- અરુણાની તબિયત છેલ્લા કેટલાક દિવસથી સારી ન હતી
- અભિનેતાની માતાને આઇસીયૂમાં દાખલ કરવાની વાતની જાણ થતાં જ લંડનથી ભારત પરત આવ્યા
- અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાને આઇસીયૂમાં દાખલ કરવામાં આવી
હૈદરાબાદ: બોલીવુડ અભિનેતા અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાને આઇસીયૂમાં દાખલ કરવામાં આવી છે, ત્યાં અભિનેતાને આ વાતની જાણ થતાં જ તેઓ લંડનથી ભારત પરત આવ્યા છે.
અરુણા ભાટિયાને હીરાનંદાની હોસ્પિટલના આઇસીયૂમાં દાખલ કરવામાં આવી
અભિનેતા અક્ષય કુમારની માતાને મુંબઇ સ્થિત હીરાનંદાની હોસ્પિટલના આઇસીયૂમાં દાખલ કરવામાં આવી છે, ત્યાં આઇસીયૂમાં દાખલ કરવાનું કારણ શું છે. ત્યાં એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે, અરુણાની તબિયત છેલ્લા કેટલાક દિવસથી સારી ન હતી. અભિનેતાની માતાને આઇસીયૂમાં દાખલ કરવાની વાતની જાણ થતાં જ તેઓ લંડનથી ભારત પરત આવ્યા છે, જેથી તેઓ પોતાની માતા સાથે સમય વિતાવી શકે.