ગુજરાત

gujarat

Sri Lanka oil tank: શ્રીલંકા ભારતને લીઝ પર આપેલી ઓઇલ ટેન્ક પાછી લેવા તરફ

By

Published : Dec 29, 2021, 5:10 PM IST

શ્રીલંકાના ઉર્જાપ્રધાનનું કહેવું છે કે, તેઓ બીજા વિશ્વયુદ્ધની 99 ઓઇલ સ્ટોરેજ ટેન્ક (Sri Lanka oil tank)ને પુનઃપ્રાપ્ત કરવા માટે ભારત સાથે વાતચીત પૂર્ણ કરવાની નજીક છે.

Sri Lanka oil tank: શ્રીલંકા ભારતને લીઝ પર આપેલી ઓઇલ ટેન્ક પાછી લેવા તરફ
Sri Lanka oil tank: શ્રીલંકા ભારતને લીઝ પર આપેલી ઓઇલ ટેન્ક પાછી લેવા તરફ

કોલંબો: શ્રીલંકાના ઉર્જાપ્રધાન ઉદયા ગમનપિલાએ બુધવારે જણાવ્યું હતું કે, તેમનો દેશ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને વ્યૂહાત્મક રીતે ભાડે આપેલી 99 વિશ્વયુદ્ધ II ઓઇલ સ્ટોરેજ ટેન્ક (Sri Lanka oil tank)ને ફરીથી મેળવવાનું વિચારી રહ્યો છે. ભારત સાથે વાતચીત પૂર્ણ કરવાની નજીક છે.

સૌથી ઊંડા કુદરતી બંદરોમાંનું એક

આ ટેન્ક શ્રીલંકાના પૂર્વ કિનારે સ્થિત ત્રિંકોમાલી બંદર જિલ્લામાં આપવામાં આવી છે. ત્રિંકોમાલી હાર્બર એ વિશ્વના સૌથી ઊંડા કુદરતી બંદરોમાંનું એક છે, જેને બ્રિટિશ લોકોએ બીજા વિશ્વયુદ્ધ (Second world war) દરમિયાન વિકસાવ્યું હતું.

ટેન્કોને પુનઃપ્રાપ્ત કરવાની હાકલ

લંકા IOC, ભારતની અગ્રણી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC)ની શ્રીલંકાની પેટાકંપની, વર્ષ 2003થી 35 વર્ષના સમયગાળા માટે 99 ટેન્કની લીઝ ધરાવે છે, જેના માટે દર વર્ષે US$ 1 લાખ ચૂકવવામાં આવે છે. શ્રીલંકાના ઉર્જા પ્રધાન ગમનપિલાએ આ વર્ષની શરૂઆતમાં ટેન્કોને પુનઃપ્રાપ્ત કરવાની હાકલ કરી હતી.

નવું એકમ સ્થાપિત

તેમણે કહ્યું કે સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશન પહેલેથી જ તેનું નવું એકમ સ્થાપિત કરી ચૂક્યું છે, જે તેલની ટાંકીઓની જાળવણી કરશે. તેમણે કહ્યું કે, આ અંગે વાતચીત ચાલી રહી છે અને જે પણ પ્રગતિ થશે તેની જાણ કરવામાં આવશે.

આ પણ વાંચો:completion of 10 years in Kim power: કિમના સત્તામાં 10 વર્ષ પૂરા થવા પર ઉત્તર કોરિયાએ મહત્વપૂર્ણ બેઠક બોલાવી

આ પણ વાંચો:Myanmar Suu Kyi Case: મ્યાંમારની કોર્ટે સૂ ચીની વિરુદ્ધના 2 આરોપોમાં ચુકાદો ટાળ્યો

ABOUT THE AUTHOR

...view details