ગુજરાત

gujarat

નવાઝુદ્દીન સિદ્દીકીની આગામી ફિલ્મ ‘ઘૂમકેતુ’ OTT પર થશે રિલીઝ

By

Published : May 9, 2020, 5:03 PM IST

નવાઝુદ્દીન સિદ્દીકીની આગામી ફિલ્મ 'ઘૂમકેતુ' થિયેટરમાં રિલીઝ નહીં થાય. આ ફિલ્મ ડાયરેક્ટ ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે. ફિલ્મમાં અભિનેતાનો ફર્સ્ટ લૂક પણ સામે આવ્યો છે, જેમાં તે લેખકની પાત્રમાં શાનદાર લાગી રહ્યો છે.

etv bharat
ઘૂમકેતુ ઓટીટી પર થશે રિલીઝ

મુંબઇ: અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી તેની આગામી કોમેડી ફિલ્મ 'ઘૂમકેતુ'ને મોટી સ્ક્રીન પર રિલીઝ નહી કરીને સીધી ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરવા જઇ રહ્યા છે.

પુષ્પેન્દ્ર નાથ મિશ્રાના નિર્દેશનમાં બનેલી 'ઘૂમકેતુ' એક કોમેડી ડ્રામા ફિલ્મ છે. જે એક ઉભરતા લેખક વિશે છે (નવાઝુદ્દીન સિદ્દીકીએ ભૂમિકા ભજવી છે). લેખક મુંબઈના મોટા ફિલ્મ ઇન્ડસ્ટ્રીસમાં પોતાને મોટો બનાવવા માટે સ્ટ્રગલ કરે છે. આ ફિલ્મમાં ઇલા અરૂણ, રઘુબીર યાદવ, સ્વાનંદ કિરકિરે અને રાગિની ખન્ના મહત્વની ભૂમિકામાં છે.

અમિતાભ બચ્ચન, રણવીર સિંહ અને સોનાક્ષી સિન્હા પણ આ ફિલ્મમાં વિશેષ રજૂઆત આપવાના છે.

નવાઝે આ ફિલ્મ વિશે જણાવ્યું હતું કે, 'ઘૂમકેતુ એક મજેદાર અને કયારેય જોવામાં નહી આવેલા કેરેકટરની સ્ટોરી છે અને મને આ રોલ પ્લે કરવામાં ખૂબજ મજા આવી. અનુરાગ, જે હંમેશાં કેમેરાની પાછળ રહે છે, તે અમારી સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતી જોવા મળશે અને એક એક્ટર તરીકે તેની સાથે કામ કરવાનો એક સારો અનુભવ રહ્યો. ઘૂમકેતુની સ્ટોરીલાઇન ખૂબ સરસ છે અને તે ચોક્કસપણે દર્શકોનું મનોરંજન કરશે.’

ફિલ્મમાંથી નવાઝુદ્દીનના પાત્રનો પહેલો લુક પણ સામે આવ્યો છે. જેમાં અભિનેતા પથારીમાં ઉંધા પડીને પોતાની કલ્પનાઓને પાના પર ઉતારવામાં વ્યસ્ત છે અને તેના ચહેરા પર સ્મિત છે.

ફેન્ટમ ફિલ્મ્સ અને સોની પિક્ચર્સ નેટવર્ક દ્વારા નિર્મિત આ ફિલ્મ ZEE 5 પર 5 મેએ રીલિઝ થવાની છે.

ABOUT THE AUTHOR

...view details