ગુજરાત

gujarat

Pakistan cricket teamના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકને હાર્ટએટેક આવતા હોસ્પિટલ દાખલ, ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી મળશે રજા

By

Published : Sep 28, 2021, 12:41 PM IST

Pakistan cricket teamના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકને હાર્ટએટેક આવતા હોસ્પિટલ દાખલ, ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી મળશે રજા
Pakistan cricket teamના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકને હાર્ટએટેક આવતા હોસ્પિટલ દાખલ, ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી મળશે રજા ()

પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી અને ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હક્કને (Former Pakistan cricketer Inzamam-ul-Haq) હાર્ટએટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં ઈન્ઝમામ ઉલ હકની એન્જિયોપ્લાસ્ટી (Angioplasty) કરવામાં આવી હતી. જોકે, અત્યારે તેમની હાલત સ્થિર છે.

  • પાકિસ્તાનના ક્રિકેટ પ્રેમીઓ માટે દુઃખદ સમાચાર
  • પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકને (Former Pakistan cricketer Inzamam-ul-Haq) આવ્યો હાર્ટએટેક
  • ઈન્ઝમામના પરિવારજને કહ્યું, ટૂંક સમયમાં તેમને અપાશે રજા

ન્યૂઝ ડેસ્કઃ પાકિસ્તાનના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર અને કેપ્ટન ઈન્ઝમામ ઉલ હક્કને (Former Pakistan cricketer Inzamam-ul-Haq) આજે (મંગળવારે) હાર્ટએટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જોકે, અહીં તેમની એન્જિયોપ્લાસ્ટી (Angioplasty) કરવામાં આવી હતી. જોકે, અત્યારે તેમની હાલત સ્થિર છે. રિપોર્ટ્સ અનુસાર, ઈન્ઝમામ ઉલ હક પર ડોક્ટર્સ દેખરેખ રાખી રહ્યા છે. ઈન્ઝમામને છેલ્લા 3 દિવસથી છાતીમાં દુખાવો થઈ રહ્યો હતો. ત્યારબાદ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. આ ટેસ્ટમાં જ એ વાતનો ખુલાસો થયો હતો કે, તેમને હાર્ટએટેક આવ્યો હતો. ત્યારબાદ ઈન્ઝમામ ઉલ હકની સર્જરી કરવામાં આવી હતી.

ટૂંક સમયમાં ઈન્ઝમામને હોસ્પિટલમાંથી રજા મળશે

પાકિસ્તાનના અનેક ક્રિકેટર્સને ઈન્ઝમામ ઉલ હક્ક (Inzamam-ul-Haq) માટે ટ્વિટ કર્યું છે અને તેઓ ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી છે. તેમના એક પરિવારજને કહ્યું હતું કે, ઈન્ઝમામની તબિયત હવે ઘણી સારી છે. તેમને ટૂંક સમયમાં જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. આપને જણાવી દઈએ કે, 51 વર્ષીય ઈન્ઝમામ ઉલ હકની ગણતરી પાકિસ્તાનના ઓલટાઈમ ગ્રેટ પ્લેયર્સમાં થાય છે. તેમના નામે વન-ડે ક્રિકેટમાં પાકિસ્તાન માટે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. તેમણે કુલ 375 વન-ડે મેચ રમી છે, જેમાં 11,701 રન બનાવ્યા હતા.

ઈન્ઝમામ નિવૃત્તિ પછી અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના કોચ બન્યા હતા

ઈન્ઝમામ ઉલ હક્કે (Inzamam-ul-Haq) ટેસ્ટમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમણે 120 ટેસ્ટ મેચમાં 8,830 રન બનાવ્યા હતા. તેઓ લાંબા સમય સુધી પાકિસ્તાનના કેપ્ટન રહ્યા હતા. નિવૃત્તિ પછી તેમણે અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમના કોચ (Coach of Afghanistan cricket team) તરીકે કામ કર્યું હતું. ભારતમાં પણ ઈન્ઝમામ ઉલ હક ઘણા ચર્ચામાં રહ્યા છે. ઈન્ઝમામ વર્ષ 2016થી 2019 સુધી મુખ્ય પસંદગીકાર પણ રહ્યા હતા. તેમના જ કાર્યકાળમાં વ્રષ 2017માં ભારત ICC ચેમ્પિયન્સમાં પાકિસ્તાન સામે હાર્યું હતું. તેમણે વર્ષ 2019 વર્લ્ડ કપ પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નવા મેનેજમેન્ટે પદ છોડવાનું કહ્યું હતું.

આ પણ વાંચોઃ"ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટૂર રદ્દ થતા ભારત પર દોષ ઢોળવાનું બંધ કરે પાકિસ્તાન"

આ પણ વાંચોઃધોનીની ટીમના ધાકડ ઑલરાઉન્ડરે સંન્યાસની કરી જાહેરાત, કોહલીને અનેકવાર કરી ચૂક્યો છે આઉટ

ABOUT THE AUTHOR

...view details