ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કંગનાએ મુંબઈને ફરી કહ્યું 'PoK', BMCને 'બાબર' સાથે સરખાવી

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે બીએમસી દ્વારા ઓફિસના ભાગને તોડી પાડવાને લઇને ફરી એકવાર મહારાષ્ટ્ર સરકાર પર પ્રહાર કર્યા છે.

કંગના
કંગના

By

Published : Sep 9, 2020, 12:52 PM IST

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે બીએમસી દ્વારા ઓફિસનો ભાગ તોડી પાડવાને લઇને ફરી એકવાર મહારાષ્ટ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. બુધવારે તેણે ફરી એકવાર મુંબઇની તુલના પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સાથે કરતા કહ્યું કે, 'મહારાષ્ટ્ર સરકાર અને તેના ગુંડાઓ' ગેરકાયદેસર રીતે મારી ઓફિસ તોડવા માંગે છે.

તેણે એક સાથે અનેક ટ્વીટ કરીને કહ્યું કે, 'હું ક્યારેય ખોટી નથી હોતી અને તે મારા દુશ્મનોએ ફરીથી સાબિત કરી દીધું છે. જેથી મારું મુંબઈ હવે PoK બની ગયું છે. #deathofDemocracy ???? '. કંગનાએ ઓફિસની કેટલીક તસવીરો પણ શેર કરી હતી, જેમાં મુંબઈ પોલીસના કેટલાક પોલીસકર્મીઓ અને સિવિલ ડ્રેસમાં લોકો જોવા મળી રહ્યાં છે. કંગનાએ એક ટ્વીટમાં લખ્યું હતું કે, 'પાકિસ્તાન .... #deathofDemocracy'.

કંગનાએ પોલીસકર્મીઓ અને અધિકારીઓના ફોટા શેર કર્યા અને લખ્યું કે, 'બાબર અને તેની સેના'. આ પહેલા કંગનાએ એક ફોટો શેર કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તેની ઓફિસની સામે જોવા મળી હતી.

તેમણે લખ્યું કે, 'જ્યારે હું મુંબઇ માટે એરપોર્ટ પર જાઉં છું, તે જ સમયે મહારાષ્ટ્ર સરકાર અને તેના ગુંડાઓ મારી સંપત્તિ પર હાજર છે અને તેને ગેરકાયદેસર રીતે તોડવાની તૈયારી કરી રહ્યાં છે. તોડો! મેં પણ મહારાષ્ટ્ર માટે લોહી આપવાનું વચન આપ્યું છે, તે કંઈ નથી. મારી પાસેથી બધું જ લઇ લો, પરંતુ મારો વિશ્વાસ ઉંચો જ રહેશે અને વધશે. કંગનાનો છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્ર સરકાર સાથે વિવાદ ચાલી રહ્યો છે. કંગના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદથી મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર સરકાર પર પ્રહારો કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details