વોશિંગ્ટન : યુએસ પ્રમુખ જો બાઈડેને ભારતીય-અમેરિકન બિઝનેસ ટાયકૂન અજય બંગાને વર્લ્ડ બેંકના વડા તરીકે નિયુક્ત કર્યા છે. રાષ્ટ્રપતિ બાઈડેને નિવેદનમાં કહ્યું છે કે, અજય બંગાને વૈશ્વિક કંપનીઓ સાથે કામ કરવાનો સારો અનુભવ છે. તેમણે કહ્યું કે, અજય વિશ્વ બેંકનું નેતૃત્વ કરવા માટે યોગ્ય છે. હાલમાં અજય બંગા જનરલ એટલાન્ટિકમાં વાઇસ ચેરમેન છે.
જો બાઈડેને કહ્યું બંગા વિશ્વ બેંકનું નેતૃત્વ કરવા સક્ષમ છે :જો બાઈડેને કહ્યું કે, બંગા વિશ્વ બેંકનું નેતૃત્વ કરવા સક્ષમ છે. તેમણે વૈશ્વિક કંપનીઓના નિર્માણ અને સંચાલનમાં 30 વર્ષથી વધુ સમય પસાર કર્યો છે. આ કંપનીઓ વિકાસશીલ અર્થતંત્રોમાં નોકરીઓનું સર્જન કરે છે. બાઈડેને કહ્યું કે, બંગા પાસે લોકો અને સિસ્ટમોનું સંચાલન કરવાનો અને સારા પરિણામો આપવાનો સારો ટ્રેક રેકોર્ડ છે.
વર્ષ 2016માં મળ્યો હતો પદ્મશ્રી :અજય બંગાને 2016માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. બંગાને વિશ્વ બેંકના પ્રમુખ તરીકે નામાંકિત કરવા પર, યુએસ ઉપાધ્યક્ષ કમલા હેરિસે કહ્યું છે કે બંગા એક પરિવર્તનશીલ રાષ્ટ્રપતિ સાબિત થશે. યુએસ ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ (USISPF) એ પણ અજય બંગાને અભિનંદન પાઠવ્યા છે.