ગુજરાત

gujarat

વુમન્સ T-20 વર્લ્ડકપ: મેલબર્નમાં આવતીકાલે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ટક્કર

By

Published : Feb 26, 2020, 1:53 PM IST

ગુરૂવારે મેલબર્નમાં વુમન્સ T-20 વર્લ્ડકપમાં ભારત ત્રીજી મેચ ન્યૂઝીલેન્ડ સામે રમશે. ભારત બંને મેચ જીતીને ગ્રુપ-Aમાં 4 પોઈન્ટ્સ સાથે ટોપ પર છે. જો ટીમ ઇન્ડિયા આ મેચ જીતે તો સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરી લેશે. ભારતે પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 17 રને અને બીજી મેચમાં બાંગ્લાદેશને 18 રને હરાવ્યું હતું.

sports news
sports news

સ્પોર્ટ્સ ડેસ્કઃ મેલબર્નમા રમાનારી વુમન્સ T-20 વર્લ્ડકપમાં ત્રીજી મેચ ભારત ન્યૂઝીલેન્ડ સામે રમશે. ભારતે પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 17 રને અને બીજી મેચમાં બાંગ્લાદેશને 18 રને હરાવ્યું હતું. જ્યારે ન્યૂઝીલેન્ડની આ બીજી મેચ છે, તેણે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું હતું અને ગ્રુપમાં બીજા સ્થાને છે.

ભારતીય મહિલા ટીમે ન્યૂઝીલેન્ડ સામે 11 T-20 રમી છે. તેમાંથી ભારતને માત્ર 3માં જીત મળી છે, જ્યારે 8માં હારનો સામનો કર્યો છે. વર્લ્ડકપમાં બંને ટીમ 3 વાર એકબીજા સામે ટકરાઈ છે. અત્યાર સુધી 6 વાર T-20 વર્લ્ડ કપ રમાયો છે. ભારત એકપણ વાર ફાઇનલમાં પહોંચ્યું નથી, જ્યારે ઓસ્ટ્રેલિયા 4 વાર ટાઇટલ જીતી ચૂક્યું છે. જો કે, ભારત 2009, 2010 અને 2018માં સેમિફાઇનલમાં પહોંચ્યું હતું. આ ત્રીજી મેચ જો ઈન્ડિયા જીતશે તો સેમિફાઈનલમાં સ્થાન નિશ્ચિત છે.

ભારતીય ટીમ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, જેમિમા રોડ્રિગ્ઝ, દીપ્તિ શર્મા, વેદા કૃષ્ણમૂર્તિ, શિખા પાંડે, તાનિયા ભાટિયા (વિકેટકીપર), અરુંધતી રેડ્ડી, પૂનમ યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, હરલીન દેઓલ, રિચા ઘોષ, પૂજા વસ્ત્રાકાર અને રાધા યાદવ.

ન્યૂઝીલેન્ડ ટીમ

સોફી ડિવાઇન (કેપ્ટન), રોઝમેરી મેર, સુઝી બેટ્સ, લોરેન ડાઉન, મેડી ગ્રીન, હોલી હુડલેશન, હેલી જેન્સન, લેગ કાસપરેક, એમેલિયા કેર, જેસ કેર, કેટી માર્ટિન, કેટી પર્કિન્સ, અન્ના પીટરસન, રશેલ પ્રિસ્ટ અને લી ટહુહુ સામેલ છે.

ABOUT THE AUTHOR

...view details