ગુજરાત

gujarat

FBIએ ભદ્રેશ પટેલને વોન્ટેડ જાહેર કર્યો, છરીના ઘા મારી પત્નીની કરી હતી હત્યા

By

Published : Jun 1, 2023, 12:49 PM IST

એક ગુજરાતી યુવક આંતરરાષ્ટ્રીય સ્તરે વોન્ટેડ બની ગયો છે. અમેરિકાની ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (એફબીઆઈ)ના ટોપ મોસ્ટ 10 વોન્ટેડમાં ગુજરાતી યુવક કુખ્યાત થયો છે. એક સમય ઓસામા બિન લાદેન જે યાદીમાં હતો. એ યાદીમાં ગુજરાતી છોકરાનું નામ આવતા અમેરિકાના ગુજરાતી પરિવારોમાં ચકચાર મચી જવા પામી છે.

FBIએ ભદ્રેશ પટેલને વોન્ટેડ જાહેર કર્યો છરીના ઘા મારી પત્નીની કરી હતી હત્યા
FBIએ ભદ્રેશ પટેલને વોન્ટેડ જાહેર કર્યો છરીના ઘા મારી પત્નીની કરી હતી હત્યા

અમદાવાદઃઅમેરિકા જવાના સપના મોટાભાગના ગુજરાતી યુવાનોના હોય છે. પણ અમેરિકા જઈને એવો કાંડ કરી બેસે કે, સ્થિતિ એવી ઊભી થાય કે, ન ઘરના રહે કે ન ઘાટના. કુખ્યાતિ મેળ એ પણ એડવાન્સમાં. આવો જ કિસ્સો વર્ષ 2015માં બન્યો હતો. જ્યારે ભદ્રેશ પટેલ નામના યુવાને અમેરિકામાં એમની પત્નીની હત્યા કરી નાંખી હતી. હવે FBIએ એને વોન્ટેડ જાહેર કરતા ગુજરાત કોમ્યુનિટી ગ્રૂપમાં પણ આ અંગે ચર્ચાઓ શરૂ થઈ છે. 33 વર્ષના ગુજરાતી ભદ્રેશ પટેલનું નામ આંતરરાષ્ટ્રી સ્તરે વોન્ટેડમાં જાહેર કરી દેવામાં આવ્યું છે. જેને અમેરિકાની પોલીસ શોધી રહી છે.

આઠ વર્ષથી ફરારઃઅમેરિકાની તપાસ એજન્સીઓ છેક 2015થી ભદ્રેશ પટેલને શોધે છે. જેણે 21 વર્ષની ઉંમરે તેની પત્ની પલકને છરીના ઘા ઝીકીને મોતને ઘાટ ઊતારી દીધી હતી. એ પત્નીની હત્યા કરીને તે ફરાર થઈ ગયો હતો. તેને બાદમાં અમેરિકાની પોલીસ તથા એફબીઆઈ તપાસ એજન્સી શોધી રહી છે. આ માટે અમેરિકાની પોલીસને એક ટીમ પણ તૈયાર કરી હતી.

ફરાર થઈ ગયોઃ જે ટેકનિકલ ટીમના આધારે આ કુખ્યાતને શોધી રહી હતી. એફબીઆઈને શંકા છે કે તે માનવ તસ્કરોની મદદથી અમેરિકા છોડીને ફરાર થઈ જવામાં સફળ પુરવાર થયો હોઈ શકે છે. એ પહેલા આ મામલામાં તેણે ગુજરાતીઓને અમેરિકામાં ઘુસાડવામાં માહિર ગણાતા ભરત પટેલ ઉર્ફે બોબીની પણ મદદ લીધી હોવાનું મનાઈ રહ્યું છે. જોકે, એનું અને બોબીનું શુ ક્નેકશન છે એ અંગે પણ અમેરિકાની પોલીસને આશંકા છે.

મૂળ અમદાવાદીઃ ભદ્રેશ પટેલ મૂળ અમદાવાદના રહેવાસી છે. જે અમેરિકા સ્થાયી થયો હતો. કુટુંબ અને ખાસ કરીને અમદાવાદમાં રહેતા તેના માતા-પિતા સાથે તેણે સંપર્ક કાપી નાખ્યા છે. પહેલા તે ઈકવાડોરમાં રહેતા તેના સંબંધીને ત્યાં પહોંચીને પછી કેનેડા કંટ્રીમાં ખોટી રીતે ઘુસી ગયો હોવાની આશંકા છે. જોકે, હાલમાં તે ક્યાં છે એ અંગે કોઈ પ્રકારની ભાળ પોલીસને મળી નથી. તે તેની પત્ની પલક સાથે 2014માં અમેરિકા આવ્યો હતો. જ્યાં મેરીલેન્ડમાં એક શોપમાં બન્ને નોકરી કરતા હતા. જો કે તેઓ અમેરિકા પહોંચ્યા પુર્વે ઈકવાડોરમાં થોડો સમય રહ્યા હતા. એવી વિગત પોલીસ વિભાગમાંથી મળી છે.

FBIએ ભદ્રેશ પટેલને વોન્ટેડ જાહેર કર્યો છરીના ઘા મારી પત્નીની કરી હતી હત્યા

વિઝિટર્સ વિઝાથી એન્ટ્રીઃઆંતરરાષ્ટ્રીય સ્તરે જાહેર કરેલા એક રીપોર્ટ અનુસા વિઝિટર વિસા પર અમેરિકાએ દાખલ થઈને પછી ગેરકાનુની રીતે ધસી ગયા હતા. જયાં બન્ને વચ્ચે ઝગડો થયો. 12 એપ્રિલ 2015ના રોજ ભદ્રેશ તેની પત્નીને ચાકુના ઘા મારી હત્યા કરી હતી. આ ઘટના તેઓ જે સ્થાને નોકરી કરતા હતા તે કાફેજમાં બની હતી પછી ભદ્રેશ નાસી છુટયો છે તેની અનેક તસ્વીરો પણ એફબીઆઈએ જાહેર કર્યો છે. એના વિઝિટર્સના વિઝા પૂરા થઈ ગયા હોવા છતાં પણ તે અમેરિકામાં સ્થાયી રહ્યો હતો.

પત્નીની ઈચ્છાઃ હત્યા થઈ એ પહેલા પત્ની પલકે ઈન્ડિયા પાછા ફરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેને લઈને ભદ્રેશ અને પલક વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. બન્ને જે શૉપમાં નોકરી કરતા હતા ત્યાના સીસીટીવી ફૂટેડ અમેરિકાની પોલીસને મળ્યા છે. જ્યારે કોઈ ગ્રાહકે સ્ટોરમાં કોઈને જોયા જ નહીં એ સમયે અહીં હત્યા હોવાનું સામે આવ્યું. પોલીસ તપાસમાંથી જાણવા મળ્યું હતું કે, પલકની છરી મારીને હત્યા કરી દેવાઈ છે.

  1. International News: અમેરિકી સેનાના પ્લેનની સામે ચીની ફાઈટર જેટ દેખાતા હોબાળો મચ્યો
  2. International News : US પ્રમુખની હત્યાનો પ્રયાસ કરનાર ભારતીય મૂળના કિશોરને થઈ શકે છે 10 વર્ષની જેલ

ABOUT THE AUTHOR

...view details