકેટથી ચેન્નઈને હરાવ્યું, CSK વિરૂદ્ધ સતત ચોથી જીત સાથે દિલ્હી પોઈન્ટ ટેબલમાં નંબર-1

  • IPLમાં CSK માટે રોબિન ઉથપ્પાની આ પ્રથમ મેચ હતી
  • દિલ્હી પોઈન્ટ ટેબલમાં નંબર-1
  • ધોની-રાયડુએ 5મી વિકેટ માટે 70 રન જોડ્યા હતા.

IPL-2021 ફેઝ-2માં સોમવારે બે ટેબલ ટોપર્સ ટીમ ચેન્નઈ સુપરકિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી. જેમાં કેપ્ટન કૂલ એન્ડ ટીમે 5 વિકેટના નુકસાને 136 રન કર્યા હતા. રિષભની ટીમ દિલ્હીએ 2 બોલ ચેઝ કરી 3 વિકેટથી મેચ જીતી લીધી હતી

આક્રમક શરૂઆત પછી પંત આઉટ

પૃથ્વી શો અને શિખર ધવને પહેલી વિકેટ માટે 24 રન જોડ્યા હતા. ત્રણ ચોગ્ગા મારી ચૂકેલો શો આક્રમક ફોર્મમાં જોવા મળ્યો હતો, પરંતુ ત્યારે જ દીપક ચહરે તેને પેવેલિયન ભેગો કરીને ચેન્નઈને મહત્ત્વપૂર્ણ વિકેટ અપાવી હતી. ત્યારપછી શ્રેયસ અય્યર પણ 2 રનના સ્કોર પર આઉટ થઈ જતા દિલ્હીની મુશ્કેલીમાં વધારો થયો હતો.

ધોનીની ખેલદિલીએ ફેન્સના દિલ જીત્યા

ચેન્નઈના કેપ્ટન MS ધોનીએ 27 બોલ પર 18 રન કર્યા અને આવેશ ખાનના બોલ પર વિકેટ પાછળ રિષભ પંતને કેચ આપી બેઠો હતો. તેવામાં દિલ્હીની ટીમ અપીલ કરે તેની સાથે જ ધોની પેવેલિયન ભેગો થઈ ગયો હતો.

ઋતુરાજને મોટી તક મળી

ઋતુરાજ ગાયકવાડને મેચના બીજા જ બોલ પર એનરિક નોર્ટ્યાએ LBW આઉટ કર્યો હતો, પરંતુ ગાયકવાડે અમ્પાયરના નિર્ણયની વિરુદ્ધ જઈને DRS લીધો હતો. રિપ્લેમાં દર્શાવવામાં આવ્યું હતું કે, બોલ વિકેટ છોડીને લેગ-સ્ટમ્પની બહાર જતો હતો. જે બાદ ઋતુરાજને 0 પર મોટું જીવનદાન મળ્યું હતું. જોકે તે આનો ફાયદો ઉઠાવી શક્યો નહીં અને નોર્ત્યાના બોલ પર (13)ના સ્કોર પર આર અશ્વિનના હાથે કેચ આઉટ થયો હતો.

દિલ્હીએ સતત 3 વાર ચેન્નઈને હરાવી છે

IPLમાં ઓવરઓલ હેડ ટુ હેડની વાત કરીએ તો ચેન્નઈનું પલડું દિલ્હી કરતા ભારે છે. પરંતુ છેલ્લી ત્રણ મેચમાં દિલ્હીએ સતત 3 વાર ચેન્નઈને હરાવી છે. જેમાં 2021 સીઝનના પેહલા ફેઝમાં મળેલી જીત પણ સામેલ છે. જોકે આ મેચ પછી ચેન્નઈ આક્રમક ફોર્મમાં જોવા મળી છે. રાજસ્થાન વિરૂદ્ધની મેચમાં હાર પહેલા ચેન્નઈએ UAEમાં ફેઝ-2માં સતત 4 મેચમાં જીત મેળવી હતી.

રૈનાનું ફોર્મ ચેન્નઈ માટે ચિંતાનું કારણ

ચેન્નઈના મોટાભાગના ખેલાડી શાનદાર લયમાં છે, પરંતુ ટીમના સ્ટાર બેટર સુરેશ રૈના આખી સીઝનમાં સંઘર્ષ કરતો જોવા મળ્યો છે. તે ફેઝ-2માં એક પણ અર્ધસદી નોંધાવી શક્યો નથી. અને પાંચ મેચમાં તેનો બેસ્ટ સ્કોર 17 નોટઆઉટ છે. પ્લેઓફમાં રૈના જો ફોર્મમાં પરત નહીં ફરે તો ચેન્નઈ માટે મુશ્કેલીમાં વધારો થયો છે.

ચેન્નઈ માટે ધવનનો પડકાર

શિખર ધવન દિલ્હીની સફળતા પાછળ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવી રહ્યો છે. ચેન્નઈ વિરૂદ્ધ તેની બેટિંગ વધારે સારી હોય છે. ચેન્નઈ વિરૂદ્ધ છેલ્લી 2 મેચમાં ધવન મેન ઓફ ધ મેચ રહ્યો હતો.

આ પણ વાંચો : IPL 2021: CSK એ 6 વિકેટે સિક્સ મારીને SRH ને હરાવ્યું

આ પણ વાંચો : IPL 2021 : DC vs KKR ની મેચ પછી, DC ના આસિસ્ટન્ટ કોચ પ્રવીણ અમરે શું નિવેદન આપ્યું, તે અંગે જાણો

ABOUT THE AUTHOR

...view details