ગુજરાત

gujarat

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી લડવા જઇ રહ્યા છે રૈપર કાન્યે વેસ્ટ, ટ્વિટર પર કરી જાહેરાત

By

Published : Jul 5, 2020, 2:04 PM IST

કાન્યે વેસ્ટે સોશિયલ મીડિયા પર એક ટ્વીટ કરીને જાહેરાત કરી હતી કે, હું અમેરિકામાં થઇ રહેલી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા જઇ રહ્યો છું. આ સિલસિલામાં તેમણે સોશિયલ મીડિયા પર મોડી જાહેરાત કરી છે.

Kanye West announces bid for US presidential election
Kanye West announces bid for US presidential election

વૉશિંગ્ટનઃ અમેરિકામાં વર્ષના અંતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી થવા જઇ રહી છે. મેદાનમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટી તરફથી જે બાઇડન ઉભા છે. બંને વચ્ચે કાંટાની ટક્કર જણાઇ રહી છે. આ વચ્ચે માહિતી મળી રહી છે કે, એન્ટરટેન્મેન્ટ ઇન્ડસ્ટ્રીના મોટા સ્ટાર અને રૈપર કાન્યે વેસ્ટ પણ રાષ્ટ્રપતિ ચૂંટણી લડવા જઇ રહ્યાં છે.

રાષ્ટ્રપતિ ચૂંટણી લડશે કાન્યે વેસ્ટ

કાન્યે વેસ્ટે સોશિયલ મીડિયામાં ટ્વીટ દ્વારા જાહેરાત કરી હતી કે, હું અમેરિકામાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા જઇ રહ્યો છું. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, ભગવાન પર વિશ્વાસ રાખીને આપણે અમેરિકાના આ વચનને સમજવો જોઇએ, એક વિઝનની સાથે દેશના ભવિષ્ય વિશે વિચારવું જોઇએ. હું અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા જઇ રહ્યો છું.

કાન્યે વેસ્ટની આ જાહેરાત સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન કરનારા કાન્યે વેસ્ટનું ચૂંટણી લડવું ખૂબ જ મહત્વનું છે. હવે તે આ રેસમાં કેટલા આગળ જાય છે, તે તો સમય જ બતાવશે, પરંતુ તેમની આ જાહેરાત બધામાં ઉત્સુક્તા વધારી રહ્યાં છે. જો કે કાન્યેને પોતાના નિર્ણય પર મોટા સેલેબ્સનું સમર્થન મળવાનું શરુ થયું છે. ટેસ્લા કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ Elon Muskએ કાન્યેને પોતાનું સમર્થન આપ્યું છે. તે ટ્વીટ કરીને કહે છે કે, તમને મારું પુરું સમર્થન છે.

ABOUT THE AUTHOR

...view details