ગુજરાત

gujarat

તાલીબાનીઓએ કાબુલમાં રહેતા ભારતીય ઉદ્યોગપતિનું કર્યું અપહરણ

By

Published : Sep 15, 2021, 12:52 PM IST

તાલીબાનીઓએ કાબુલમાં રહેતા ભારતીય ઉદ્યોગપતિનું કર્યું અપહરણ
તાલીબાનીઓએ કાબુલમાં રહેતા ભારતીય ઉદ્યોગપતિનું કર્યું અપહરણ

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મંગળવારના રોજ તાલીનીઓએ અફઘાનિસ્તાનમાં 50 વર્ષથી રહેતા અને દવા ઉત્પાદનનું કામ કરતા ઉદ્યોગપતિનું બંદૂકની અણીએ અપહરણ કર્યું હતુ. હજુ સુધી તેમના કોઈ સમાચાર મળ્યા નથી. આ મામલે ઉદ્યોગપતિના અપહરણની માહિતી વિદેશ મંત્રાલયને મોકલવામાં આવી છે.

  • અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ભારતીય ઉદ્યોગપતિનું અપહરણ
  • બિઝનેસમેન બંસરીલાલ મૂળ અફઘાનના રહેવાસી
  • ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામ કરતા લોકોનું પણ અપહરણ કર્યું

કાબુલ:અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મંગળવારના રોજ એક ભારતીય ઉદ્યોગપતિનું અપહરણ કરવામાં આવ્યું હતું. જેના માટે હજુ સુધી કોઈ સમાચાર મળ્યા નથી. ભારતીય બિઝનેસમેન બંસરીલાલ ઓફિસ જઈ રહ્યા હતા, ત્યારે બંદૂકધારીઓએ તેમનું અપહરણ કર્યું હતું. મળતી માહિતી મુજબ, તેમની કાર પાછળથી અથડાઈ હતી અને પછી બંદૂકની અણીએ અપહરણ કરવામાં આવ્યું હતું. તાલિબાન તરફથી આ વિસ્તારને સીલ કરીને પણ દરોડા પાડવામાં આવ્યા હતા, પરંતુ સફળતા મળી ન હતી.

તાલિબાનોએ ભારતીય બિઝનેસમેનનું કર્યું અપહરણ

ઇન્ડિયન વર્લ્ડ ફોરમના પ્રમુખ પુનીત સિંહ ચંઢોક કે વેપારીના અપહરણ વિશે જણાવ્યું હતું કે તાલિબાનોએ તેનું અપહરણ કર્યું છે. આ બિઝનેસમેન અફઘાન મૂળનો છે અને તેનું નામ બંસરી લાલ આરેંધી છે.

આ પણ વાંચો:અફઘાન રાષ્ટ્રપતિએ રેડિયો સંદેશમાં દેશવાસીઓને ખાતરી આપી, કહી આ મોટી વાતો

કાબુલમાં બિઝનેશમેન દવાનો કરતો હતો બિઝનેશ

બંસરી ભારતીય બિઝનેશમેન આશરે 50 વર્ષથી તે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં દવા ઉત્પાદનનું કામ કરતો હતો. તાલિબાને મંગળવારે સવારે 8 વાગ્યે દુકાન નજીકથી તેનું અપહરણ કર્યું હતું. તેણે કહ્યું કે તાલિબાને બંસરી સાથે ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામ કરતા લોકોનું પણ અપહરણ કર્યું હતું, પરંતુ તેઓ કોઈક રીતે તેમની પકડમાંથી છટકી શક્યા હતા. અપહરણ બાદ તાલિબાને સ્ટાફને માર માર્યો હતો.

ઉદ્યોગપતિનો પરિવાર દિલ્હી-એનસીઆરમાં રહે છે

બંસરીનો પરિવાર દિલ્હી એનસીઆરમાં રહે છે. સ્થાનિક તપાસ એજન્સીઓએ અપહરણ સંદર્ભે કેસ નોંધ્યો છે અને તેમની તપાસ કરી રહી છે. જોકે, હજુ સફળતા મળી નથી. ઉદ્યોગપતિના અપહરણની માહિતી વિદેશ મંત્રાલયને મોકલવામાં આવી છે. સાથે જ સરકારને આ મામલે ટૂંક સમયમાં હસ્તક્ષેપ કરવા અને અપહરણ કરાયેલા વેપારીને વહેલી તકે છોડાવવા અપીલ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details